બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / આરોગ્ય / diabetes high blood sugar can lead to blindness high glucose

સાવધાન! / જો તમને પણ છે આ બીમારી, તો જઇ શકે છે આંખોની રોશની! સામે આવ્યું ચોંકાવનારું રિસર્ચ

Arohi

Last Updated: 05:12 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diabetic Retinopathy: દુનિયામાં ચીન બાદ ભારતમાં સૌથી વધારે ડાયાબિટીસના દર્દી છે. આ એક એવી બીમારી છે જે દર્દીના દરેક અંગને પ્રભાવિત કરે છે. હાલમાં જ થયેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે ડાયાબિટીઝથી પીડિત લગભગ 13 ટકા લોકોને આંધળા થવાનો ખતરો હોય છે. આ આર્ટિકલમાં અમે જણાવીશું કે ડાયાબિટીસ દર્દી તેનાથી કેવી રીતે બચી શકે છે.

  • ચીન બાદ ભારતમાં સૌથી વધુ ડાયાબિટીસના દર્દીઓ 
  • ડાયાબિટીઝથી પીડિત 13 ટકા લોકોને આંધળા થવાનો ખતરો 
  • જાણો ડાયાબિટીસના દર્દી તેનાથી કેવી રીતે બચી શકે 

ભારતમાં ડાયાબિટીઝ ઝડપથી વધતી બીમારીમાંથી એક છે. તેના ભયાનક હોવાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે ભારત ચીન બાદ ડાયાબિટીઝ દર્દીઓનું બીજુ સૌથી મોટુ ઘર છે. એટલે કે આ બીમારીના મામલામાં ભારત ફક્ત ચીનથી પાછળ છે. આ એક એવો રોગ છે જે પોતાની સાથે ઘણા રોગ લઈને આવે છે. ચરી ન પાડવા પર તેનાથી દર્દીને ઘણી ગંભીર મુશ્કેલી થવા લાગે છે. 

એક રિપોર્ટ અનુસાર ભારતમાં ડાયાબિટીસના કારણે 40 વર્ષથી વધારે ઉંમરના લગભગ 30 લાખ લોકો પર આંધળા થવાનો ખતરો છે. આ સ્ટડી ભારતમાં ડાયાબિટીઝની સ્થિતિ પર કરવામાં આવી હતી જેમાં કેરલના અર્નાકુલમના અમુક રિસર્ચર્સ પણ શામેલ છે. 

શું છે ડાયાબિટીક રેટિનોપેથી? 
ડાયાબિટિક રેટિનોપેથી એક એવી બિમારી છે જેમાં ડાયાબિટીસ પીડિત વ્યક્તિની રેટિનાને નુકસાન પહોંચે છે. આંખની અંદર જે પડદો હોય છે તેને જ રેટિના કહેવાય છે. ડાયાબિટિક રેટિનોપેથીમાં રેટિનાની મેઈન લોહીની નસો ડેમેજ થઈ જાય છે. જો તેની સમય પર સારવાર ન કરવામાં આવે તો વ્યક્તિ આંધળો પણ થઈ શકે છે. 

શું કહે છે રિસર્ચ? 
સંશોધકોએ ડિસેમ્બર 2018થી માર્ચ 2020ની વચ્ચે ભારતના 10 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં 40 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકો પર રિસર્ચ કર્યો હતો જેમાં ડાયાબિટીસ થવાની કોઈ જાણકારી ન હતી. આ સમયે સંશોધકોએ એક કોમ્પ્લેક્સ ક્લસ્ટર સેમ્પલિંગ ડિઝાઈનનો ઉપયોગ કરતા લોકોની સ્ક્રીનિંગ કરી. 

તેમાં લગભગ 42,146 ટકાની તપાસ થઈ જેમાં 19 ટકા લોકો ડાયાબિટીસથી પીડિત હતા. બાકી 78 ટકામાં ગ્રેડેબલ રેટિનલ છબી હતી. અધ્યયનથી જાણકારી મળી કે ડાયાબિટીસ રેટિનોપેથી માટે શહેરી અને ગ્રામીણ નિવાસની વચ્ચે કોઈ મહત્વપૂર્ણ અંતર ન હતું. 

આ ભારતીયોની જઈ શકે છે આંખોની રોશની 
એક એક્સપર્ટના જણાવ્યા અનુસાર, "જો કોઈને ડાયાબિટીસ છે તો તે વ્યક્તિની રેટિનોપેથી એટલે કે આંખોની ખરાબ થવાની સંભાવના 15થી 20 ટકા હોઈ શકે છે. રેટિનામાં લોહીની નસો હોય છે. ડાયાબિટીસ થવા પર આ નસો બ્લોક થવા લાગે છે અને આ કારણે નસોમાં લોહી જામવા લાગે છે. ઘણી વખત લોહી આંખોમાં પણ જોવા મળે છે." 

"જો આ સ્થિતિમાં બેદરકારી થાય અને સમય પર નિદાન ન થઈ શકે તો વ્યક્તિ આંધળો થઈ શકે છે. આ સ્થિતિમાં ફક્ત રેટિના ડેમેજ નથી થતો પરંતુ તેમાં દર્દીને સફેદ મોતીયો અને કાળો મોતિયો થઈ શકે છે. સાથે જ ઘણા પ્રકારની આંખોના ઈન્ફેક્શનનો ખતરો પણ વધી શકે છે. હકીકતે હાઈ બ્લડ શુગર સમયની સાથે તમારી આંખોના વિસલ્સને નુકસાન પહોંચાડે છે. તેનાથી ડાયાબિટિક રેટિનાપેથીની સાથે જ મોતિયો અને ગ્લુકોમા પણ થઈ શકે છે" 

ખાસ ધ્યાનમાં રાખો આટલી વાતો 
ડાયાબિટીસના દર્દીઓ એ આ બીમારીથી બચવા માટે ડોક્ટરનો સંપર્ક કરો. આંખોના ડોક્ટર તમારો મશીનથી ટેસ્ટ કરી રેટિનોપેથીની જાણકારી મેળવી શકે છે. શરૂઆતમાં ડાયાબિટીસ કંટ્રોલ થઈ શકે છે જેનાથી તમારા રેટિનોપેથી થવાનો ખતરો ઓછો થઈ જાય છે. 

ડાયાબિટીસ પણ પોતાની સાથે ચાર બીજી બીમારી લઈને આવે છે. બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, હિમોગ્લોબિન, કિડની ડિસીઝ જેવી બિમારીઓ લાવે છે. માટે તેને કાબુમાં રાખવું પણ જરૂરી છે. જો રેટિનોપેથી એડવાન્સ સ્ટેજમાં પહોંચી જાય છે તો તેમાં દર્દીઓને ઓછુ દેખાવવા લાગે છે. તેનાથી આંખો પર કાળા ધબ્બા પડવા લાગે છે. માટે જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તરત જઈને ટેસ્ટ કરાવો અને પોતાની સારવાર શરૂ કરી દો.

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ