બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / deputy cm devendra fadnavis welcomed by a divyang girl in jalgaon

માનવીય પગલું / દેવેન્દ્ર ફડણવીસે જીતી લીધું દિલ, દિવ્યાંગ છોકરી પાસે પગથી કરાવ્યું તિલક-આરતી, ભાવુક પોસ્ટ લખીને વધાવી દીકરીને

Hiralal

Last Updated: 04:14 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક દિવ્યાંગ છોકરીનું કેવું બહુમાન કર્યું તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

  • મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દિલ જીતી લેતું કામ કર્યું 
  • જલગાંવમાં દિવ્યાંગ છોકરીના પગથી માથે તિલક કરાવ્યું
  • સાથે આરતી પણ ઉતારાવી, દીકરીને આપ્યું બહુમાન 

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો એક દિવ્યાંગ યુવતી દ્વારા પગથી તિલકવાળો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દિવ્યાંગ છોકરી દેવેન્દ્ર ફડણવીસના કપાળ પર પગ વડે તિલક કરીને આરતી ઉતારતી જોવા મળે છે. 

દિવ્યાંગ યુવતીએ નાયબ મુખ્યમંત્રીની 'આરતી' ઉતારી 
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, વિકલાંગ યુવતીના હાથ નથી એટલે તેણે ફડણવીસને પગેથી તિલક કર્યું હતું અને આરતી ઉતારી હતી. આ પછી, નાયબ મુખ્ય પ્રધાન થોડા પૈસા છોકરીની થાળીમાં મૂકે છે આ પછી છોકરી ચાલી જાય છે અને તેઓ હાથ જોડીને તેના જુસ્સાને સલામ કરતાં ઊભા રહ્યાં. 

વીડિયો શેર કરીને ઈમોશનલ પોસ્ટ શેર કરી
દિવ્યાંગ યુવતીનો વીડિયો શેર કરતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, "તેની આંખો તેજસ્વી અને ઉગ્ર હતી, જાણે નિયતિને પડકારતી હોય અને કહેતી હોય કે, શું તમે મને હરાવશો? મારે કોઈની સહાનુભૂતિ નથી જોઈતી, મારે દયા નથી જોઈતી. હું મજબૂત છું. આ જોઈને મેં માત્ર એટલું જ કહ્યું, "તાઈ, સંઘર્ષ કરતા રહો." અમે બધા તમારી સાથે છીએ. 

દીપ સ્તંભ ફાઉન્ડેશનના કાર્યક્રમમાં બન્યો ભાવુક પ્રસંગ 
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ મંગળવારે  જલગાંવ પહોંચ્યા હતા, જ્યાં તેમણે દીપ સ્તંભ ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ જ કાર્યક્રમમાં વિકલાંગ છોકરીએ ફડણવીસને પગના પંજા વડે કપાળ પર તિલક લગાવી આરતી ઉતારી હતી. છોકરીના બંને હાથ નથી. દીપ સ્તંભ ફાઉન્ડેશન દિવ્યાંગ બાળકો માટે કામ કરે છે. તે બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં મદદ કરે છે અને ઉચ્ચ શિક્ષણમાં પણ મદદ કરે છે. આ ઘટના બાદ ફડણવીસે સોશિયલ મીડિયામાં એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ