ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / NRI News / વિશ્વ / અન્ય જિલ્લા / Devkiba Zala US Army Special Forces Selected
ADVERTISEMENT
ADVERTISEMENT
સુરેન્દ્રનગર જીલ્લાના ઝીંઝુવાડા ગામના વતની અને છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં લોસ-એન્જીલસ ખાતે સ્થાયી થનાર કનકસિંહ ઝાલાનો પરિવાર આજે ખુબ જ ખુશખુશાલ છે. તેમની ખુશીનું કારણ છે કે, તેમની દિકરી દેવકીબા ઝાલા. જેમણે અમેરિકન આર્મીમાં રેડીયોલોજી, બાયોલોજી, કેમીકલ અને ન્યુક્લીયર સાયન્સની ટ્રેનીંગ પૂરી કરીને અધિકારી તરીકે સ્થાન મેળવ્યુ છે.
અમેરિકામાં પણ નામની પાછળ બા લગાવીને સંસ્કૃતિને જાળવી
દેવકીબા ઝાલા મૂળ ક્ષત્રિય હોવાથી પહેલેથી જ ઘડતલ હતા, પરંતુ તેમને આ પૂરૂષતાવાદી સમાજ વચ્ચે એક મહિલા તરીકે કાંઇક કરી બતાવવું હતું. એટલે જ તેમને અમેરિકન આર્મીમાં પ્રવેશ મેળવ્યો હતો. જો કે, દેવકીબાને એક હિન્દુ અને સ્વામિનારાયણ ધર્મ પાળતી હતી અને એટલે તેને આર્મીમાં ખાવા-પીવાનો ખુબ જ મુશ્કેલી પડતી હતી. તેમ છતા દેવકીબા એ તમામ મુશ્કેલીઓ પાર કરીને અંતે અમેરિકન આર્મીની ગંભીરમાં ગંભીર ટ્રેનીંગ પૂરી કરી ઉતીર્ણ થઇ છે. એટલુ જ નહીં આજે પણ દેવકીબા અમેરિકામાં ક્ષત્રિય હોવાથી પોતાના નામની પાછળ ‘બા’ લગાવીને ગુજરાતી અને પોતાના કુળની સંસ્કૃતિ જાળવી રાખે છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી રૂપાણીએ દેવકીબા ઝાલાને અભિનંદન પાઠવ્યા
ADVERTISEMENT
દેવકીબા ઝાલા અમેરિકન આર્મીમાં સફળતા પૂર્વક અધીકારી તરીકે નિમણૂંક પામતા ગુજરાત સરકારે પણ તેની પ્રશંસા કરી છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ દેવકીબા ઝાલાને અભિનંદન પાઠવીને સાથે-સાથે દેવકીબા અન્ય દિકરીઓ માટે પણ ઉત્તમ ઉદાહરણ રૂપ હોવાનું જણાવ્યું હતું.
એક તરફ ગુજરાતીઓને દુનિયાભરમાં માત્ર વેપારી કોમ તરીકે જ ઓળખ મળી છે. ત્યારે દેવકીબા ઝાલા જેવી દિકરીઓ પણ ગુજરાતની ઓળખ અલગ રીતે સ્થાપવામાં ઘણી મહેનત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ