બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / dhanteras 2022 do not make mistakes while buy broom or jhadu on dhan trayodashi

ધ્યાન રાખજો / ધનતેરસ પર સાવરણી ખરીદતા સમયે ક્યારેય ન કરવી જોઈએ આ ભૂલ, કરી તો થશે મોટું નુકસાન

Premal

Last Updated: 12:06 PM, 19 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધનતેરસના દિવસે માતા લક્ષ્મી, ધન કુબેર અને ધનવંતરીની પૂજાનુ વિધાન છે. આ દિવસે સોના-ચાંદી અને ગોમતી ચક્ર જેવી ચીજ વસ્તુઓ ખરીદવાનુ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી પણ ઘણી સારી માનવામાં આવે છે.

  • ધનતેરસે માતા લક્ષ્મી, ધન કુબેર અને ધનવંતરીની પૂજાનુ વિધાન
  • ધનતેરસના દિવસે ખરીદો સાવરણી
  • સાવરણી ખરીદતી સમયે અમુક વિશેષ ભૂલો ના કરવી જોઈએ

સાવરણી ખરીદતી વખતે અમુક વિશેષ ભૂલો ના કરવી જોઈએ 

કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસનો તહેવાર મનાવવામાં આવે છે. ધનતેરસે માતા લક્ષ્મી, ધન કુબેર અને ધનવંતરીની પૂજાનુ વિધાન છે. ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી પણ ઘણી સારી હોય છે. કહેવાય છે કે ધન ત્રયોદશી પર સાવરણી ખરીદવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ દિવસે સાવરણી ખરીદતી સમયે અમુક વિશેષ ભૂલો ના કરવી જોઈએ.

કેવીરીતે સાવરણી ખરીદશો

ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી આર્થિક સંપન્નતા વધે છે. પરંતુ આ દિવસે કોઈ પણ સાવરણી ના ખરીદશો. આ દિવસે માત્ર અને માત્ર સીક અથવા ફૂલવાળી સાવરણી જ ખરીદો. નવી સાવરણીને કિચન અથવા બેડરૂમની અંદર ના રાખો. તેને પલંગની નીચે અથવા પૈસાની તિજોરીની આજુબાજુ પણ ના રાખશો.

જાડી સાવરણી ખરીદો

સાવરણી ખરીદતી સમયે ધ્યાન રાખો કે પાતળી અથવા મુરઝાઈ ગઇ ના હોય. સાવરણીની સળીઓ સારી કન્ડીશનમાં હોવી જોઈએ અને આ જેટલી ઘટાદાર હશે તેટલી સારી હશે. તેની સળીઓ તૂટેલી ના હોવી જોઈએ. તેની સળીઓ સ્વચ્છ અને મજબૂત હોવી જોઈએ. 

પ્લાસ્ટિક વાળી સાવરણી

ધનતેરસે પ્લાસ્ટિકની સાવરણી ન ખરીદશો. આ શુભ અવસરે પ્લાસ્ટિકનો સામાન ખરીદવાથી પણ બચવુ જોઈએ. પ્લાસ્ટિક એક અશુદ્ધ ધાતુ છે, જેની ધનતેરસે ખરીદી ના કરવી જોઈએ. ધનતેરસે અશુદ્ધ ધાતુની ખરીદી ફળદાયી માનવામાં આવતી નથી. 

સાવરણી લાવ્યાં બાદ શું કરશો

ધનતેરસે નવી સાવરણી લાવ્યાં બાદ તેનો સીધો ઉપયોગ ના કરશો. પહેલા જૂની સાવરણીની પૂજા કરો. પછી નવી સાવરણીને કુમકુમ અને અક્ષત અર્પિત કરો. ત્યારબાદ તેનો ઉપયોગ શરૂ કરો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ