બ્રેકિંગ ન્યુઝ
હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. ભાદ્રપદ માસની શુક્લ પક્ષની ચતુર્થીએ ગણેશ ચતુર્થી પર્વ તેમની જન્મજયંતિ તરીકે ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી જ એકમાત્ર એવા દેવતા છે, કે જેમને સર્વપ્રથમ પૂજવામાં આવે છે. હિંદુ ધર્મની અનેક શાખાઓમાં ગણેશજી પૂજ્ય અને અતિશય પ્રભાવ-સંપન્ન દેવતા તરીકે સ્વીકૃત છે. તેમને ગણપતિ, આદિદેવ અને વિનાયક પણ કહેવામાં આવે છે. તે સિદ્ધિઓના સ્વામી અને રિદ્ધિઓના નિયંત્રક છે.
ADVERTISEMENT
ગણેશજીની પૂજા કરવાથી સંકટ થાય છે દૂર
ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની ખાસ પૂજા કરવાથી સંકટ દૂર થાય છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. પરંતુ પૂજા પછી આરતી ન થાય તો પૂજાનું ફળ અડધું જ રહી જાય છે. ભગવાન ગણેશની આરતી કરવાથી લગ્નજીવનમાં સુખ અને સૌભાગ્ય આવે છે અને ઘરમાં સમૃદ્ધિ વધે છે. આરતી કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. ત્યાં જ, આરતીમાં સામેલ થનાર લોકો ઉપર પણ ભગવાન ગણેશની કૃપા બની રહે છે.
ADVERTISEMENT

• ગણેજીની આરતી પહેલાં આ મંત્ર બોલો
ADVERTISEMENT
चंद्रादित्यो च धरणी विद्युद्ग्निंस्तर्थव च | त्वमेव सर्वज्योतीष आर्तिक्यं प्रतिगृह्यताम ||

ADVERTISEMENT
પુરાણોના ઉલ્લેખ અનુસાર, કંકુ, અગર, કપૂર, ઘી અને ચંદનથી સાત કે પાંચ દીવેટ બનાવવી જોઈએ. એટલું જ નહીં પણ ઘંટ કે સંગીત વાદ્યો વગાડીને આરતી કરવાથી સમૃદ્ધિ વધે છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.

ADVERTISEMENT
ગણપતિ ઉત્સવ જ નહીં પણ દરેક મહિનાની ચોથ આવે ત્યારે પણ ગણેશજીની પૂજા કરવાની પરંપરા છે. આ ઉપરાંત દર બુધવારે પણ ગણેશજીની પૂજા અને આરતી કરવી જોઈએ. આમ કરવાથી ગણેશજી જલ્દી પ્રસન્ન થાય છે.
વધુ વાંચો : કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થીનો તહેવાર? જાણો તેની પાછળનું ધાર્મિક માહાત્મ્ય
ADVERTISEMENT

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા
એકદંત દયાવન્ત, ચાર ભુજાધારી એકદંત દયાવન્ત, ચાર ભુજાધારી
માથે સિંદૂર સોહે, મૂસ કી સવારી માથે સિંદૂર સોહે, મૂસ કી સવારી
પાન ચઢે, ફૂલ ચઢે ઔર ચઢે મેવા લડ્ડુઅન્ન કા ભોગ લગે, સંત કરે સેવા
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા
અંધન કો આંખ દેત, કોઢિન કો કાયા અંધન કો આંખ દેત, કોઢિન કો કાયા
બાંઝન કો પુત્ર દેત, નિર્ધન કો માયા બાંઝન કો પુત્ર દેત, નિર્ધન કો માયા
સુર શામ શરણ આયે સફલ કીજે સેવા માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા
બિનન કી લાજ રાખો શંભૂ સૂત વારી બિનન કી લાજ રાખો શંભૂ સૂત વારી
કામના કો પૂરા કરો જગ બલિહારી કામના કો પૂરા કરો જગ બલિહારી
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.