બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મિત્રો અને પરિવારજનોને જ આમંત્રિત કરાશે
જાણવા મળી રહ્યું છે કે દિયા મિર્ઝા ફરી લગ્નનાં બંધનમાં બંધાવા જઈ રહી છે. દિયા થોડા સમય પહેલા તેનાં તલાકને લીધે ચર્ચામાં હતી જ્યારે હવે ફરી એકવાર તે ચર્ચામાં આવી ગઈ છે. દિયા મિર્ઝા 15મી ફેબ્રુઆરીએ ફરીથી લગ્ન કરવા જઈ રહી છે. જેનાં લગ્નમાં ફક્ત ખાસ મિત્રો અને પરિવારજનોને જ આમંત્રિત કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
લગ્ન સંપૂર્ણરીતે અંગત રખાશે
દિયા મિર્ઝા બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કરવા જઈ રહી છે. એક માહિતી અનુસાર તેનાં લગ્ન સંપૂર્ણરીતે અંગત રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. આ લગ્નને લઈને બંનેના પરિવારજનો ખૂબ ખુશ જણાઈ રહ્યાં છે અને બંને લગ્નની તૈયારીઓમાં મશગુલ જણાઈ રહ્યાં છે.
લોકડાઉનમાં આવ્યા હતા એકબીજાની નજીક
ADVERTISEMENT
એક માહિતી અનુસાર દિયા મિર્ઝા અને વૈભવ રેખી બંને લોકડાઉન દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. બંનેએ લોકડાઉનમાં એક સાથે સમય પસાર કર્યો અને એકબીજાને સમજ્યા હતા. ત્યારબાદ બંનેએ એકબીજાને લગ્નનાં સંબંધમાં જોડવાનો નિર્ણય લીધો છે. વૈભવ મુંબઈનો બિઝનેસમેન અને ઈન્વેસ્ટર છે. તેમજ ફિલ્મી સિતારાઓ સાથે પણ તેનાં સારા સંબંધો છે.
ADVERTISEMENT
2019માં સાહિલ સંઘા સાથે અલગ થઈ હતી દિયા
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે દિયા મિર્ઝાએ સાહિલ સંઘા સાથે લગ્ન કર્યાં હતા. પણ 11 વર્ષ બાદ બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય કરી લીધો હતો. દિયા મિર્ઝાએ સાહિલ સાથે જુદા થવાની જાહેરાત 2019માં કરી હતી. દિયાએ તેનાં જુદા થવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હત અને લખ્યુ હતું કે ભલે બંને અલગ થઈ રહ્યાં છીએ પણ સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. અમે હંમેશા સારા મિત્રો રહીશું અને એકબીજાને સન્માન આપીશું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.