ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ઉત્તરાયણના દિવસે રાજકોટમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે મેચ, જાણો ટીકિટનો ભાવ

Rajkot / ઉત્તરાયણના દિવસે રાજકોટમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે મેચ, જાણો ટીકિટનો ભાવ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:12 PM, 7 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs New Zealand Match : ભારતીય ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં 2026 ની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમશે.

ADVERTISEMENT

India vs New Zealand Match : ભારતીય ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં 2026 ની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમશે. ભારત બનામ ન્યુઝીલેન્ડ શ્રેણીની પહેલી મેચ 11 જાન્યુઆરીએ બરોડામાં રમાશે. ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં ત્યાં પહોંચશે અને પોતાની તૈયારીઓ શરૂ કરશે. શ્રેણીની બીજી મેચ 14 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે મેચ 14 જાન્યુઆરીના રાજકોટના જામનગર રોડ પર આવેલા ખંડેરી સ્થિત સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ માટેની ટિકિટોનું બુકિંગ 'BookMyShow' પ્લેટફોર્મ શરૂ થઈ ગયું છે. એસોસિએશને ટિકિટના દરો 1500 થી લઈને 7000 સુધી નક્કી કર્યા છે. સ્ટેડિયમની બેઠક વ્યવસ્થાને ઈસ્ટ સ્ટેન્ડ, વેસ્ટ સ્ટેન્ડ અને સાઉથ પેવેલિયન એમ ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવી છે.

IND vs NZ

સ્ટેન્ડ મુજબ ટિકિટના દરો

વેસ્ટ સ્ટેન્ડ: લેવલ 1 માટે 2000, જ્યારે લેવલ 2 અને 3 માટે 2500 રૂપિયા છે. આ સ્ટેન્ડમાં કોર્પોરેટ બોક્સની ટિકિટ સૌથી મોંઘી એટલે કે 7000 છે.

ઈસ્ટ સ્ટેન્ડ: લેવલ 1, 2 અને 3 માટે ટિકિટની કિંમત 1,500 છે.

સાઉથ પેવેલિયન: અહીં લેવલ 3 માટે 3000 રૂપિયા, લેવલ 2 માટે 5000 અને લેવલ 1 માટે 7000 હજાર રૂપિયા. અહીંના કોર્પોરેટ બોક્સની કિંમત 6 હજાર રૂપિયા.

vtv app promotion

આ પણ વાંચોઃ વર્લ્ડ કપ પહેલા વૈભવ સૂર્યવંશીએ મચાવી ધમાલ, વનડેમાં ફટકારી શાનદાર સદી

બીસીસીઆઈએ તાજેતરમાં આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. શુભમન ગિલ ફરી એકવાર કેપ્ટન છે, અને રોહિત શર્માને પણ વિરાટ કોહલી સાથે શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે શ્રેયસ ઐયરને શ્રેણી માટે ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે, તે ફક્ત ત્યારે જ રમી શકશે જો તે સંપૂર્ણપણે ફિટ હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Cricket Match Ind Vs NZ BCCI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ