બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સુગર લેવલ વધતા વાર નહીં લાગે, ડાયાબિટીસની દવા લેનારા ભૂલથી પણ ન ખાશો આ વસ્તુ
Last Updated: 06:32 PM, 27 November 2024
વર્તમાન સમયમાં ખરાબ જીવનશૈલીનાં કારણે 25-30 વર્ષાનાં યુવાનોમાં પણ હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જોવા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં ડાયાબિટીસના 10 કરોડથી વધુ દર્દીઓ છે, જો કે આ ડેટા ICMRનો છે . છેલ્લા કેટલાક વર્ષોના રિપોર્ટ અનુસાર આ રોગથી પીડિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. જાણીને ચોંકી જાવ કે ફક્ત 30થી 40 વર્ષના લોકો પણ હવે ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે. આ રોગનો કોઇ ઇલાજ નથી એક વાર જો થાય પછી ફક્ત તેને નિયંત્રિત કરી શકાય છે. મોટાભાગના દર્દીઓ રોગને નિયંત્રણમાં રાખવા માટે દવાઓ લે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં દવા લીધા પછી પણ સુગર લેવલ કંટ્રોલમાં રહેતું નથી. તેનું એક કારણ એ હોઈ શકે છે કે લોકો દવાની સાથે ખાવાનું ટાળતા નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
નિષ્ણાતના કહેવા અનુસાર ડાયાબિટીસની દવાઓ લેતા લોકોએ તેમના આહારમાં કેટલીક વસ્તુઓનું ઘ્યાન રાખવું જોઇએ જેમ કે ડાયાબિટીસની દવાઓ લેતા લોકોએ મીઠાઈ, કેક ખાવાનું ટાળવું જોઇએ . સાથે સુગર ફ્ર ખાવાનું વધારે રાખવું જોઇએ . ડાયાબિટીસની દવાઓ લેનારા લોકોએ માંસ અને ડેરી ઉત્પાદનો પણ ઓછા ખાવા જોઈએ. આ એટલા માટે છે કારણ કે આ ખોરાકમાં ઉચ્ચ GI ઇન્ડેક્સ હોય છે જે દવાઓની અસરને ઘટાડી શકે છે . નિષ્ણાતો કહે છે કે જો તમે ડાયાબિટીસની દવા લઈ રહ્યા છો તો તમારે આ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

ADVERTISEMENT
ડાયાબિટીસની દવાઓ લેનારા લોકોએ કોઈપણ સ્વરૂપમાં આલ્કોહોલ લેવાનું ટાળવું જોઈએ, કારણ કે તે બ્લડ સુગરના સ્તરને અસર કરી શકે છે. માત્ર આલ્કોહોલ જ નહીં, કોફી પણ ટાળવું જોઈએ, કારણ કે તે લોહીમાં સુગર લેવલ પણ વધારી શકે છે.
ADVERTISEMENT
લોહીમાં રહેલ શુગરને કિડની ફિલ્ટર કરી શકતી નથી, આ કારણોસર ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિએ વારંવાર પેશાબ કરવા જવું પડે છે. ખાસ કરીને વ્યક્તિએ રાત્રિના સમયે પેશાબ કરવા જવું પડે છે. વારંવાર પેશાબ આવવાને કારણે શરીરમાં પાણીની ઉણપ વર્તાવા લાગે છે. જેના કારણે વ્યક્તિને વધુ તરસ લાગે છે. વધુ પડતી તરસ લાગવી તે ડાયાબિટીસનું એક લક્ષણ છે. જો તમને આ પણ આ પ્રકારની સમસ્યા છે, તો એકવાર ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
ADVERTISEMENT
તમારા આહારનું ધ્યાન રાખો
ADVERTISEMENT
તાજા અને પોષણથી ભરપૂર આહાર ખાવા માટે ખોરાકનું ધ્યાન રાખવું જરૂરી છે. સાથે સવારના સમયે નિયમિત કસરત પણ કરી જોઇએ, જેમ કે દરરોજ 30 મિનિટ ચાલવું કે દોડવું, શરીરના શુગર લેવલને નિયંત્રિત કરે છે. ડાયાબિટીસના દર્દીએ માનસિક તણાવ ન લેવો જોઇએ કારણ કે તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ અસર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.