બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ધર્મ / Dharma Bhakti Adopt these 5 Friday remedies Goddess Lakshmi get wealth Lakshmi Puja

ધર્મ / ધન પ્રાપ્તિ માટે દર શુક્રવારે અપનાવો આ 5 ઉપાય, મા લક્ષ્મી ભરી દેશે ધનના ભંડાર

Priyakant

Last Updated: 07:04 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારને મા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જો તમે શુક્રવારનાં દિવસે અમુક કામ કરો છો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની ખોટ નથી આવતી સાથે જો તમારા પર કોઈ દેવું હોય તો તે પણ દુર થાય છે. મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારે કરો આ ઉપાય.

દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તેના જીવનમાં ક્યારેય પૈસાની ખોટ ન આવે અને મા લક્ષ્મીની કૃપા હમેશાં બની રહે અને આ ઈચ્છાથી આપણે બધા મા લક્ષ્મીને ખુશ કરવા માટે અલગ અલગ પ્રકારના ઉપાયો કરીએ છીએ. ખાસ કરીને શુક્રવારે મા લક્ષ્મીથી સંબંધિત ઉપાયો કરવાથી તમને આર્થિક લાભ થાય છે અને જીવનમાં કયારેય પૈસાની ખોટ આવતી નથી. જો તમે પણ આર્થિક લાભ મેળવવા માંગો છો તો શુક્રવારે ખાસ ઉપાય કરવાનું ભૂલશો નહી. ચાલો જાણીએ શુક્રવારનાં દિવસે ક્યાં ઉપાયો કરવા.

કેળાના ઝાડની પૂજા કરવી

શુક્રવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા બની રહે છે સાથે જ જો તમારા પર કોઈ દેવું હોય તો આ ઉપાય કરવાથી દેવું ઓછુ થવા લાગે છે અને કેળાના ઝાડની પૂજા કરવાથી દેવાથી મુક્તિ પણ મળી શકે છે.

તુલસી અને શાલિગ્રામની પૂજા કરવી 

મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે દર શુક્રવારે તુલસી અને શાલિગ્રામની પૂજા જરૂરથી કરવી. આ પૂજાથી મા લક્ષ્મી ખુબ જ ખુશ થાય છે. જ્યાં પણ ભગવાન વિષ્ણુની પૂજા થાય છે ત્યાં મા લક્ષ્મી હોય છે. મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે દર શુક્રવારે તુલસી પાસે દીવો જરૂરથી પ્રગટાવવો.

પીળા રંગની વસ્તુઓ અર્પણ કરવી

મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે શુક્રવારે દેવી લક્ષ્મીને પીળા રંગની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ, જેથી મા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. તમે પીળી સાડી, લાડુ, બંગડીઓ અને હળદર  મા લક્ષ્મીને અર્પણ કરી શકો છો. 

વૈજયંતીનાં ફૂલ અર્પણ કરવા

મા લક્ષ્મીને વૈજયંતીનાં ફૂલ ખૂબ જ ગમે છે. શુક્રવારે મા લક્ષ્મીની મૂર્તિને ગંગા જળથી સ્નાન કરાવો અને મા લક્ષ્મીનો શણગાર કરો. મા લક્ષ્મીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરી અને તેમને વૈજયંતી ફૂલોથી શણગારો. આ કરવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે.

વધુ વાંચો: ગુજરાતનું મીની અંબાજી જ્યાં માં અંબાની સૌથી મોટી મૂર્તિ બિરાજમાન, ટ્રકથી પૂર્યો હતો પરચો

શંખ અને કોડીને ઘરમાં રાખો

મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમારે ઘરમાં કોડી શંખની માળા જરૂર રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે કોડીઓને ઘરમાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. સમુદ્રમાંથી મા લક્ષ્મી પ્રગટ થયા છે અને કોડીઓ પણ સમુદ્રમાંથી નીકળે છે. આ જ કારણથી મા લક્ષ્મીને કોડીઓ ખૂબ જ પસંદ છે. આને ઘરમાં રાખવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે બની રહે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ