બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 20 જૂનથી આ રાશિના જાતકો ચેતી જજો, ખતરનાક ષડાષ્ટક યોગ પહોંચાડી શકે છે નુકસાન

જ્યોતિષ શાસ્ત્ર / 20 જૂનથી આ રાશિના જાતકો ચેતી જજો, ખતરનાક ષડાષ્ટક યોગ પહોંચાડી શકે છે નુકસાન

Last Updated: 08:02 AM, 17 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રણ દિવસ પછી શનિ-મંગળની યુતિથી ભયાનકષડાષ્ટક યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગ ઘણી રાશિઓ માટે મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તેમને બીમારી ઉપરાંત ધનહાનિનો પણ સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ કઈ છે તે રાશિઓ?

વૈદિક શાસ્ત્રો પ્રમાણે સૌરમંડળના બધા નવગ્રહો સમયાનુકૂળ ગોચર કરતા રહે છે. તેમના આ ગોચરથી ઘણા પ્રકારના યોગો બને છે. આમાં કેટલાક યોગો આપણું ભાગ્ય ઉજળું બનાવે છે તો કેટલાક યોગો આપણું દુર્ભાગ્ય ઊભું કરે છે. હવે આવું જ એક ખગોળીય દૃશ્ય 20 જૂને જોવા મળશે. જ્યારે મંગળ અને શનિ એકબીજા સાથે 150 ડિગ્રીના કોણે રહેશે.

જ્યોતિષ શાસ્ત્રમાં બે ગ્રહોની આ સ્થિતિને “ષડાષ્ટક યોગ" કહેવામાં આવે છે. આ યોગ મુશ્કેલી અને દુઃખ લઈને આવે છે. આ વખતે પણ ષડાષ્ટક યોગ થવાથી ઘણી રાશિઓ પર સંકટના વાદળો મંડાઈ રહ્યા છે. તેમને ખૂબ જ સાવચેત રહેવાની અને ખાસ ઉપાયો કરવાની જરૂર છે, નહીંતર નુકસાન થઈ શકે છે. આવો જાણી લો કે કઈ રાશિઓ માટે આ યોગ ભયાનક બની શકે છે?

ષડાષ્ટક યોગથી કઈ રાશિઓને ખતરો

  • તુલા રાશિ

ષડાષ્ટક યોગનું બનવું તમારા માટે જોખમનું કારણ બની શકે છે. આ અશુભ યોગના કારણે તમને અનિચ્છનીય ખર્ચો કરવો પડી શકે છે, જેના લીધે તમારી આર્થિક સ્થિતિ ડગમગી શકે છે. તમને કોઈ બીમારી થવાની શક્યતા છે. કાર્યસ્થળે સહકર્મચારીઓ સાથે મતભેદ થવાની આશંકા છે.

tula
  • મકર રાશિ

શનિ-મંગળની યુતિથી બનેલો આ અશુભ યોગ તમારા માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. તેના કારણે તમારો મૂળ ખરાબ રહેશે. ગુસ્સાના કારણે તમારો તમારા જીવનસાથી સાથે તણાવ થઈ શકે છે. ઓફિસમાં વધુ કામના દબાણને કારણે માનસિક તણાવ થઈ શકે છે. કોઈને ઉધાર આપવાથી બચો, નહીંતર પૈસા અટકી શકે છે. વાહન ચલાવતા સમયે ખાસ સતર્ક રહો.

makar
  • કર્ક રાશિ

તમારા માટે ષડાષ્ટક યોગનું બનવું નુકસાનદાયક બની શકે છે. તમારે બહારનો ખોરાક ખાવાથી બચવું જોઈએ, નહીંતર પેટ સંબંધિત બીમારી થઈ શકે છે. બાળકોના અભ્યાસમાં અવગણના થવાથી વંચિત થઈ શકો છો. ધંધામાં ખોટ થઈ શકે છે, જેના લીધે તમે પરેશાન રહી શકો છો. કાર્યસ્થળે તમને બોસની ઝાટકણી સાંભળવી પડી શકે છે. પાડોશમાં ઝઘડો થવાની આશંકા છે. શાંતિ રાખો અને તમારી વાણી પર નિયંત્રણ રાખો. ધીરે-ધીરે આ ખરાબ સમય પસાર થઈ જશે.

kark

કઈ રીતે બચી શકાય?

  • શનિ દેવની આરાધના કરો: દર શનિવારે શનિ મંદિરમાં જઈને દીવો પ્રગટાવો, તેલ ચઢાવો.
  • હનુમાન ચાલીસાનું પાઠ: મંગળના દિવસે હનુમાન ચાલીસાનું નિયમિત પાઠ કરો.
  • કાળા તલનું દાન: શનિદેવને પ્રસન્ન કરવા માટે કાળા તલ, કાળા કપડાંનું દાન કરો.
  • શાંતિ અને સહનશક્તિ રાખો: આ સમયમાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ કે આપ વિવાદ ન કરો.

મંત્રોનો જાપ

  • શનિ મંત્ર: "ઓમ શં શનૈશ્ચરાય નમઃ"
  • મંગળ મંત્ર: "ઓમ ક્રીમ ક્રૌમ સહ ભૌમાય નમઃ"

વધુ વાંચો: ગુજરાતનું એવું મંદિર જ્યાં 1964થી ચાલે છે અખંડ રામધૂન, ભક્તોની રગે રગેમાં હનુમાનજીનો જાપ

20 જૂન 2025થી શરૂ થતો મંગળ-શનિ ષડાષ્ટક યોગ કેટલીક રાશિઓ માટે જોખમ અને મુશ્કેલી લઈ આવી શકે છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં આવે, ધ્યાન રાખવામાં આવે અને ધાર્મિક ઉપાયો કરવામાં આવે, તો આ અસરો નકારાત્મક બનવાને બદલે સંયમથી નિવારી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shadasthaka Yoga 2025 Zodiac signs Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ