બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Chaitra navratri 2024 worship goddess shailputri puja vidhi shub muhurat

Chaitra Navratri 2024 / આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ, જાણો મા શૈલપુત્રીની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત

Arohi

Last Updated: 08:07 AM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રીનો આજે પહેલો દિવસ છે. આજનો દિવસ માતા શૈલપુત્રીને સમર્પિત હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે.

આજે એટલે કે 9 એપ્રિલ 2024થી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા ખૂબ જ દયાળુ અને કૃપાળુ છે. માતા શૈલપુત્રીના મુખ પર કાંતિમય તેજ દેખાય છે. માતા શૈલપુત્રીના ડાબા હાથમાં કમળનું પુષ્પ અને જમણા હાથમાં ત્રિશૂળ હોય છે. તેમની સવારી વૃષભ છે. માતા પોતાના ભક્તોનો ઉદ્ધાર કરી દુખોને દૂર કરે છે. 

કઈ રીતે પડ્યું શૈલપુત્રી નામ? 
આવો જાણીએ કે તેમનું નામ શૈલપુત્રી કઈ રીતે પડ્યું. શૈલનો અર્થ છે પર્વત. પર્વતોના રાજા હિમાલયના ઘરમાં માતા શૈલપુત્રીએ પુત્રી તરીકે જન્મ લીધો હતો. માટે તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. દેવી શૈલપુત્રીને દેવી પાર્વતીના નામથી પણ ઓળખવામાં આવે છે. 

માતા શૈલપુત્રીના પૂજાનું મુહૂર્ત અન તિથિ 
વૈદિક પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિનો આરંભ 8 એપ્રિલે રાત્રે 11.52 મિનિટથી થશે અને તેનું સમાપન 9 એપ્રિલે રાત્રે 8.28 મિનિટ પર થશે. એવામાં 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ જશે. 

માતા શૈલપુત્રીની પૂજા વિધિ 
ચૈત્ર નવરાત્રીના પહેલી દિવસે માતા શૈલપુત્રીની પૂજાની સાથે ઘટસ્થાપના પણ કરવામાં આવે છે. એટલે કે કળશ સ્થાપનાની સાથે નવરાત્રિ પૂજનની શરૂઆત કરવામાં આવે છે. માતા શૈલપુત્રીની પૂજા વિધાનો શુભારંભ કરતા પહેલા સવારે ઉઠીને સ્નાન કરો અને મંદિરની સજાવટ કરો. તેના બાદ કળશની સ્થાપના કરી પૂજા શરૂ કરો. 

માતાની મૂર્તિ કે તસ્વીરને સિંદૂરથી તિલક લગાવ્યા બાદ લાલ રંગના પુષ્પ અર્પિત કરો. તેના બાદ માતાને ફળ અને મિઠાઈ અર્પિત કરો અને માતાની સામે ઘીનો દીવો કરો. માતાની આરતી કરવાની સાથે દુર્ગા ચાલીસાનો પાઠ કરો. તેના બાદ વ્રતનો સંકલ્પ લો. 

માતા શૈલપુત્રીનો ભોગ 
માતા શૈલપુત્રીનો સંબંધ ચંદ્ર સાથે છે માટે તેમને સફેદ રંગના ખાદ્ય પદાર્થનો ભોગ લગાવવામાં આવે છે. જેમ કે ખીર, રસગુલ્લા, પતાશા વગેરે. સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે માતા શૈલપુત્રીને ગાયના ઘીનો ભોગ લગાવો આ ગાયના ઘીથી બનેલી મિઠાઈઓનો ભોગ લગાવો. 

માતા શૈલપુત્રીનો પ્રાર્થના મંત્ર 
ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ॐ शैलपुत्री देव्यै नम:।

માતા શૈલપુત્રીનો ઉપાસનામંત્ર
वन्देवांछितलाभाय चन्दार्धकृतशेखराम्। वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्।।

વધુ વાંચો: આજથી ચૈત્રી નવરાત્રિ શરૂ, પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરવા અપનાવો આ ઉપાય, થશે અપાર લાભ

માતા શૈલપુત્રીની આરતી 
शैलपुत्रीमां बैल असवार।

करेंदेवता जय जयकार।

शिव शंकरकीप्रिय भवानी।

तेरीमहिमा किसी ने ना जानी।

पार्वतीतूउमा कहलावे।

जो तुझेसिमरे सो सुख पावे।

ऋद्धि-सिद्धिपरवान करे तू।

दया करे धनवानकरे तू।

सोमवारकोशिव संग प्यारी।

आरतीतेरी जिसने उतारी।

उसकीसगरी आस पुजा दो।

सगरेदुख तकलीफ मिला दो।

घी का सुंदरदीप जला के।

गोलागरी का भोग लगा के।

श्रद्धाभाव से मंत्र गाएं।

प्रेमसहित फिर शीश झुकाएं।

जय गिरिराजकिशोरी अंबे।

शिव मुख चंद्रचकोरी अंबे।

मनोकामनापूर्ण कर दो।

भक्तसदा सुख संपत्ति भर दो।

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Chaitra navratri 2024 Dharma ચૈત્ર નવરાત્રી ધર્મ માતા શૈલપુત્રી Chaitra Navratri 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ