બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / Gandhinagar Himmatnagar highway Shri Ambaji Mataji Temple

દેવ દર્શન / ગુજરાતનું મીની અંબાજી: જ્યાં માં અંબાની સૌથી મોટી મૂર્તિ બિરાજમાન, ટ્રકથી પૂર્યો હતો પરચો

Dinesh

Last Updated: 04:12 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: ગાંધીનગર જીલ્લાના હિંમતનગર હાઇવે પર ગિયૉડ ગામે શ્રી અંબાજી માતાજીનુ ભવ્ય તીર્થસ્થાન આવેલુ છે. ગિયોડ ગામનુ અંબાજી મંદિર મીની અંબાજી તરીકે પણ ઓળખાય છે

"શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન મળે છે" આવું વાક્ય કોઈ કવિએ એટલાં માટે લખવાનું વિચાર્યું હશે કે જ્યારે મનુષ્ય પોતાની તકલીફો અને દુઃખથી ઘેરાઈ જાય છે ત્યારે તે પોતાની શ્રદ્ધાના દ્વાર ખખડાવે છે. અને પોતાનાં ઈશ્વર કે માતાજી પાસે જઇને પૂજા અર્ચના કરે છે.આવી જ અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓની ઈચ્છા પૂર્ણ કરતાં માતાજી એટલે ગિયોડ ગામે બિરાજમાન માં અંબા.

ગિયોડ ગામે શ્રી અંબાજી માતાજીનુ ભવ્ય તીર્થસ્થાન 

આપણા દેશમાં અનેક મંદિરો આવેલા છે.સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ હોય તેવા અને ભક્તોની આસ્થા સાથે મોટું મંદિર નિર્માણ પામે તેવા. મંદિરમાં બેઠેલાં ઈશ્વર ઉપર લોકોને કેટલી શ્રદ્ધા છે કે પોતાનાં ધારેલા દરેક કામ ગમે તેવા સંજોગોમાં પૂર્ણ થઈ જાય છે.ગાંધીનગર જીલ્લાના હિંમતનગર હાઇવે પર ગિયૉડ ગામે શ્રી અંબાજી માતાજીનુ ભવ્ય તીર્થસ્થાન આવેલુ છે. ગિયોડ ગામનુ અંબાજી મંદિર મીની અંબાજી તરીકે પણ ઓળખાય છે.સમગ્ર ગુજરાતમાં શ્રી અંબા માતાજી સૌથી મોટી મુર્તિ ગિયૉડમાં છે. હિંમતનગર હાઈવે પર મંદિર આવેલુ હોવાથી ઘણા દર્શનાર્થીઓ મંદિર પાસેથી પસાર થાય ત્યારે અચૂક માતાજીના દર્શન કરીને જ આગળ જાય છે. .


હાઇવેને અડીને આવેલા અંબાજી મંદિર ઉપર ભવ્ય શેડ બનાવવામાં આવ્યો છે. તેમજ મંદીર પરિસરમાં ભવ્ય ભોજનાલય, કોન્ફરન્સ હોલ અને ૧૮ રૂમની ધર્મશાળા આવેલી છે.જેની સેવાઓ માત્ર ટોકન ભાવે આપવામા આવે છે. માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે દૂરદૂરથી ઘણા ભાવિકો મોટા સામાજીક કામ અને સેવા કરવાની શરૂઆત પહેલા માતાજીના આશીર્વાદ લેવા આવે છે અને માતાજીને પોતાના કામ સુંદર રીતે સફળ થાય તેવી પ્રાર્થના કરે છે..

અંબા માતાજીની સૌથી મોટી મૂર્તિ ગિયોડમાં 

દર પૂનમે તેમજ દર રવિવારે ટ્રસ્ટ તરફથી ભાવિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામા આવે છે.હજારો ભકતો,યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ તેનો લાભ લેય છે.દર વર્ષે ભાદરવી પૂનમે પગપાળા જતાં અનેક સંઘ તેમજ યાત્રાળુઓ માટે સેવાકીય આસ્થાથી મંદિર પરિસરમા નિઃશુલ્ક ફિઝીઓ થેરાપી સેન્ટર ચાલુ કરવામાં છે. વર્ષોથી નિયમિત દર્શને આવતા દર્શનાર્થીઓની માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે અને તેમની મનોકામના માતાજી પૂર્ણ પણ કરે છે.માતાજીના આશીર્વાદથી ઘરે પારણુ બંધાય એટલે તે બાળકને માતાજીના દર્શન કરાવવા ભાવિકો મંદિરે આવે છે. ગાંધીનગર નજીક આવેલુ ગિયોડનું અંબાજી મંદિર ભક્તો માટે આસ્થાનુ કેન્દ્ર છે.મોટા અંબાજી જેટલી પ્રસિદ્ધી પામેલા ગિયોડ અંબાજી મંદિરે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. ગુજરાત સહિત બહારના રાજ્યોમાંથી પણ ગિયોડ અંબાજી મંદિરે માતાના ચરણોમાં ભાવિકો આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા તો અનુભવે છે જ સાથે સાથે માતાજીની ભક્તિમાં લીન થઈ જાય છે

વાંચવા જેવું: આ પક્ષીનું ચિત્ર ઘરની દિવાલ પર લગાવી દેજો, વાસ્તુના ઉપાયથી તમારા બાળકો પરીક્ષામાં કરશે ટોપ

અંબાજી માંના દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડે છે

ગુજરાતમાં અંબેમાંના નોરતા અને ભાદરવી પૂનમનું ખૂબ મોટું મહત્વ રહેલું છે.ત્યારે ભાદરવી એકમથી લઇને પૂનમ સુધી મંદિરે દરેક પદયાત્રીઓ માટે નિઃશુલ્ક ભોજન તથા રહેવાની સગવડ કરવામાં આવે છે. દર રવિવારે અંબાજી માંના દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડે છે.શ્રદ્ધાળુઓનો પ્રવાહ વહેલી સવારથી ગીયોડ મંદિરે બિરાજમાન આદ્યશક્તિની આરાધના માટે વહેતો જોવા મળે છે. જે ભક્તો મોટા અંબાજી પગપાળા જઇ શકતા નથી તેવા ભક્તો મીની અંબાજી ગિયોડના દર્શન કરી ધન્ય બને છે. નરોડા, ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલના ભક્તો ચૌદસની રાત્રીથી પગપાળા મંદિરે પહોંચી જાય છે. મંદિરે અંબાજી માતાનો વિશેષ શણગાર કરવામાં આવે છે. સવારે 5 વાગે મહાઆરતી કરવામાં આવે છે આરતીનો લ્હાવો લેવા માટે ભાવિકો મોડી રાતથી મંદિરે આવી પહોચે છે. અને દિવસભર શ્રદ્ધાળુઓના પ્રવાહથી વાતાવરણ ભક્તિમય બની જાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ