બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Dev Uthani Ekadashi 2023 remedies do these remedies on thursday

Dev Uthani Ekadashi / ગુરૂવાર અને એકાદશીનો આજે અદભુત સંયોગ: જો આજના દિવસે આ કામ કરશો, તો મળશે જીવનની તમામ સમસ્યાનું સમાધાન

Arohi

Last Updated: 08:04 AM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dev Uthani Ekadashi 2023: આજે ગુરૂવાર અને દેવઉઠી એકાદશીનો શુભ યોગ બની રહ્યો છે. આજના દિવસે અમુક ઉપાયો કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થશે. જીવનની બધી જ સમસ્યાઓથી છુટકારો મળશે.

  • આજે છે દેવઉઠી એકાદશી 
  • આજના દિવસે કરો આ ઉપાય 
  • જીવનની બધી જ સમસ્યાઓ થશે દૂર 

આજે કાર્તક શુક્લ પક્ષની એકાદશી તિથિ અને ગુરૂવારનો દિવસ છે. એકાદશી તિથિ આજે રાત્રે 9.02 વાગ્યા સુધી રહેશે. કાર્તક શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવોત્થાની એકાદશી માનવામાં આવે છે. દેવઉઠી એકાદશીને પ્રબોધિની એકાદશી અને દેવઉઠી એકાદશીના નામથી પણ જાણવામાં આવે છે. 

શાસ્ત્રોમાં આ એકાદશીનું ખૂબ જ મહત્વ છે. આજના દિવસે ખાસ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે દેવઉઠી એકાદશી અને ગુરૂવારનો શુભ સંયોગ બની રહ્યો છે. એવામાં આ દિવસે વિષ્ણુજીની પૂજાથી અનેક ઘણા વધારે શુભ ફળોની પ્રાપ્તિ થશે. તેના ઉપરાંત આજના દિવસે ખાસ ઉપાયોને પણ જરૂર કરો. આ ઉપાયોને કરવાથી તમારી દરેક મુશ્કેલીઓ દૂર થશે. 

દેવઉઠી એકાદશીના ઉપાય 

  • જો તમે પોતાના જીવનમાં સૌભાગ્યને બનાવી રાખવા માંગો છો તો આજના દિવસે તુલસીના છોડ પર લાલ ચુંદડી અને શ્રી વિષ્ણુને એકાક્ષી નારિયેળ અર્પિત કરો. 
  • જો તમે દરેક ક્ષેત્રમાં સફળ થવા માંગો છો તો આજના દિવસે ભગવાન વિષ્ણુની મૂર્તિ અને તુલસીના છોડની પૂજા કરી તેમને મંદિરમાં દાન કરી દો. 
  • જો તમે પોતાના જીવનને હંમેશા સુખી રાખવા માંગો છો તો આજના દિવસે તમારે લોટ શેકી તેમાં ખાંડ મિક્સ કરી પંજીરીનો પ્રસાદ બનાવવો જોઈએ અને તેમાં કેળાના ટુકડા અને આખા તુલસીના પાન પણ નાખવા જોઈએ. હવે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરો અને તેમને આ પ્રસાદનો ભોગ લગાવો. તેના બાદ બાકી વધેલા પ્રસાદને પરિવારના સદસ્યોને વહેચી દો. 
  • જો તમે પોતાની નોકરીમાં સારી આવક મેળવવા માંગો છો તો આજના દિવસે શ્રી વિષ્ણુને હળદળનો ચાંદલો અને તુલસીના પાનથી તેની પૂજા કરો. પૂજાના બાદ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો. 
  • જો તમે પરણીત છો અને તમારા લગ્ન જીવનમાં કોઈ મુશ્કેલીઓ ચાલી રહી છે તો આજના દિવસે તમારે બન્નેને મળીને દક્ષિણાવર્તી શંખમાં જળ ભળીને શ્રી વિષ્ણુને અર્પિત કરવુ જોઈએ. સાથે જ મંદિરમાં પ્રાંગણમાં કે કોઈ બાગ-બગીચામાં તુલસીનો છોડ રોપવો જોઈએ. 
  • જો તમે પોતાના જીવનમાં ભરપૂર ઉર્જા બનાવી રાખવા માંગો છો તો આજના દિવસે તમારે તુલસીના છોડના મૂળની પાસે એક પાળી રંગનું કપડુ રાખવું જોઈએ અને તુલસીજીને મિશ્રીનો ભોગ લગાવવો જોઈએ. ભોગ લગાવ્યા બાદ વધેલા પ્રસાદને પરિવારના બધા સદસ્યોમાં વહેચી દો અને ત્યાં પીળા રંગના કપડાને બીજા દિવસે બ્રાહ્મણને દાન કરી દો.
  • જો તમારી દિકરીના વિવાહમાં કોઈ પ્રકારની મુશ્કેલી આવી રહી છે તો તેને દૂર કરવા માટે આજના દિવસે તમારે પાંચ તુલસીના પાન પર હળદરનો તિલક કરી શ્રી હરિને અર્પિત કરવું જોઈએ. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ