ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ! દેવશયની એકાદશી પર કરો તુલસીના આ ટોટકા

ધર્મ / જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ! દેવશયની એકાદશી પર કરો તુલસીના આ ટોટકા

Last Updated: 06:06 PM, 3 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Devshayani Ekadashi 2025: ધાર્મિક ગ્રંથોમાં એકાદશીના ઉપવાસને પુણ્યશાળી ગણાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે તુલસી સંબંધિત કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ ઝડપથી મળે છે.

ADVERTISEMENT

Devshayani Ekadashi 2025 : હિન્દુ ધર્મમાં દેવશયની એકાદશી ખૂબ જ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, આ એકાદશી અષાઢ મહિનાના શુક્લ પક્ષની તિથિએ આવે છે અને આ દિવસથી ચાતુર્માસ શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે બ્રહ્માંડના રક્ષક ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે અને કાર્તિક મહિનાની દેવઉઠની એકાદશી પર જ જાગે છે.

VISHNU-1

પંચાંગ અનુસાર, આ વર્ષે દેવશયની એકાદશીનું વ્રત રવિવાર, 6 જુલાઈના રોજ રાખવામાં આવશે. આ શુભ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે, ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને તુલસી માતાના વિશેષ ઉપાયો પણ અપનાવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે, તેથી એકાદશી પર તુલસી સંબંધિત કેટલાક ઉપાયો કરવાથી વિશેષ લાભ થાય છે. તો, ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

દેવશયની એકાદશી પર તુલસી પાસે દીવો પ્રગટાવો

દેવશયની એકાદશીના દિવસે સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તના જીવનમાંથી ગરીબી, રોગ, કલહ અને નિષ્ફળતા જેવા અવરોધો દૂર થાય છે.

આ દિવસે શુદ્ધ માટી અથવા પિત્તળનો દીવો લો અને તેમાં ગાયનું ઘી અથવા તલનું તેલ નાખો. પછી તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો. આ પછી, તુલસીજીની 3 કે 7 વાર પરિક્રમા કરો. જોકે, ખાસ ધ્યાન રાખો કે આ દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ કે ન તો પાણી ચઢાવવું જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે તુલસી માતા પણ આ દિવસે ઉપવાસ કરે છે.

TULSI-1

તુલસીને લાલ ચુંદડી અર્પણ કરો

ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો તમે દેવશયની એકાદશીના દિવસે તુલસી માતાને લાલ રંગની ચુંદડી અર્પણ કરો છો, તો તે તમારા પારિવારિક જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આનંદ લાવે છે. ઉપરાંત, આ ઉપાય દામ્પત્ય જીવનમાં મધુરતા લાવે છે અને માનસિક તણાવ પણ ઘટાડે છે.

આ દિવસે, સવારે સ્નાન કર્યા પછી, શુદ્ધ મનથી તુલસી માતા પાસે જાઓ અને તેમને મક્તિભાવથી હળવા લાલ અથવા તેજસ્વી લાલ રંગની નાની ચુંદડી અર્પણ કરો. આ પછી, વિધિ અનુસાર તુલસી માતાની પૂજા કરો.

Vtv App Promotion

તુલસી પર કલાવો બાંધો

દેવશયની એકાદશી પર તુલસીના છોડ પર કલાવ (મૌલી) બાંધવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ ઉપાય મનોકામનાઓ પૂર્ણ કરવા માટે અત્યંત અસરકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી જાતકોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આ પણ વાંચો : પાસપોર્ટ કઢાવવો હવે રમત વાત! ઓફિસ ગયા વગર ઘરે બેઠા જ મળશે સુવિધા

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Religion Tulsi Puja Devshayni ekadashi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ