બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPLમાંથી બહાર થનાર મુસ્તફિજુર રહેમાનની નેટવર્થ જાણીને તમે પણ ચોંકશો

સ્પોર્ટ્સ / IPLમાંથી બહાર થનાર મુસ્તફિજુર રહેમાનની નેટવર્થ જાણીને તમે પણ ચોંકશો

Jinal Chauhan

Last Updated: 10:00 AM, 8 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિજુર રહેમાન ફરી એકવાર લાઈમલાઈટમાં છે. આ વખતે કારણ એમની મેચ નહીં પણ આઈપીએલ 2026થી બહાર થવાનું અને તેની સાથે જોડાયેલો વિવાદ છે. કોલકાતા નાઈટરાઈડર્સે આઈપીએલ 2026ના મીની ઓક્શનમાં મુસ્તફિજુરને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યુ હતું.

બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિજુર રહેમાન ફરી એકવાર લાઈમલાઈટમાં છે. આ વખતે કારણ એમની મેચ નહીં પણ આઈપીએલ 2026થી બહાર થવાનું અને તેની સાથે જોડાયેલો વિવાદ છે. કોલકાતા નાઈટરાઈડર્સે આઈપીએલ 2026ના મીની ઓક્શનમાં મુસ્તફિજુરને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યુ હતું. જો કે થોડાક દિવસ પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. બાંગ્લાદેશમાં હિંદુઓ સામે થઈ રહેલી હિંસા વચ્ચે ભારતીય સોશિયલ મીડિયા પર તેમનો ગુસ્સો આઈપીએલ સુધી પહોંચ્યો અને કેકેઆરને નિશાન બનાવવામાં આવી. આ જોઈને બીસીસીઆઈએ હસ્તક્ષેપ કર્યો અને કેકેઆરને મુસ્તફિજુરને રિલીઝ કરવાનો આદેશ આપ્યો. ત્યારપછી ફ્રેન્ચાઈઝીએ તેમને સ્ક્વોડમાંથી બહાર કરી દીધો.

કરોડોની સંપતિના માલિક છે મુસ્તફિજુર

આઈપીએલથી બહાર થવા છતા મુસ્તફિજુર રહેમાનની આર્થિક સ્થિતિ મજબૂત છે. એક રિપોર્ટ પ્રમાણે તેની કુલ નેટવર્થ લગભગ 11 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. તેની કમાણીના ઘણા સોર્સ છે બાંગ્લાદેશ માટે ઈન્ટરનેશન ક્રિકેટ રમવાથી મળતી ફી, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને અલગ અલગ ટી 20 લીગથી તેને સારી આવક થાય છે. આઈપીએલ ઉપરાંત તે દુનિયાના ઘણી સારી એવી મેચમાં રમી ચુક્યા છે જેનાથી તેની કમાણી સતત વધી રહી છે.

Mustafizur Rahman

30 વર્ષીય મુસ્તફિઝુર રહેમાનને બાંગ્લાદેશના સૌથી વિશ્વસનીય ફાસ્ટ બોલર્સમાંથી એક છે જેણે બાંગ્લાદેશ માટે 15 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 31 વિકેટ લીધી છે. ODI ફોર્મેટમાં તેણે 116 મેચમાં 177 વિકેટ લીધી છે જ્યારે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેમણે 126 મેચમાં 158 વિકેટ લીધી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ઉત્તરાયણના દિવસે રાજકોટમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે મેચ, જાણો ટીકિટનો ભાવ

મુસ્તફિઝુરને IPLમાં સારો એવો અનુભવ છે. તેણે અત્યાર સુધીમાં 60 મેચ રમી છે અને 65 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી ટીમ તરફથી મેચ રમી છે.

મુસ્તફિઝુરને IPLમાંથી બહાર કર્યા પછી વિવાદ વકર્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ટી 20 વર્લ્ડકપ 2026 માટે ભારત આવવાથી ઈન્કાર કરી દીધો અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેચ શ્રીલંકા શિફ્ટ કરવાની માંગ કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bangladesh fast bowler Mustafizur Rahman earnings IPL 2026 news
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ