બ્રેકિંગ ન્યુઝ
Raksha Bandhan : રક્ષાબંધન એવો પાવન તહેવાર છે જેના માટે દરેક બહેન વર્ષભર આતુરતાથી રાહ જોતી હોય છે. ભારતમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. ભાઈ અને બહેનના પ્રેમ, સ્નેહનું આ પ્રતિક માત્ર તહેવાર નહીં પરંતુ લાગણીઓનો બંધન છે. આ દિવસ ભાઈ-બહેનના સંબંધની મીઠાશને વધુ ગાઢ બનાવે છે, તેથી જ તેને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
રાખડીને ભાઈના રક્ષણનું પ્રતિક માનવામાં આવે છે
આજે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથમાં રાખડી બાંધે છે જે ભાઈના રક્ષણનું પ્રતિક માનવામાં આવે છે. રાખડી બાંધ્યા પછી બહેન ભાઈના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ જીવનભર બહેનનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લે છે અને તેને ભેટ આપે છે. જો કે ઘણા લોકોને સવાલ થતો હશે કે રાખડી બાંધ્યાના કેટલા બાદ તેને ઉતારી શકાય, ત્યારે આજે તમને આ સવાલનો જવાબ મળી જશે.
ADVERTISEMENT

આટલા દિવસ બાદ રાખડી ઉતારવી જોઈએ
ADVERTISEMENT
કેટલાક ભાઈઓ એવા હોય છે જે આખું વર્ષ પોતાના કાંડા પર રાખડી રાખે છે, તેમને લાગે છે કે આ તેમની બહેન પ્રત્યેનો પ્રેમ છે. પરંતુ શાસ્ત્રો કંઈક બીજું જ કહે છે. શાસ્ત્રો અનુસાર, રાખડી ઓછામાં ઓછા 24 કલાક અને વધુમાં વધુ 15 દિવસ સુધી કાંડા પર બાંધવી જોઈએ. તેની પાછળનું કારણ એ છે કે જ્યારે આપણે રાખડી બાંધીએ છીએ, ત્યારે તેમાં રહેલી ઉર્જા 5 દિવસ સુધી વધતી રહે છે અને 11મા દિવસ સુધી તેમાં સકારાત્મક ઉર્જા રહે છે. એટલે 15 દિવસ પહેલા રાખડી ઉતારીને પાણીમાં પધરાવવી જોઈએ, નહીંતર તેનો દોષ લાગે છે.
વધુ વાંચો : રક્ષાબંધન 2025 : ભાઈ-બહેન માટે 10 અલગ અલગ શુભકામના સંદેશ, કાયમી સંભારણા બની રહેશે
ADVERTISEMENT
રાખડીમાં કેટલી ગાંઠ બાંધવી જોઈએ?
શાસ્ત્રો અનુસાર રાખડીમાં 4 ગાંઠ બાંધવી શુભ માનવામાં આવે છે. પહેલી ગાંઠ ભાઈના લાંબા આયુષ્ય માટે, બીજી ગાંઠ બહેનના લાંબા આયુષ્ય માટે, ત્રીજી ગાંઠ ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ જાળવી રાખવા માટે અને ચોથી ગાંઠ હંમેશા તમારા ઇષ્ટદેવના નામે બાંધવામાં આવે છે. રક્ષાબંધન એ માત્ર એક તહેવાર નથી, એ ભાઈ-બહેનના દિલમાં વસેલો પ્રેમ અને રક્ષણનો અતૂટ વચન છે. આ દિવસ એ સંબંધને નવી મીઠાશ ભરી દે છે.
ADVERTISEMENT

રાખડી બાંધવાના કેટલાક ખાસ નિયમો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.