બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / devuthani ekadashi or tulsi vivah remedies will celebrated on 23rd november

આસ્થા / તુલસી વિવાહ પર જો અપનાવશો આ ઉપાય, તો મળશે કન્યાદાન બરાબર પુણ્ય, જુઓ કઇ રીતે

Arohi

Last Updated: 03:07 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Devuthani Ekadashi 2023: દેવઉઠની એકાદશીની શરૂઆત 22 નવેમ્બરના દિવસે બુધવારે રાત્રે 11.15 મિનિટથી થવા જઈ રહી છે અને આ તિથિનું સમાપન બીજા દિવસ એટલે કે ગુરૂવારે 23 નવેમ્બર રાત્રે 11.55 મિનિટમાં થઈ રહ્યું છે.

  • તુલસી વિવાહ પર કરો ખાસ ઉપાય 
  • મળશે કન્યાદાન બરાબર પુણ્ય
  • આ એકાદશી છે ખૂબ જ ખાસ 

દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના બાદ જાગે છે માટે આ દિવસને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે અને આ દિવસે તુલસી વિવાહ પણ છે. ભગવાન વિષ્ણુના જાગવાની સાથે જ દરેક પ્રકારના ધાર્મિક માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે. 

ત્યાં જ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ હરીશયન એકાદશી હોય છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી નિંદ્રા મુદ્રામાં જતા રહે છે. પછી કાર્તક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ એટલે કે દેવઉઠી એકાદશીએ જાગે છે. 

આ ચાર મહિના દરમિયાનન બધા પ્રકારના માંગલિક અને શુભ કાર્ય બંધ રહે છે. માનવામાં આવે છે કે આ દિવસે શાલિગ્રામ અને તુલસીના વિવાહ કરવાથી જીવનમાં આવનાર બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 

ક્યારે છે તુલસી વિવાહ? 
આ વર્ષે દેવઉઠી એકાદશી એટલે કે તુલસી વિવાહ 23 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે તુલસી અને શાલિગ્રામના વિવાહ સંપન્ન કરાવવામાં આવે છે. જો તમે તુલસી અને શાલિગ્રામના વિવાહ સંપન્ન કરાવો છો તો તમારા માટે મોક્ષના દ્વાર ખુલી જાય છે અને કન્યાદાનના સમાન ફળની પ્રાપ્તિ થાય છે. ત્યાં જ આ વર્ષે દેવઉઠની એકાદશીના દિવસે અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગ પણ છે. જે આ દિવસને વધારે ખાસ બનાવે છે. 

શું છે પૂજાનું શુભ મુહૂર્ત 
દેવઉઠની એકાદશીન અથવા તો ઉત્થાન એકાદશી તિથિની શરૂઆત 22 નવેમ્બરના દિવસે બુધવારે રાત્રે 11.25 મિનિટથી થવા જઈ રહી છે અને આ તિથિનું સમાપન બીજા દિવસે એટલે કે ગુરૂવારે 23 નવેમ્બર રાત્રે 11.55 મિનિટમાં થઈ રહ્યું છે. 

ત્યાં જ આ વર્ષે તુલસી વિવાહ અને દેવઉઠની એકાદશીના દિવસે બે ખૂબ જ ખાસ યોગ અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જે ઘણા વર્ષ બાદ આવું થઈ રહ્યું છે. ત્યાં જ તુલસી અને શાલિગ્રામ વિવાહ કરવાનું શુભ મુહૂર્ત 23 નવેમ્બર સાંજે 5.58 મિનિટથી પ્રારંભ થઈને રાત્રે 8.00 વાગ્યા સુધી છે. 

તુલસી વિવાહના દિવસે કરો આ કાર્ય 
માનવામાં આવે છે કે દેવઉઠની એકાદશી તુલસી વિવાહના દિવસે ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે. તુલસી વિવાહના દિવસે પોતાના ઘરના આંગણમાં તુલી અને શાલિગ્રામને એક નાડાછડીના બંધનમાં બાંધી દો અને વિવાહ સંપન્ન કરો. 

તેનાથી કન્યાદાન સમાન ફળની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ મોક્ષના દ્વાર પણ ખુલી જાય છે. ત્યાં જ તુલસી વિવાહના દિવસે માતા તુલસીને સોળ શણગારનો સામાન જરૂર અર્પિત કરો અને સિંદૂર દાન કરો. તેનાથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ