બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / difficulty for people of Ahmedabad to get driving license

મુશ્કેલી / RTOના ધાંધિયા: ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યાને 2 મહિના બાદ પણ અમદાવાદીઓને નથી મળ્યું લાયસન્સ

Dhruv

Last Updated: 10:40 AM, 5 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાય સમયથી RC બુક અને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવામાં અમદાવાદીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સરકારે તેની માટે નવી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે.

  • અમદાવાદમાં ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવામાં ધાંધિયા
  • ટેસ્ટ આપ્યાના 2 મહિના બાદ પણ લાયસન્સ નથી મળ્યા
  • RC બુક પણ 7 દિવસને બદલે 37 દિવસે આવે છે

અમદાવાદમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યાના 2 મહિના બાદ પણ લોકોને લાયસન્સ નથી મળ્યા. લોકોને ટેસ્ટ આપ્યાના 2 મહિના થઇ ગયા છતાં હજુ સુધી શહેરમાં 25 હજાર લોકોને લાયસન્સ નથી મળ્યા. ઓનલાઈન સ્ટેટસમાં લાઈસન્સ ડિસ્પેચ થયાનું બતાવે છે. RC બુક આપવામાં પણ ધાંધીયા જોવા મળી રહ્યાં છે. RC બુક પણ 7 દિવસના બદલે 37 દિવસે આવે છે. આથી શહેરીજનો લાયસન્સ અને RC બુકને લઇને ભારે પરેશાન થઇ ગયા છે. મહત્વનું છે કે, રાજ્ય સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ માટે નવી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. લાયસન્સ બનાવવાનો કોન્ટ્રાક્ટ હાલ સિલ્વર ટચ કંપની પાસે છે.

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ સહિતની સુવિધાઓમાં રાહત અપાઇ

અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રાઈવિંગ લાયસન્સ, વાહન રજીસ્ટ્રેશન અને માલિકી ટ્રાન્સફર જેવી સુવિધાઓ માટે કેન્દ્ર સરકારે રાહત આપી છે. એવું કહેવાય છે કે, 58 એવી સુવિધાઓ સાથે જોડાયેલા કામો માટે હવે તમારે RTOના ધક્કા ખાવા પડશે નહીં. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તેના માટે લીલી ઝંડી આપી દીધી છે. મંત્રાલયે સ્વૈચ્છિક રીતે આધાર વેરિફિકેશન દ્વારા 58 સેવાઓને સંપૂર્ણપણે ઓનલાઈન કરી દીધી છે. મંત્રાલયે શનિવારે તેના માટે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે.

નોટિફિકેશન અનુસાર, આ સેવાઓ સંપર્ક રહિત અને ફેસલેસ રીતે આપવામાં આવશે. તેનાથી લોકોનો સમય બચશે અને તેનો બોઝ ઓછો થશે. સાથે જ આરટીઓની ઓફિસોમાં ભીડ ઓછી થશે. તેનાથી સરકારી કામમાં સુધારો પણ આવશે.

આ સેવાઓનો લાભ મળશે

ઓનલાઈન મળતી સેવાઓમાં લર્નિગ લાયસન્સ માટે અરજી, લર્નિંગ લાયસન્સમાં સરનામું, નામ, ફોટો, ફોટો બદલવો, ડુપ્લીકેટ લર્નિંગ લાયસન્સ, લર્નિંગ લાયસન્સ કાઢવાની જોગવાઈઓ વગેરે સામેલ. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ લાયસન્સ પરમિટ આપવા, કંડક્ટર લાયસન્સમાં સરનામા બદલવા જેવા કામો માટે પણ હવે આરટીઓ ઓફિસે જવાની જરુર નહીં પડે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ