બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Devotees flock to Ambaji Pavagadh and Chotila on Chaitri Navratri

Chaitra Navratri 2024 / ચૈત્રી નવરાત્રીને લઈને યાત્રાધામ અંબાજી, પાવાગઢ અને ચોટીલામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી જ ભક્તો પહોંચ્યા દર્શને

Priyakant

Last Updated: 08:58 AM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chaitra Navratri 2024 Latest News : બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ચોટીલા અને પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ મંદીરે આજે પરોઢિયેથી જ ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા

Chaitra Navratri 2024 : આજથી ચૈત્રી નવરાત્રી (Chaitra Navratri 2024) શરૂ થઈ રહી છે. આ નવરાત્રીમાં માઈ ભક્તો માતાજીની ભક્તિ તેમજ આરાધના કરે છે. આ તરફ રાજ્યના ત્રણ મોટા મંદિરોમાં પણ આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ચોટીલા અને પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ મંદીરે આજે પરોઢિયેથી જ ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. 

ચૈત્રી નવરાત્રીને લઈ ચોટીલામાં ભક્તોની ભીડ 
ચૈત્રી નવરાત્રી (Chaitra Navratri 2024) માં ઉપવાસ, એકટાણા કે નકોરડા ઉપવાસ કરીને પણ લોકો આ નવરાત્રી રહે છે. માઈ ભક્તો ચાલીને મંદિરે આવે છે. સાથે ઘણા સંઘ પણ આ દિવસોમાં મંદિરે આવતા હોય છે. ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી નું અનેરૂ મહત્વ છે. સૌરાષ્ટ્ર નું પ્રવેશ દ્વાર એટલે ચોટીલા જ્યાં ચામુંડા મંદિર આવેલું છે. જ્યાં માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે. ગુજરાત તથા ગુજરાત બહારના લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને માની ભક્તિ કરે છે સાથે દર્શન કરે છે.ભકતો દ્વારા ચૂંદડી, શ્રીફળ, સાકર  પ્રસાદ પણ ધરાવે છે.આ નવરાત્રી દરમિયાન વહેલી સવારે તેમજ સાંજે સૂર્યાસ્ત સમયે આરતી થાય છે. તો વળી મંદિર તરફથી લોકો માટે જમવાની ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.  આ નવરાત્રી માં આઠમ ના દિવસે હવન પણ થાય છે.

વધુ વાંચો: આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ, જાણો મા શૈલપુત્રીની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત

યાત્રાધામ પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર 
આજથી ચૈત્રી નવરાત્રી (Chaitra Navratri 2024) નો પ્રારંભ થયો છે. આ તરફ આજે વહેલી પરોઢથી જ યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભક્તો  માં મહાકાળીના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. વિગતો મુજબ મોડી રાતથી જ દર્શન કરવા ભક્તો પહોંચ્યા હતા તો રાત્રીના સમયે ભજન-કીર્તનથી પાવાગઢ ગુંજી ઉઠ્યું હતું. આ સાથે આજે 4 વાગ્યે મંદિરના કપાટ ખુલતા જ વિશેષ મંગળા આરતી કરાઈ હતી. મંદિરમાં ચૈત્રી નવરાત્રી (Chaitra Navratri 2024)  નિમિત્તે માતાજીને વિશેષ શણગાર કરાયો હતો. 

વધુ વાંચો: ચૈત્રી નવરાત્રીમાં ક્યારે કરવી કળશ સ્થાપના? જાણો શુભ મુહુર્ત અને વિધિ

યાત્રાધામ અંબાજીમાં ભક્તો પહોંચ્યા દર્શનાર્થે 
આજથી ચૈત્રી નવરાત્રી (Chaitra Navratri 2024)નો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને પહોંચ્યા છે. મંગળા આરતીમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી. અંબાજી મંદિર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિરમાં સવારે સાડા નવ વાગ્યે ઘટ સ્થાપના કરવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ