બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / Do not keep 'Bluetooth' constantly on in mobile even by mistake, otherwise you will become a victim of hacking, see how

જાણી લો / ભૂલથી પણ મોબાઇલમાં 'બ્લૂટૂથ'ને સતત ઑન ન રાખતા, નહીં તો થઇ જશો હેકિંગના શિકાર, જુઓ કઇ રીતે

Megha

Last Updated: 02:57 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્લૂટૂથ હંમેશા ઓન રાખવું કેટલાક યુઝર્સ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. કોઈ પણ ડિવાઇસના Bluetoothને સર્ચ કરીને હેકર્સ તમારા ડિવાઇસના વધુ પડતાં ડેટાને એક્સેસ કરી લે છે.

  • હેકર્સ Bluetooth દ્વારા ડિવાઇસના વધુ પડતાં ડેટાને એક્સેસ કરી લે છે
  • BlueBuggingનો ઉપયોગ કરીને હેકર્સ યુઝર ડેટાને એક્સેસ કરી શકે છે
  • હેકર્સ યુઝરની ફોનની વાતચીત સાંભળી શકે છે અને મેસેજ પણ વાંચી શકે છે 

બ્લૂટૂથ સુવિધા તમામ સ્માર્ટફોન્સમાં ઉપલબ્ધ છે, જે અન્ય ઉત્પાદનો જેમ કે ઇયરબડ્સ, TWS અને સ્માર્ટવોચ વગેરે સાથે પેરીંગ કરવાની સુવિધા પણ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો આ ફીચરને હંમેશા ઓન રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે બ્લૂટૂથ હંમેશા ઓન રાખવું કેટલાક યુઝર્સ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. કોઈ પણ તમારા ડિવાઇસના Bluetoothને સર્ચ કરી શકે છે. આવી સ્થિતિમાં હેકર્સની નજર આવા જ ફીચર પર રહે છે અને આમ કરવાથી હેકર્સ તમારા ડિવાઇસના વધુ પડતાં ડેટાને એક્સેસ કરી લે છે. એટલે કે પ્રાઈવસી અને સિક્યોરિટીની દૃષ્ટિએ તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આ જોખમનું નામ બ્લુબગિંગ છે. 

એટલે જો તમે પણ તમારા સ્માર્ટફોનનું બ્લૂટૂથ ચાલુ રાખવાની આદત છે અને તેનો ઉપયોગ ડિવાઇસ પેરીંગ માટે કરો છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. જો કે તેનાથી બચવા માટે સૌથી પહેલા BlueBugging શું છે તે જાણવું જરૂરી છે. તેને કારણે જ તમારા ડિવાઇસનું નિયંત્રણ હેકરના હાથમાં જઈ શકે છે. જો કે માત્ર BlueBugging જ નહીં પણ હેકર્સ Bluesnarfing અને Bluejacking નો ઉપયોગ કરીને યુઝર ડેટાને એક્સેસ કરી શકે છે એવામાં સૌપ્રથમ અમે તમને BlueBugging વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને તેનાથી કેવી રીતે બચી શકાય તે વિશે પણ કહેશું 

BlueBugging શું છે?
BlueBugging એટેક ખૂબ જ ખતરનાક છે અને તેમાં હેકર્સ લોકોના ડિવાઇસને ઍક્સેસ કરીને સામગ્રી મેળવવાનો પ્રયાસ કરે છે અને આ માટે બ્લૂટૂથ કનેક્શનની મદદ લેવામાં આવે છે. હેકર્સ કનેક્શનમાં ફેરફાર કરીને યુઝર્સના પાસવર્ડ અને અન્ય વિગતો ચોરી કરવાનો પ્રયાસ કરે છે.  આ માટે હેકર્સ પહેલા વિક્ટિમના ડિવાઈસને એક્સેસ કરે છે અને પછી તેમાં માલવેર ઈન્સ્ટોલ કરે છે. તેની મદદથી હેકર્સ ભવિષ્યમાં પણ વિક્ટિમના ડિવાઇસને સરળતાથી એક્સેસ કરી શકશે. આ માલવેર દ્વારા હેકર્સ યુઝર્સની જાસૂસી કરે છે અને તેનો હુમલો એટલો ખતરનાક છે કે હેકર્સ એ યુઝરની ફોનની વાતચીત પણ સાંભળી શકે છે અને મેસેજ પણ વાંચી શકાશે. 

આ રીતે રહો સેફ 
જણાવી દઈએ કે તેનાથી બચાવનો પણ ઉપાય છે, એ માટે જાણો કે Bluetooth દ્વારા હુમલો કરવા માટે હેકર તમારી રેન્જમાં હોવો જોઈએ અને આવું વારંવાર જાહેર સ્થળોએ મળી રહે છે. હેકર્સના આ હુમલાની પોતાની મર્યાદાઓ છે પરંતુ તેમ છતાં યુઝર્સને ઘણું નુકસાન થઈ શકે છે. તેનાથી બચવા માટે કોઈપણ અજાણ્યા બ્લૂટૂથ પેરને એક્સેપ્ટ ન કરવું અને જ્યારે કામ ન કરે ત્યારે ડિવાઇસનું બ્લૂટૂથને બંધ રાખો. ખાસ કરીને આ માટે હેકર્સ સોફ્ટવેરની ખામીઓનો ફાયદો ઉઠાવે છે અને એટલા માટે જ તમારા ડિવાઇસ અને સોફ્ટવેરને અપડેટ રાખો. 

જો તમારા ડિવાઇસનું બ્લૂટૂથ ડિસ્કવર મોડમાં છે તો તેને બંધ કરો. અને જો તમે ઑડિયો સ્પીકર્સ અથવા ઇયરબડ જેવા ડિવાઇસ સાથે બ્લૂટૂથને પેર કરી રહ્યા છો તો આ માટે ઘર અથવા ખાનગી જગ્યાનો ઉપયોગ કરો. આ કામ માટે ભીડવાળી જગ્યાએ ન જવું જોઈએ, ભીડવાળી જગ્યા પર હેકર્સ તમને નિશાન બનાવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ