બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / demat account holders enable two factor authentication before 30 september

તમારા કામનું / ફટાફટ પતાવી લેજો ડીમેટ ખાતા સાથે જોડાયેલું આ કામ, નહીં તો અટકી જશે શેરબજારની તમારી કમાણી

Arohi

Last Updated: 03:36 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડીમેટ ખાતા ધારકો 30મી સપ્ટેમ્બર, 2022 પછી ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનને ઈનેબલ કર્યા વિના તેમના ડીમેટ ખાતામાં લોગ ઇન કરી શકશે નહીં.

  • ડીમેટ ખાતા ધારકો ધ્યાન આપો 
  • ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન ઈનેબલ કરવુ જરૂરી 
  • નહીં તો નહીં થઈ શકે લોગ ઈન 

જો તમે ડીમેટ ખાતાધારક છો અને તમે ડીમેટ ખાતા દ્વારા શેરબજારમાં શેર ખરીદો છો અથવા વેચો છો તો તમારે હવેથી સાવધ રહેવાની જરૂર છે. કારણ કે 14મી જૂનના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, ડીમેટ ખાતાધારકો માટે 30મી સપ્ટેમ્બર, 2022 સુધીમાં ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશનને ઈનેબલ કરવું ખૂબ જ જરૂરી છે. 

જ્યાં સુધી તમે ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશનને ઈનેબલ કરશો નહીં, તો તમે 1લી ઓક્ટોબર 2022થી તમારા ડીમેટ એકાઉન્ટમાં લૉગિન કરી શકશો નહીં. જેના કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી હવેથી 30મી સપ્ટેમ્બર પહેલા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનને સક્ષમ કરાવી લો. 

NSEના પરિપત્રમાં સામે આવી આ વાત 
NSEએ તેના એક પરિપત્રમાં જણાવ્યું છે કે ખાતાધારકો તેમના ડીમેટ ખાતામાં લોગ-ઈન કરવા માટે ઓથેન્ટિકેશન ફેક્ટર્સ પૈકીના એક તરીકે બાયોમેટ્રિક બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો પણ ઉપયોગ કરી શકે છે. આની સાથે બીજી રીત નોલેજ ફેક્ટર પણ હોઈ શકે છે, જેના હેઠળ પાસવર્ડ અથવા પિન સ્વરૂપે કંઈક એવું હોવું જોઈએ જે ફક્ત યુઝરને જ ખબર હોય. આ ઉપરાંત એક પોઝેશન ફેક્ટર પણ હોઈ શકે છે. તેનું એક્સેસ ફક્ત યુઝરની પાસે હોય છે. 

તમને જણાવી દઈએ કે સ્માર્ટફોન અથવા ડેસ્કટોપ પર વન-ટાઇમ પાસવર્ડ (OTP), સિક્યુરિટી ટોકન અથવા ઓથેન્ટિકેટર એપ્સ. ગ્રાહકોને ઈમેલ અને એસએમએસ બંને દ્વારા OTP મળશે. એવામાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન શક્ય ન હોય તેવા કિસ્સામાં સભ્યોએ પરિપત્ર મુજબ નોલેજ ફેક્ટર (પાસવર્ડ/પીન), પઝેશન ફેક્ટર (ઓટીપી/સિક્યોરિટી ટોકન) અને યુઝર આઈડીનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યાર બાદ જ ખાતાધારકો તેમના ડીમેટ ખાતામાં લોગ ઇન કરી શકશે.

ડીમેટ એકાઉન્ટમાં આ રીતે ઈનેબલ કરો ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન 
જો તમે તમારા ડીમેટ ખાતામાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનને ઈનએબલ કરવા માંગો છો તો તમારે પાસવર્ડ/પીન અથવા OTP/સિક્યોરિટી ટોકન સાથે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવાની જરૂર છે. ત્યારપછી, પાસવર્ડ/પીનનો ઉપયોગ કરીને ડીમેટ એકાઉન્ટ્સમાં લૉગિન કરવાની મંજૂરી આપવામાં આવશે. 

આ પછી અપસ્ટોક્સ યુઝર્સે OTP અને PIN નાખવો પડશે. બીજી તરફ, મોબાઇલમાં લોગિન થવાના કિસ્સામાં, OTP અથવા PIN સાથે બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરવો પડશે. આ સાથે તમે TOTP પ્રાપ્ત કરવા માટે તમારા મોબાઇલ અને પીસીમાં ગૂગલ ઓથેન્ટિકેટર એપ્લિકેશન અથવા માઇક્રોસોફ્ટ ઓથેન્ટિકેટર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ