બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Diwali 2023 planting these 5 plants in the house on the day of Diwali

માન્યતા / દિવાળીએ આ વિવિધ છોડ લગાવવાથી ઘરમાં સદૈવ રહેશે માતા લક્ષ્મીનો વાસ, નહીં ખૂટે અનાજનો ભંડાર

Arohi

Last Updated: 08:54 AM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diwali 2023: દિવાળીના દિવસે ઘરમાં જો જ્યોતિષ અનુસાર કોઈ છોડ લગાવવામાં આવે તો તે જીવનને સફળ બનાવવાની સાથે જ ધન ધાન્યથી પરિપૂર્ણ કરી દે છે.

  • દિવાળીના દિવસે કરો આ ઉપાય 
  • ઘરમાં સદૈવ રહેશે માતા લક્ષ્મીનો વાસ
  • ઘરના આંગણાંમાં લગાવો આ છોડ 

હિંદૂ ધર્મનો સૌથી મોટો તહેવાર 12 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે વિધિ વિધાનથી કરેલા કાર્ય જીવનને સફળ બનાવી દે છે. ત્યાં જ અમુક છોડ પણ દિવાળીના દિવસે ઘરમાં લગાવવામાં આવે તો તે જીવનને ધન ધાન્યથી પરિપૂર્ણ કરી દે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ અમુક છોડને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યુ છે. 

તુલસીનો છોડ 
દિવાળીના દિવસે તુલસીનો છોડ ઘરમાં લગાવવો જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મકતાનો વાસ થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે. આટલું જ નહીં માતા લક્ષ્મીનો આશીર્વાદ સદા પ્રાપ્ત થાય છે. જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. દિવાળીના દિવસે તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. 

આમ કરવાથી ધન સાથે જોડાયેલી સમસ્યા જીવનથી ખતમ થઈ જાય છે. પરંતુ આ છોડને લગાવવાના અમુક નિયમ છે જેનું પાલન કરવું સૌથી વધારે જરૂરી માનવામાં આવે છે. રવિવારના દિવસે આ છોડને ન લગાવવો જોઈએ આ વખતે દિવાળી રવિવારના દિવસે છે માટે તમે ધનતેરસના દિવસે આ છોડને ઘરે લાવો. 

અપરાજિતાનો છોડ 
દિવાળીના દિવસે અપરાજિતાનો છોડ લગાવવો જોઈએ. આ છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આટલું જ નહીં આ છોડના ફૂલ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માટે આ દિવસે તમે આ છોડને જરૂર પોતાના ઘરમાં લગાવો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. અને જીવન ધન ધાન્યથી પરિપૂર્ણ થશે. 

મની પ્લાન્ટ 
દિવાળીના દિવેસ ઘરમાં મની પ્લાન્ટ લગાવવું શુભ માનવામાં આવે છે. આ પ્લાન્ટને લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. સાથે જ માતા લક્ષ્મીનો આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે માતા લક્ષ્મીનું આગમન પણ આ છોડને લગાવવાથી ઘરમાં થાય છે. 

કંદબનો છોડ 
દિવાળીના દિવસે ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણની સૌથી પ્રિય કદંબ લગાવવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે. આ છોડને ઘરમાં લગાવવાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને જીવન હંમેશા ખુશીઓથી ભરાયેલું રહે છે. 

પારિજાતનો છોડ 
ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માટે તમે દિવાળીના ખાસ તહેવાર પર પારિજાતનો છોડ લગાવો. આ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે સાથે જ ઘરની વૃદ્ધિ પણ થાય છે અને અપાર સફળતા મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Diwali 2023 Planting house દિવાળી DIWALI 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ