બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Do these tricks of yellow mustard at the beginning of the new year there will be progress throughout the year

તમારા કામનું / નવા વર્ષની શરૂઆતમાં કરો સરસવના આ ઉપાય, આખુ વર્ષ નહીં આવે કોઈ મુશ્કેલી

Arohi

Last Updated: 12:09 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષની શરૂઆતમાં કેટલાક ખાસ ઉપાય તમારી ઈચ્છાઓ પૂરી કરી શકે છે. આમાંથી એક પીળી સરસવનો ઉપાય છે.

  • નવા વર્ષની શરૂઆતમાં કરો આ ઉપાય 
  • આખુ વર્ષ નહીં આવે કોઈ મુશ્કેલી
  • પીળી સરસવનો આ ઉપાય આપશે પ્રગતી 

વર્ષ 2023 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એવું કહેવાય છે કે જેમ સવારે સારી શરૂઆત કરવાથી આખો દિવસ સારો રહે છે, તેવી જ રીતે જો વર્ષનો પહેલો દિવસ શુભ હોય તો આખું વર્ષ સારું જાય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નવું વર્ષ સમૃદ્ધિ લઈને આવે અને પ્રગતિનો માર્ગ ખોલે. 

આવી સ્થિતિમાં નવા વર્ષની શરૂઆતમાં કેટલાક ખાસ ઉપાય તમારી ઇચ્છાઓને પૂર્ણ કરી શકે છે. આમાંથી એક પીળી સરસવનો ઉપાય છે. જે સ્વાદમાં વધારો કરવાની સાથે જીવનમાં પ્રગતી પણ લાવી શકે છે. આવો જાણીએ પીળી સરસવના ઉપાયો.

માતા લક્ષ્મીની કૃપા 
વર્ષ 2023ના પ્રથમ દિવસે ચાંદી અથવા સ્ટીલના પાત્રમાં પીળી સરસવ અને કપૂર સળગાવી દો. આ ઉપરાંત 1 જાન્યુઆરી 2023 ના રોજ તમારા ઈષ્ટદેવની પૂજા કરતી વખતે ગાયના છાણમાંથી બનેલા ઉપલા પર પીળી સરસવના દાણા નાખી આખા ઘરમાં ધૂની આપો.

તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને મા લક્ષ્મીનો ત્યાં વાસ થશે. એવું માનવામાં આવે છે કે આ ઉપાય દ્વારા ધનની દેવી લક્ષ્મી આખા વર્ષ દરમિયાન પરિવાર પર મહેરબાન રહે છે.

ખરાબ નજર થશે દૂર 
ઘણી વખત મહેનત બાદ પણ વ્યક્તિનું કામ બગડે છે સફળતા નથી મળતી. વાસ્તુ દોષ અથવા નકારાત્મક ઉર્જાના ઘરમાં હોવાના કારણે આવું થાય છે. એવામાં ઘરના દરેક ખૂણા અને છત પર પીળી સરસવને વેરો. આ ઉપાયથી દરેક ખરાબ નજરથી વ્યક્તિની રક્ષા થશે. ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નોશ થશે. 

પૈસાની કમી થશે દૂર 
નવા વર્ષના પ્રથમ સપ્તાહના ગુરુવારે પીળા કપડામાં પીળા સરસવના દાણા અને કપૂર બાંધીને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી દો. આ ટ્રિક પૈસા સંબંધિત દરેક સમસ્યાનો ઉકેલ છે. એવું માનવામાં આવે છે કે તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. આખા વર્ષ દરમિયાન પૈસાની કમી નહીં રહે. દેવામાંથી મુક્તિ મળશે.

પ્રગતિનો માર્ગ મળશે 
જો નોકરી કે ધંધામાં પ્રગતિ ન થઈ રહી હોય તો 2023ના પહેલા દિવસે તમારા માથા પર 7 વાર પીળા સરસવના દાણા વાળીને ઘરથી દૂર ફેંકી દો. એવું કહેવાય છે કે દરેક અવરોધ આનાથી સમાપ્ત થાય છે. વેપાર અને નોકરીમાં સફળતાનો માર્ગ આખા વર્ષ દરમિયાન સરળ રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Remedies mustard new year ઉપાય પીળી સરસવ mustard
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ