બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / do these neem upay to get rid of ketu shani and pitra dosh neem remedies

તમારા કામનું / લીમડાના આ ઉપાય આપશે કેતુ, શનિ અને પિતૃ દોષથી મુક્તિ, રાતોરાત મુશ્કેલીઓ થશે દૂર

Arohi

Last Updated: 06:57 PM, 10 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્યક્તિની કુંડળીમાં રહેલા કેતુ, શનિ અને પિતૃ દોષથી છુટકારો મેળવવા માટે લીમડાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જાણો તેના વિશે

  • કુંડળીમાં શનિ, કેતુ પિતૃદેષ દૂર કરવા અપનાવો આ ઉપાય 
  • લીમડાના આ ઉપાયથી થશે ફાયદો 
  • આ ગ્રહ સાથે હોય છે લીમડાનો સીધો સબંધ 

દરેક દોષમાંથી મુક્તિ મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિને દોષમાંથી મુક્તિ મળે છે. જેમાં વૃક્ષોના કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. આજે આપણે લીમડાના ઝાડના કેટલાક ઉપાયો વિશે જાણીશું. 

લીમડાના વૃક્ષનું ધાર્મિક મહત્વ 
લીમડાના વૃક્ષનું ધાર્મિક મહત્વ પણ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લીમડાનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે. તેમજ કેતુ અને શનિ સાથે પણ તેનો સંબંધ હોવાનું કહેવાય છે. જો તમે લીમડાનું વૃક્ષ વાવવા માંગો છો તો તેને ઘરની બહાર દક્ષિણ દિશામાં લગાવવું જોઈએ.

લીમડાના લાકડાનું પણ મહત્વ 
સાથે જ લીમડાના લાકડાનું પણ વિશેષ મહત્વ છે. લીમડાના લાકડાનો ઉપયોગ કરવાથી અનેક પ્રકારની ખામીઓ દૂર થાય છે. ચાલો જાણીએ લીમડાના ઝાડના ઉપાયોથી કઇ ખામીઓથી છુટકારો મેળવી શકાય છે.

કેતુ, શનિ અને પિતૃ દોષથી છુટકારો મેળવવાના ઉપાય
શનિ અને કેતુ ગ્રહોની શાંતિ માટેના ઉપાય

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લીમડાનો સંબંધ શનિ અને કેતુ ગ્રહ સાથે છે. તેથી જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિદોષ અથવા કેતુદોષ હોય, તો લીમડાનો ઉપયોગ આ દોષોને શાંત કરવા માટે કરી શકાય છે.
  • આ માટે લીમડાના લાકડાથી હવન કરવું જોઈએ. આમ કરવાથી શનિ ગ્રહ શાંત થાય છે. અઠવાડિયામાં એકવાર લીમડાના લાકડાથી હવન અવશ્ય કરો.
  • સાથે જ કેતુ ગ્રહની શાંતિ માટે લીમડાના પાનનો રસ કાઢીને નહાવાના પાણીમાં ભેળવીને સ્નાન કરો. આમ કરવાથી વ્યક્તિની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

હનુમાનજીને પ્રસન્ન કરવા
એવું માનવામાં આવે છે કે લીમડાની પૂજા કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. તેથી લીમડાને નિયમિત પાણી ચઢાવવું જોઈએ.

સકારાત્મક ઉર્જાના સંચાર માટે 
ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા માટે ઘરમાં એક લીમડાનું વૃક્ષ ચોક્કસ લગાવો. આમ કરવાથી વ્યક્તિની આસપાસ સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે. કહેવાય છે કે લીમડાના ઝાડને મા દુર્ગાનું પ્રતિક માનવામાં આવે છે. તેથી જ તેને નીમારી દેવી પણ કહેવામાં આવે છે.

પિતૃદોષથી છુટકારો મેળવવા માટે
જો કુંડળીમાં પિતૃ દોષ હોય તો ઘરના દક્ષિણ કે પશ્ચિમ કોણમાં લીમડાનું વૃક્ષ ચોક્કસ લગાવો. તેનાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. તેની સાથે પૂર્વજોના આશીર્વાદ પણ બની રહે છે.

શનિદોષમાંથી મુક્તિ મેળવવા માટે
શનિની મહાદશા દરમિયાન લીમડાના લાકડાની માળા પહેરવાથી લાભ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે શનિની મહાદશીના અશુભ પ્રભાવને ઘટાડે છે અને શુભ પરિણામ આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ