બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Did you start over? I don't know Hindi, the High Court judge got angry and dismissed the petition

પટના હાઈકોર્ટ / તમે ફરી શરૂ થઈ ગયા? મને હિન્દી નથી આવડતું, હાઇકોર્ટનાં જજે નારાજ થઈને રદ્દ કરી પિટિશન તો વકીલે શું કહ્યું જુઓ

Priyakant

Last Updated: 11:28 AM, 17 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઇકોર્ટના ન્યાયાધીશે વકીલની અરજી ફગાવી દે છે કારણ કે, તે હિન્દી ભાષામાં આપવામાં આવી, સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ

  • પટના હાઈકોર્ટના જજે કહ્યું મને હિન્દી નથી આવડતું, વિડીયો વાયરલ 
  • વકીલે હિન્દીમાં જ અરજી સંભળાવી તો જજે કહ્યું મને હિન્દી નથી આવડતું
  • હાઇકોર્ટનાં જજે નારાજ થઈને રદ્દ પિટિશન કરી 

પટના હાઈકોર્ટનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં જજ અને વકીલ વચ્ચે રસપ્રદ ચર્ચા ચાલી રહી છે. ન્યાયાધીશે વકીલની અરજી ફગાવી દીધી કારણ કે, તે હિન્દી ભાષામાં આપવામાં આવી છે. વકીલો તેમને સમજાવવા માટે ખૂબ પ્રયાસ કરે પણ ન્યાયાધીશ સાંભળતા નથી અને વકીલો હતાશ થઈ જાય છે. આ દરમ્યાન ઘણા વકીલો આ ચર્ચા ધ્યાનથી સાંભળી રહ્યા છે. હવે લોકો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે.

પટના હાઈકોર્ટના વીડિયોમાં જજ કહે છે- 'તમે હિન્દીમાં વાંચો છો, શું તમને લાગે છે કે હું સમજું છું? તમે જબરદસ્તી કેમ વાંચો છો ?. વકીલ- 'અમે હુઝૂરને જે પુસ્તક આપ્યું હતું એ જ પુસ્તકનો હિન્દી અનુવાદ પ્રકાશિત થઈ ગયો છે.' વકીલ ફરી હિન્દીમાં બોલવાનું શરૂ કરે છે, પછી ન્યાયાધીશ ફરીથી કહે છે-તમે ફરી હિન્દીમાં બોલવાનું શરૂ કર્યું. મને આ સમજાતું નથી. તેના પર વકીલ કહે છે- 'હુઝૂર આ તો રડવાનું છે, અમે પણ અંગ્રેજી નથી સમજી શકતા.' થોડી દલીલબાજી પછી જ્યારે જજ સુનાવણીમાં ખચકાવા લાગે છે ત્યારે વકીલ કહે છે - 'સાંભળ્યા વિના આગળ વધવાનો કોઈ નિયમ નથી. પહેલા સાંભળ્યા પછી હુઝૂરે આગળ વધવાનું છે. આજથી હિન્દી નહીં ચાલે. આજે પણ પટના હાઈકોર્ટમાં તમામ ન્યાયાધીશો સુનાવણી કરી રહ્યા છે.

વકીલે શું દલીલ કરી હતી ? 

વકીલ કહે છે- 'હવે હુઝૂર કહે છે કે હિન્દી અનુવાદ તમે જાતે કરો. અમે કહી રહ્યા છીએ કે અનુવાદક વિભાગ પાસેથી માંગણી કરવી જોઈએ. અહીં  આઝાદી પહેલાથી અનુવાદક છે અને તેમણે પગાર પણ મળે છે.  અમે આ વાજબી વાત કહી રહ્યા છીએ. અમે અંગ્રેજી જાણતા નથી અને અમને અંગ્રેજી અનુવાદ માટે પૂછી રહ્યા છીએ.

જજે ફગાવી દીધી હતી અરજી 

આ દરમ્યાન થોડા હંગામા વચ્ચે વકીલોએ હકીકતો રજૂ કરી અને કહ્યું કે પટના હાઈકોર્ટમાં હિન્દીમાં અરજી દાખલ કરવામાં કોઈ અડચણ નથી. તેમજ હિન્દીમાં દલીલ મુકવામાં કોઈ અવરોધ નથી અને હકીકતમાં આ કોર્ટે ઘણા કેસોમાં તેનો સ્વીકાર કર્યો છે. પરંતુ, ન્યાયાધીશ તેમની વાત સાંભળતા નથી અને તેમની અરજી ફગાવી દે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ