ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Discussion of Magnet Man in this district of Gujarat also
ADVERTISEMENT
ADVERTISEMENT
કોરોના વેક્સીન લીધા બાદ શરીરમાં ચુંબકીય અસર થતી હોવાની અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ વાતને તબીબો સંપૂર્ણ રીતે નકારી રહયા છે. કોરોના વેક્સીન લીધા બાદ શરીર પર રિમોટ ચમચી જેવી ચીજવસ્તુઓ ચોટતી હોવાના દાવા થઈ રહ્યા છે. પંરતુ તબીબોનું માનવું છે કે, વેક્સિનથી આ થતું નથી. લોકો આવા કોઈ જ ભ્રમમાં ન આવે કારણે મહામારીમાં વેક્સિન જ એક ઉપાય છે. આ અંગે આઈસીએમઆર અને કેન્દ્ર સરકાર જરૂરી તાપસ કરાવે તેવી માગ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
બનાસકાંઠાના પાલનપુરના મેગ્નેટ મેનની ચર્ચાએ જોર પક્ડયું છે. એક એવી વ્યક્તિ જેના શરીર પર જે કોઈપણ ધાતુની વસ્તુ લગાવો તે ચુંબકની જેમ ચોટી જાય છે. છેલ્લા ચાર દિવસથી તેમના શરીરમાં ચુંબકીય આકર્ષણ જોવા મળી રહ્યું છે.. જોકે એવો પણ દાવો થઈ રહ્યો છે કે, કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધા બાદ આ વ્યક્તિના શરીરમાં આ બદલાવ જોવા મળ્યા છે..
મહત્વનું છે કે, કોરોના વાયરસની વેક્સિનના સાઈડ ઈફેક્ટ્સની ખબરો વચ્ચે મહારાષ્ટ્રના નાસિકમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વાઈરલ એક વીડિયોને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રના નાસિક શહેરમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ એક વ્યક્તિના શરીર પર મેટલ અને સ્ટીલનો સામાન ચોંટવા લાગ્યો. એટલે કે તેનું શરીર કોઈ ચુંબકની જેમ કામ કરવા લાગ્યું.
ADVERTISEMENT
ADVERTISEMENT
વેક્સિન લીધા બાદ આવ્યો મેગ્નેટિક પાવર?
શહેરના શિવાજી ચોક વિસ્તારમાં રહેતા 71 વર્ષીય અરવિંદ જગન્નાથ સોનારે 2 જૂને કોવિશીલ્ડના બન્ને ડોઝ લીધા હતા. તેમણે દાવો કર્યો છે કે ત્યાર બાદથી જ તેમના શરીરમાં આ મેગ્નેટિક પાવર આવ્યો છે. પહેલા પરિવારને એવું લાગ્યું કે કદાચ પરસેવાના કારણે તેમની બોડી પર આ બધો સામાન ચોંટી રહ્યો છે. પરંતુ ઘણા વખત એવું થવા પર તેમને શંકા ગઈ.
મેડિકલ રિઝન કે કંઈક અન્ય છે કારણ
આ કિસ્સો સામે આવ્યા બાદ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ તપાસના આદેશ આપ્યા છે. તેમણે ગુરુવારે કહ્યું કે, "આ મામલામાં શું સત્ય છે, તેની જાણકારી દરેક લોકોને થવી જોઈએ. તેના પાછળ કોઈ મેડિકલ કારણ છે કે કંઈક અન્ય તે સત્ય ટૂંક સમયમાં સામે આવવું જોઈએ. તેના માટે અમે મામલાની તપાસના આદેશ આપ્યા છે." આ તરફ સોનારના દિકરાનો દાવો છે કે તેમણે યુટ્યુબ પર એક વીડિયોમાં જોયું કે દિલ્હીમાં એક અન્ય વ્યક્તિ સાથે પણ આવી ઘટના થઈ હતી. તે પણ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ કોઈ મેગ્નેટ મેન જેવા થઈ ગયા હતા. જોકે મામલામાં કેટલું સત્ય છે તે હજુ ખબર નથી પડી શકી. હાલ તપાસ ચાલું છે.
સંકળાયેલા મુદ્દાઓ