બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાતમાં વિશ્વનું એકમાત્ર સુદામાજીનું મંદિર, 13મી સદી છે ભક્તોની આસ્થાનું કેન્દ્ર

દેવ દર્શન / ગુજરાતમાં વિશ્વનું એકમાત્ર સુદામાજીનું મંદિર, 13મી સદી છે ભક્તોની આસ્થાનું કેન્દ્ર

Vishal Dave

Last Updated: 06:30 AM, 4 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન કૃષ્ણના બાલ સખા સુદામાની પણ જન્મભૂમી અને કર્મભૂમી પોરબંદર છે. એટલે જ તો પોરબંદર સુદામાપુરીના નામથી પણ ઓળખાય છે

સૌરાષ્ટ્રના પશ્ચિમ દરિયા કિનારે વસેલું પોરબંદર અનેક વિશેષતાઓથી જગપ્રસિદ્ધ છે. સમગ્ર વિશ્વને સત્ય, અહિંસાનો પાઠ ભણાવનાર મહાત્મા ગાંધીનુ જન્મસ્થળ છે, તો ભગવાન કૃષ્ણના બાલ સખા સુદામાની પણ જન્મભૂમી અને કર્મભૂમી પોરબંદર છે. એટલે જ તો પોરબંદર સુદામાપુરીના નામથી પણ ઓળખાય છે. શહેરની મધ્યમાં આવેલા સુદામાચોકમાં સુદામાનું મંદિર આવેલું છે જેનું અનેરુ મહાત્મય છે.

1

ઐતિહાસિક દ્રષ્ટીએ જોઈએ તો પોરબંદરનુ નામ બે શબ્દોની સંધી વડે બનેલું છે. "પોરઇ" સ્થાનિક માતાજીનુ નામ અને "બંદર" મતલબ કે પોર્ટ. ઘણી જગ્યાએ આ સ્થળને 'પૌરવેલાકુલ' તરીકે પણ ઓળખાવેલ છે. આ નામ ૧૦મી સદી સુધી વપરાશમાં હોવાનુ જાણવા મળે છે. શહેરના સુદામાચોકમાં સુદામા મંદિર આવેલું છે મંદિરમાં વચ્ચે સુદામાની મનમોહક મૂર્તિ બિરાજમાન છે અને તેમની જમણી બાજુ તેમના ધર્મપત્ની સુશીલાજીની મૂર્તિ બિરાજમાન કરવામાં આવેલી છે. જ્યારે ડાબી બાજુમાં રાધાકૃષ્ણ બિરાજતા દ્રશ્યમાન થાય છે. ભગવાન કૃષ્ણ અને સુદામાની પવિત્ર મિત્રતાના સંબધને આજે પણ લોકો નિસ્વાર્થ મિત્રતાના પ્રતિક સમાન ગણે છે.

2

ઈતિહાસ પર નજર કરીએ તો 13મી સદીમાં આ સ્થળે સુદામાજીનુ નાનું મંદિર હતું. ત્યારબાદ 1900ની સાલમાં પોરબંદરના મહારાજા ભાવસિંહજીએ મંદિરનું નવનિર્માણ કરાવ્યુ ત્યારે, નાનું મંદિર ભવ્ય વિશાળ મંદિરના સ્વરુપમાં ફેરવાઈ ગયુ હતુ. સુદામાજીના આ મંદિરના નવનિર્માણમાં સૌરાષ્ટ્રની નાટક કંપનીએ પણ મહત્વનુ યોગદાન આપ્યું હતુ. ઈ.સ. 1904માં મંદિર અને સત્સંગ હોલનુ નિર્માણ થયુ હતુ. આ પવિત્ર મંદિરે દેશ વિદેશથી ભાવિકો દર્શને આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. સુદામા મંદિર પાસે આવેલો સુદામા કુંડ ગંગા નદી જેટલો પવિત્ર માનવામાં આવે છે. દર્શને આવતા ભાવિકભક્તો અહિંયાથી કુંડનુ જળ પોતાની સાથે પ્રસાદ સ્વરુપે લઈ જાય છે.

3

પૌરાણિક કથા પ્રમાણે સુદામાની આર્થિક પરિસ્થિતિ ખુબ જ ખરાબ હોવાથી તેમના પત્નીએ સુદામાને તેમના મિત્ર ભગવાન કૃષ્ણ પાસે દ્વારકા જવા કહ્યુ હતુ. ત્યારે પોતાના ઘરમાં કશું નહીં હોવાથી સુદામા આસપાસના ચાર-પાંચ ઘરમાંથી જે તાંદુલ માંગી લાવ્યા હતા તે તાંદુલ મિત્ર કૃષ્ણ માટે પોતાની ફાટેલી પોતળીમા લઈ ગયા હતા અને ભગવાને તે તાંદુલ ખુશી-ખુશી આરોગ્યા હતા.

5

આ પણ વાંચોઃ જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ! દેવશયની એકાદશી પર કરો તુલસીના આ ટોટકા

આજે પણ બહારથી આવતા યાત્રાળુઓ સુદામા મંદિરે આવે છે, ત્યારે તેમની સાથે પોટલીમાં તાંદુલ લઈને આવી સુદામાને અર્પણ કરે છે. અને તેની પાછળનુ મહાત્મય એવુ છે કે, તેઓ પણ સુદામાને પ્રાથના કરે છે કે દ્વારકા જતી વેળાએ ભગવાન કૃષ્ણને આ તાદુંલ અર્પણ કરે.

6

અહીં ભગવાન કૃષ્ણ અને સુદામાના મિલનની પૌરાણિક કથાને પણ તાંદુલના પ્રસાદ થકી યાદ કરવામાં આવે છે, જ્યાં સુદામાએ શ્રીકૃષ્ણને ભેટમાં આપેલા તાંદુલ ખાવાથી તેમની દરિદ્રતા દૂર થઈ હતી. મંદિર પરિસરમાં "લખચોરાસી" ની પ્રદક્ષિણા કરવાની માન્યતા છે. કહેવાય છે કે આ ફેરા કરવાથી ચોરાસી લાખ યોનિના ફેરામાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sudama Mandir Dev darshan Porbandar
Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ