બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આવતીકાલે વર્ષનું અંતિમ ગુરુ પુષ્ય નક્ષત્ર, સોનું-ચાંદી સહિતની વસ્તુઓ ખરીદવાના જાણો શુભ મુહૂર્ત

ધર્મ / આવતીકાલે વર્ષનું અંતિમ ગુરુ પુષ્ય નક્ષત્ર, સોનું-ચાંદી સહિતની વસ્તુઓ ખરીદવાના જાણો શુભ મુહૂર્ત

Published By: Jay Bhatt

Last Updated: 08:34 AM, 20 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ અને વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં 27 નક્ષત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાંથી કેટલાક ખાસ મહત્વપૂર્ણ છે અને તેમાંથી એક એટલે ગુરુ પુષ્ય નક્ષત્ર. તેને ઘણીવાર ફક્ત 'પુષ્ય નક્ષત્ર' તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે આ વર્ષનું છેલ્લું ગુરુ-પુષ્પ નક્ષત્ર હોવાથી સારા કામ માટે શુભ માનવામાં આવે છે.

Guru Pushya Nakshtra: આવતીકાલ એટલે કે 21 ઓગસ્ટ 2025 વર્ષનું છેલ્લું ગુરૂ પુષ્ય નક્ષત્ર છે. આ દિવસે કરવામાં આવેલી ખરીદી ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. ગુરૂ પુષ્ય નક્ષત્રમાં ખરીદીનો શુભ સમય કયો છે ચાલો આવો જાણીએ.

પુષ્ય નક્ષત્રમાં લગ્ન ન કરવા જોઈએ

નોંધનીય છે કે તમામ નક્ષત્રોમાં 'ગુરુ-પુષ્ય નક્ષત્ર'ને રાજા કહેવામાં આવે છે. એટલે જ ગુરુ પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે સોનું, ચાંદી, જમીન, મકાન ખરીદવું અથવા નવો વ્યવસાય અથવા કાર્ય શરૂ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર દરમિયાન ચંદ્ર કર્ક રાશિમાં સ્થિત છે. બાર રાશિઓમાં ચંદ્ર એક માત્ર કર્ક રાશિનો સ્વામી છે. શાસ્ત્રો અનુસાર, પુષ્ય નક્ષત્રમાં લગ્ન ન કરવા જોઈએ.

Parul University

ગુરુ પુષ્ય નક્ષત્ર પર ગુરુ અને શનિનું શાસન

ગુરુ પુષ્ય નક્ષત્ર જ્ઞાન, સૌભાગ્ય, સમૃદ્ધિ, ધન વગેરેનું પ્રતીક માનવામાં આવે છે, આ નક્ષત્ર કરવામાં આવેલ શુભ કાર્ય હંમેશા સફળ થાય છે અને ગુરુ પુષ્ય નક્ષત્ર પર ગુરુ અને શનિનું શાસન છે. આ દિવસે પિત્તળના વાસણો, પીળા રંગના કપડાં, સોનાના ઘરેણાં વગેરે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે તેમજ જમીન, મિલકત, મકાનની પણ ખરીદી કરી શકાય છે.

આટલા વાગ્યે શરુ થશે

વર્ષનું છેલ્લું 'ગુરુ-પુષ્ય નક્ષત્ર' આવતી કાલે એટલે કે 21 ઓગસ્ટ સવારે 6 વાગ્યે શરુ થશે અને રાત્રે 09.58 મિનિટે પૂર્ણ થશે. જો આગામી પુષ્ય નક્ષત્રની વાત કરવામાં આવે તો, સપ્ટેમ્બર મહિનાની 17મી તારીખે બુધવારે તેમજ ઓક્ટોબરની 15મી તારીખે શનિવારે યોગ બનશે. ચાલો જાણીએ 'ગુરુ-પુષ્ય નક્ષત્ર'ના સાત ચોધડીયા અને શુભ સમય.

Guru Pushya Nakshtra (2)

વધુ વાંચો : આ તારીખે ભારતમાં દેખાશે ચંદ્રગ્રહણ, જાણો સુતક કાળ ક્યારે શરુ થશે

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Guru Pushya Nakshtra 2025 Guru Pushya Nakshtra Dharm

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ