બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પોતાના વિવાદીત નિવેદનના કારણે મોટાભાગે ચર્ચામાં રહે છે. દિગ્વિજય સિંહે એક વખત ફરીથી ભાજપ અને બજરંગ દળ પર વિવાદીત નિવેદન આપ્યું છે. દિગ્વિજય સિંહે કહ્યું કે મુસલમાનોથી વધારે ગેરમુસ્લિમ આઇએસઆઇ માટે જાસૂસી કરી રહ્યા છે. એની સાથે દિગ્વિજય સિંહે ભાજપ અને બજરંગ દળ પર પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISI થી પૈસા લેવાનો પણ આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું છે કે પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇ માટે મુસલમાન ઓછા અને ગેરમુસ્લિમ વધારે જાસૂસી કરી રહ્યા છે. તેમને બજરંગ દળ અને ભારતીય જનતા પાર્ટી પર આઇએસઆઇથી પૈસા લેવાનો પણ આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT
એમને કહ્યું કે બજરંગ દળ અને ભાજપ આઇએસઆઇથી પૈસા લઇ રહ્યા છે, એની પર થોડું ધ્યાન આપો. દિગ્વિજય સિંહે દેશની ખરાબ થતી અર્થવ્યવસ્થાને લઇને મોદી સરકાર પર પણ નિશાન સાધ્યું છે. એમને કહ્યું કે મોદી સરકારમાં અર્થવ્યવસ્થા બગડી રહી છે, નોકરીઓ નથી. પોતાનું નુકસાન પૂર્ણ કરવા આરબીઆઇ છે. મોદીએ દરેક વાત છોડીને અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવું જોઇએ.
#WATCH MP: Congress leader Digvijaya Singh says, "Bajrang Dal, Bharatiya Janata Party (BJP) are taking money from ISI (Inter-Services Intelligence). Attention should be paid to this. Non-Muslims are spying for Pakistan's ISI more than Muslims. This should be understood." (31.08) pic.twitter.com/NPxltpaRZA
— ANI (@ANI) September 1, 2019
ADVERTISEMENT
વિવાદ બાદ જણાવ્યું કારણ પોતાની ટિપ્પણથી ઘેરાયા બાદ દિગ્વિજય સિંહે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે એમને આવો દાવો કેમ કર્યો છે. દિગ્વિજયે ટ્વિટ કર્યું, 'કેટલીક ચેનલો એવું ચલાવી રહી છે કે મે ભાજપ પર એવો આરોપ લગાવ્યો છે કે એ ISI થી પૈસા લઇને પાકિસ્તાન માટે જાસૂસી કરે છે. આ સમગ્ર રીતે ખોટું છે. બજરંગ દળ અને ભાજપના આઇટી સેલના પદાધિકારી દ્વારા ISI થી પૈસા લઇને પાકિસ્તાન માટે જાસૂસૂ કરતાં મપ્ર પોલીસે પકડ્યા છે. મે આ આરોપ લગાવ્યો છે જેની પર હું આજે પણ અડગ છું. ચેનલ વાળા આ પ્રશ્ન ભાજપને કેમ નથી પૂછતાં.'
ADVERTISEMENT
बजरंग दल व भाजपा के आईटी सेल के पदाधिकारी द्वारा ISI से पैसे लेकर पाकिस्तान के लिए जासूसी करते हुए मप्र पुलिस ने पकड़ा है। मैंने यह आरोप लगाया है जिस पर मैं आज भी क़ायम हूँ। चैनल वाले ये सवाल भाजपा से क्यों नहीं पूछते।
— digvijaya singh (@digvijaya_28) September 1, 2019
ADVERTISEMENT
મુંબઇ હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરે પર ભાજપે સાંસદ સાધ્વી પ્રજ્ઞાના નિવેદન બાદ દિગ્વિજય સિંહે આરએસએસ પર નિશાન સાધ્યુ હતું. એમને કહ્યું હતું કે જે સંઘની મર્જીની વિરુદ્ધ બોલે છે એ દેશદ્રોહી હોય છે. ભારતના શહીદ પણ જો સંઘને પસંદ નથી તો એ 'શેતાન' છે.
આ પહેલા દિગ્વિજય સિંહે પુલવામા હુમલાને ગુપ્તચર વિભાગની મોટી ભૂલ જણાવી હતી. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે જો કોઇ બીજો દેશ હોત તો પ્રધાનમંત્રી નહીં પરંતુ ગૃહમંત્રીને રાજીનામા આપવા માટે મજબૂર કરી દેવામાં આવતા, પરંતુ અહીંયા જે કોઇ આ સમસ્યા પર પ્રશ્ન ઊઠાવે છે એને દેશદ્રોહી જાહેર કરી દેવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.