બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / Devayat Khavad Case latest update gujarati news

BIG BREAKING / દેવાયત ખવડ બાદ અન્ય બે સાથીદારો પણ પોલીસના શરણે, થઇ શકે છે ચોંકાવનારા ખુલાસા

Dhruv

Last Updated: 03:01 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં જાહેરમાં મયુરસિંહ રાણા પર કરવામાં આવેલા હુમલામાં દેવાયત ખવડ બાદ હવે અન્ય બે સાથીઓએ પણ સામે ચાલીને પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી.

  • દેવાયત બાદ અન્ય બે આરોપીઓ પણ પોલીસ સમક્ષ હાજર
  • દેવાયતની માફક અન્ય આરોપીઓને પણ પોલીસ પકડી ના શકી
  • હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયા પોલીસ સમક્ષ હાજર

રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા હુમલો કરવામાં આવેલી ઘટનામાં સામે ચાલીને અન્ય બે આરોપીઓ પણ હવે પોલીસ સમક્ષ હાજર થઇ ગયા છે. હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયા પોલીસ સમક્ષ હાજર થઇ જતા શક્ય છે કે કદાચ હવે આ કેસમાં વધારે ખુલાસા થઇ શકે. દેવાયત બાદ અન્ય બે આરોપીઓ પણ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થતા એમ કહી શકાય કે અન્ય આરોપીઓને પણ પોલીસ પકડી ના શકી.

રાજકોટમાં મયુરસિંહ રાણા પર હુમલો કરનાર દેવાયત ખવડે ગઇકાલે જાતે પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું હતું. ત્યારે તેને આખી રાત લોકઅપમાં વિતાવી હતી. A-ડિવિઝન પોલીસ રિમાન્ડ માટે આજે દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરશે. પોલીસ 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં દેવાયત ખવડને રજૂ કરશે. દેવાયત સાથેના 2 વ્યક્તિ કોણ હતા તેની પણ વધારે તપાસ હાથ ધરાશે. એ સિવાય દેવાયત ખવડને 10 દિવસ સુધી આશ્રય આપનારા કોણ હતા તેની પણ પોલીસ તપાસ હાથ ધરશે.

દેવાયત ખવડને લઇ વકીલે કર્યો ચોંકાવનારો દાવો
રાજકોટના દેવાયત ખવડના મારામારીના કેસમાં બચાવપક્ષના વકીલે વીડિયોમાં દેખાનાર શખ્સ દેવાયત ખવડ ન હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે કારણ કે CCTVમાં માર મારનારનું મોઢું પણ દેખાતું નથી હોવાનું તેઓનું કહેવું છે.

CCTV ફૂટેજમાં કોઇક વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું: વકીલ
બચાવપક્ષના વકીલ ઉત્કર્ષ દવેના દાવા અનુસાર, તેઓનું કહેવું છે કે, ક્યાંક ને ક્યાંક આ આપસી દુશ્મનીનો મામલો છે એવું સામે આવી રહ્યું છે. પોલીસે 307 હેઠળ આ FIR કરી છે. આ FIR સંપૂર્ણપણે ખોટી છે. જો આ પ્રોસિક્યુશનનો જ કેસ માનવા જઇએ અને જે CCTV ફૂટેજના આધારે FIR કરવામાં આવી છે તે CCTVમાં ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોઇક વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું. તે કોઇક ડંડા અથવા તો લોખંડના પાઇપ વડે એના પર હુમલો કરી રહ્યો છે, તેના પગ પર મારી રહ્યો છે. માથાના ભાગે કોઇએ માર્યું નથી. સાતથી આઠ વખત તેને માર્યું છે અને કોઇ ગંભીર ઇજા એને કરી નથી તો 307નો ઉમેરો તેમાં ક્યારેય થાય નહીં.

હુમલામાં સંડોવણી ધરાવનાર અન્ય શખ્સ હજુ પોલીસ પક્કડથી દૂર
તમને જણાવી દઇએ કે, લોક સાહિત્યકાર દેવાયત ખવડ કે જેની પર મયુરસિંહ રાણા નામની વ્યક્તિને માર માર્યાનો આરોપ લાગ્યો છે. આથી તે છેલ્લા કેટલાંક દિવસથી ફરાર હતો. પરંતુ હવે તે પોલીસના શરણે થઇ ગયો છે. ત્યારે પોલીસ આજે દેવાયત ખવડના રિમાન્ડની માંગ કરશે. મયુરસિંહ રાણા પર હુમલાના બનાવમાં પોલીસે દેવાયત ખવડ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. જોકે બીજી બાજુ હુમલામાં સંડોવણી ધરાવનાર અન્ય શખ્સ હજુ પોલીસ પક્કડથી દૂર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ