ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / ગુજરાતનું પ્રથમ સાઈબાબા મંદિર, જ્યાં સોનાના સિંહાસન પર બિરાજમાન છે સાઈબાબા, પરચા અપરંપાર

દેવ દર્શન / ગુજરાતનું પ્રથમ સાઈબાબા મંદિર, જ્યાં સોનાના સિંહાસન પર બિરાજમાન છે સાઈબાબા, પરચા અપરંપાર

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:30 AM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાડિયામાં આવેલુ સાંઈબાબાનુ મંદિર મીની શિરડી ધામ તરીકે ખ્યાતિ પામ્યું છે. દર ગુરુવારે સાઁઈ મંદિરમાં થતી મહાઆરતીમાં 500થી વધુ વ્યક્તિઓ જોડાય છે.

ADVERTISEMENT

અમદાવાદના ખાડિયામાં વર્ષો જુનું સાંઈબાબાનું મંદિર આવેલુ છે. મંદિરની સ્થાપના 1960માં કરવામાં આવી હતી. બાબાનું આ મંદિર ગુજરાતનું પ્રથમ સાઈ મંદિર છે. સાંઈબાબાના મંદિરે વર્ષોથી ખાડિયાની આજુબાજુના અનેક વિસ્તારના લોકો નિયમિત દર્શન કરવા આવે છે. અને ધન્યતા અનુભવે છે. સાંઈબાબાને ભારતમાં ઇશ્વરિય અવતાર તરીકે પૂજવામાં આવે છે. સાંઈબાબાએ સબકા માલિક એક સૂત્ર આપ્યુ હતુ, તેમનો મહિમા અપરંપાર છે. મહારાષ્ટ્રમાં આવેલા શિરડીમાં સાંઈબાબાની મુખ્ય સમાધિ આવેલી છે. સાંઈબાબાનું વર્ષો જૂનૂ પ્રખ્યાત મંદિર અમદાવાદના ખાડિયામાં આવેલું છે. આ મંદિરે દર્શન કરવા આવતા ભાવિકોને શિરડીમાં દર્શન કર્યા જેટલું જ ફળ મળે છે. એવી લોકવાયકા છે.

d 2

ગુજરાતનું પ્રથમ સાઈબાબા મંદિર

અમદાવાદના રાયપુરમાં આવેલા સાઈબાબાના મંદિરની સ્થાપના 1960માં કરવામાં આવી હતી. સ્વામિનારાયણના પરમ પૂજ્ય યોગીજી મહારાજના હસ્તે સાંઈબાબાની આરસની મૂર્તિનું સ્થાપના કરવામાં આવ્યુ હતું. આ મંદિર ગુજરાતનું પ્રથમ સાઈબાબાનું મંદિર છે. શીરડીના મંદિર જેવી જ સાઈબાબાની મૂર્તિની સ્થાપના આ મંદિરમાં કરવામાં આવી છે. રામનવમી, શિવરાત્રી, ગુરુપૂર્ણિમા દિવસે મંદિરે ખાસ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. દર ગુરૂવારે સાઈબાબાના દર્શન કરવા દસ હજારથી પણ વધારે શ્રદ્ધાળુઓ બાબાના મંદિરે આવે છે. ખાડિયામાં આવેલુ સાંઈબાબાનુ મંદિર મીની શિરડી ધામ તરીકે ખ્યાતિ પામ્યું છે. દર ગુરુવારે સાઁઈ મંદિરમાં થતી મહાઆરતીમાં 500થી વધુ વ્યક્તિઓ જોડાય છે. સાંઈ મંદિર ખાડિયાના સાંઈ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. સાંઈબાબાને મંદિરમાં સોનાના સિહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા છે. બાબાની સાથે રાધાકૃષ્ણ પણ મંદિરમાં બિરાજમાન છે. મંદિરમાં બાબાની સુતેલી મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે. મંદિર પરિસરમાં ભગવાન શંકરનું નાનું શિવાલય પણ બનાવવામાં આવેલુ છે.

છ દાયકાથી ખાડિયામાં બિરાજમાન સાઈબાબા

મંદિરમાં ઝળહળતી અખંડ જ્યોત શિરડીથી લાવવામાં આવી છે. અને શિરડીના મંદિરની જેમ અમદાવાદના સાંઈબાબા મંદિરમાં અખંડ દીવો રાખવામાં આવ્યો છે. મંદિરે આવતા ભક્તો સાંઈબાબાના અને અખંડ દીવાના દર્શન કરી ઘન્ય થાય છે. મંદિરમાં સાંઈબાબાના જીવનના પ્રસંગોની ઝાંખી કરાવતા સાંઈબાબાના ફોટા રાખવામાં આવ્યા છે. મંદિરે નિયમિત દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ બાબાના દર્શન કર્યા બાદ મંદિરમાં સેવા આપે છે ત્યારે ભક્તિ સાથે સેવાનો અનોખો સંગમ થાય છે. ગુરુવારનો દિવસ સાંઈબાબાના દિવસ તરીકે ઓળખવામાં આવે છે, આ દિવસે ખાડિયા ખાતે આવેલા સાંઈબાબાના મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. ગુરુવારે સાંઈ મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં 500 લોકો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. દર ગુરુવારના દિવસે મંદિરમાં ભક્તોની ભીડ વધારે હોવાથી ૫૦૦થી વધારે ભક્તો ગુરુવારની મહાપ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવે છે. મંદિરમાં સદાવ્રત ચલાવવામાં આવે છે. અને ભક્તો દ્વારા જ સદાવ્રતનો પ્રસાદ બનાવામાં આવે છે. જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તો લે છે.ખાડિયાના સાંઈબાબા મંદિર ખાતે રોજે સવારે ૭ વાગ્યે અને સાંજે 7 વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આરતીનો લ્હાવો લેવા મંદિરમાં સાંઈબાબાના ભક્તોની ભારે ભીડ જામે છે. સાંઈબાબાના મંદિરે બુંદીના લાડુ, પેંડા અને રેવડીની પ્રસાદીનું ખાસ મહત્વ છે. મંદિરે ધંધા રોજગાર સંતાન પ્રાપ્તિ સહિતની બાધા આખડીઓ પૂર્ણ કરવા લોકો દૂર દૂરથી આવે છે.

d 1

દર ગુરુવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે.

સાંઈબાબાના મંદિરે ગુરુવારે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે. જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે કે સમસ્યા આવે, ત્યારે ભાવિકો સાંઈબાબાના ૫,૭ કે ૧૧ ગુરુવાર દર્શન કરવાની માનતા રાખે છે અને તેમની સમસ્યાનું નિવારણ ચોક્કસ આવવાની તેમને અતૂટ શ્રદ્ધા છે. અને એટલે જ સાંઈબાબાના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની મુશ્કેલીઓ અને સમસ્યાઓ સાઈબાબા સામે રજૂ કરી તેનું નિવારણ મેળવે છે. ઘણા ભાવિકો નાનપણથી બાબાની ભક્તિમાં એવા તો લીન છે કે તેમને બાબાનો સતત સાક્ષાત્કાર થાય છે. ગુરુવારે સાંઈબાબાનો અનોખો શણગાર કરવામાં આવે છે. ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં દર્શન કરવા દર ગુરુવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. મંદિર સવારે પાંચ વાગ્યે ખુલે છે, છ વાગીને ત્રીસ મિનિટે મંગળા આરતી કરવામાં આવે છે, સાત વાગે શણગાર આરતી અને અગિયાર વાગે બાબાને વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. સાંજની આરતી સાત વાગે કરવામાં આવે છે. સાઈબાબા મંદિરમાં ભક્તો દ્વારા ભજન, રામધુન, ગરબા, શ્રુતિ અને વિવિધ

d 3

આ પણ વાંચો: કોળિયાક પાસે બિરાજે નિષ્કલંક મહાદેવ, સમુદ્ર કરે છે જળાભિષેક, કથા રોચક

મંદિરમાં ઝળહળતી અખંડ જ્યોત શિરડીથી લાવવામાં આવી છે

મંદિર ખાતે દિવાળી, રામનવમી, દશેરા, ગુરુપૂર્ણિમા, દત્ત જયંતિ અને દિવાળીના દિવસે મોટા કાર્યક્રમો કરી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ગુરુપૂર્ણિમાના દિવસે મંદિરે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ભક્તોને બાબા પર અતુટ વિશ્વાસ છે. ગુરુવારના દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થવાની માન્યતા છે. સાંઈબાબાના મંદિરે શ્રદ્ધાળુઓ પોતાની સમસ્યાઓ સાઈબાબા સામે રજૂ કરે છે. ભારતના દરેક ખૂણે સાંઈબાબાના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં ગુરુવારે ભક્તોની ભારે ભીડ જામે છે. ભારતમાં લાખો શ્રદ્ધાળુઓ શીરડીના સાંઈબાબા સમક્ષ શીશ નમાવે છે. ભક્તોની સહાય માટે સાંઈબાબા હાજરાહજૂર છે, તેવી સાંઈ ભક્તોની અતૂટ માન્યતા છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dev Darshan Sai Mandir Sai Baba Templ

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ