બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:03 PM, 8 April 2025
વટ સાવિત્રી પૂજા 2025
ADVERTISEMENT
હિંદુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતને ખાસ મહત્વ આપવામાં આવે છે. સુહાગન મહિલાઓ માટે વટ સાવિત્રી વ્રત શ્રદ્ધા, સમર્પણ અને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે મહિલાઓ નિર્જળ ઉપવાસ કરે છે, કથા સાંભળે છે અને વટ વૃક્ષની વિધિપૂર્વક પૂજા કરીને તેની પરિક્રમા કરે છે. આ દિવસે વટ વૃક્ષ પર દોરો બાંધવાની પણ પરંપરા છે.
વટ સાવિત્રી વ્રત દર વર્ષે જેઠ માસની અમાવસ્યા તિથિએ રાખવામાં આવે છે. આ દિવસે સુહાગન સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુષ્ય, સારી તંદુરસ્તી અને સુખી કુટુંબજીવન માટે વ્રત કરે છે. સાથે સાથે, તેઓ વટ વૃક્ષ (વડના ઝાડ)ની પૂજા કરે છે, જેને અખંડ સૌભાગ્ય અને દીર્ઘ આયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતને ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે – બડમાસ, વટ અમાવસ્યા વગેરે.
ADVERTISEMENT

2025માં વટ સાવિત્રી પૂજા ક્યારે છે?
ADVERTISEMENT
વર્ષ 2025માં વટ સાવિત્રી વ્રત 26 મે, સોમવારના દિવસે રાખવામાં આવશે. આ દિવસે બપોરે 12:12 વાગ્યાથી જેઠ અમાવસ્યા શરૂ થશે, જે 27 મેની સવારે પૂરી થશે. શાસ્ત્રો મુજબ, જે દિવસે બપોરના સમયે અમાવસ્યા હોય, તે દિવસે વ્રત રાખવું શુભ ગણાય છે.
વટ સાવિત્રી વ્રત 2025 શુભ મુહૂર્ત
ADVERTISEMENT

ADVERTISEMENT
શાસ્ત્રો મુજબ, વટ સાવિત્રી વ્રત એ દિવસે રાખવામાં આવે છે, જયારે અમાવસ્યા તિથિ બપોરના સમયે હોય આવી પરિસ્થિતિમાં વટ સાવિત્રી વ્રત 26 મે 2025, સોમવારના દિવસે જ રાખવામાં આવશે.
વટ સાવિત્રી વ્રત સાથે સંકળાયેલ કેટલીક વધુ વાતો
ADVERTISEMENT
આ દિવસે શનિ જયંતી પણ છે, તેથી વ્રત અને પૂજાથી શનિદેવના આશીર્વાદ પણ મળશે. વટ સાવિત્રી વ્રતની પૂજામાં સાવિત્રી અને માતા પાર્વતીની મૂર્તિ બનાવવામાં આવે છે. પૂજામાં કાચો સૂતરનો અથવા સફેદ દોરો , વાંસનો પંખો, લાલ દોરો , કેરી, કેળું અને ફૂલોનો ઉપયોગ થાય છે.
વધુ વાંચો: શા માટે હનુમાનજીની પૂજા ફક્ત મંગળવાર અને શનિવારે જ કરવામાં આવે છે? જાણો કારણ
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.