બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:32 AM, 7 July 2021
ADVERTISEMENT
બોલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનું નિધન થયું છે. બુધવારે સવારે 98 વર્ષની ઉંમરે દિલીપ કુમારે મુંબઈની એક હોસ્પિટલમાંઅંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનથી દેશમાં તથા બોલીવુડમાં શોકની લહેર પ્રસરી છે.
પીએમએ ફોન કરી સાયરા બાનુને સાંત્વના આપી
ADVERTISEMENT
પીએમ નરેન્દ્ર મોદીએ દિલીપ કુમારના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ. તેમણે સાયરા બાનો સાથે ફોન પર વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. આ ઉપરાંત પીએમએ ટ્વીટ લખી કે દિલીપ કુમારજીએ ભારતીય સિનેમાના એક દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે અદ્વિતીય પ્રતિભાના આશીર્વાદ પ્રાપ્ત હતા. જેના કારણે દરેક ઉંમરના લોકો તેમના ફેન રહ્યા. તેમનું નિધન સાંસ્કૃતિક દુનિયા માટે મોટો ઝટકો છે.
Dilip Kumar Ji will be remembered as a cinematic legend. He was blessed with unparalleled brilliance, due to which audiences across generations were enthralled. His passing away is a loss to our cultural world. Condolences to his family, friends and innumerable admirers. RIP.
— Narendra Modi (@narendramodi) July 7, 2021
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી
ADVERTISEMENT
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી દિલીપ કુમારને શ્રદ્ધાંજલી આપી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે દિલીપ કુમારના પરિવાર, મિત્રો અને ફેન્સના પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ. ભારતીય સિનેમા માટે દિલીપ કુમારના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે.
My heartfelt condolences to the family, friends & fans of Dilip Kumar ji.
— Rahul Gandhi (@RahulGandhi) July 7, 2021
His extraordinary contribution to Indian cinema will be remembered for generations to come. pic.twitter.com/H8NDxLU630
ADVERTISEMENT
રાજનાથ સિંહે દિલીપ કુમારને યાદ કરતા લખ્યુ કે...
ADVERTISEMENT
રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલીપ કુમારને યાદ કરતા લખ્યુ કે દિલીપ સાહેબ એક અદભૂત કલાકાર હતા. જેમણે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અદૂભૂત કામ કર્યુ. ગંગા જમુનામાં તેમના પોતાના કામથી લોકોના દિલ જીતી લીધા હતા.
Shri Dilip Kumar ji was an outstanding actor, a true thespian who was well regarded by everyone for his exemplary contribution to the Indian film industry.
— Rajnath Singh (@rajnathsingh) July 7, 2021
His performances in films like Ganga Jamuna touched a chord in millions of cinegoers. I’m Deeply anguished by his demise.
દિગ્વિજય સિંહે ટ્વીટ કરી
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કરી દિલીપ કુમાર જી નથી રહ્યા. ફિલ્મ જગતના એક યુગનો અંત, પરિવારજનોને અમારી સંવેદનાઓ. તેમના પ્રત્યે વિનમ્ર શ્રદ્ધાંજલિ.
આપણે એક મહાન અભિનેતાને ગુમાવ્યા-શિવરાજ સિંહ ચૌહાન
મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાને લખ્યું શ્રી દિલીપ કુમારજીના રુપમાં આજે આપણે એક મહાન અભિનેતાને ગુમાવ્યા છે. ભારતીય સિનેમામાં પોતાના અસાધારણ યોગદાન માટે તેમને હંમેશા યાદ કરાશે. મનોરંજન જગત માટે આ અપૂર્ણીય ક્ષતિ છે. વિનમ્ર શ્રદ્ધાંજલિ.
આપણા બધાના દિલમાં હંમેશા જીવતા રહેશે- કેજરીવાલ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાની ટ્વીટમાં લખ્યું કે હિન્દી ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમારજીના ચાલ્યા જવુ બોલિવુડનો એક અઘ્યાય પુરો થવા સમાન છે. તે આપણા બધાના દિલમાં હંમેશા જીવતા રહેશે. ઈશ્વર તેમની દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે. વિનમ્ર શ્રદ્ધાંજલિ.
અજય દેવગન અને અક્ષય કુમારે કહ્યું ...
બોલિવુડ અભિનેતા અજય દેવગને પોતાના ટ્વીટમાં લખ્યું કે મે લેજન્ડની સાથે અનેક ક્ષણો વિતાવેલી, કેટલીક ખાનગી અને કેટલીક સ્ટેજ પર. તે એક ઈન્સ્ટીટ્યૂશન હતા. એક અદભૂત અભિનેતા હતા. ત્યારે અક્ષય કુમારે ટ્વીટમા લખ્યુ કે અમારા જેવા અભિનાતાઓ માટે તે રિયલ હીરો હતા. દિલીપ સાહેબ પોતાની સાથે ભારતીય સિનેમાનો એક યુગ લઈ ગયા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.