ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અજબ ગજબ / demand of noorjahan mangoes in gujarat is high

નૂરજહાં / ગુજરાતમાં 'નૂરજહાં' કેરીની ડિમાન્ડ જોરદાર, એક નંગની કિંમત કેસર કેરીના આખા બોક્સ જેટલી, એડવાન્સ બુકિંગ માટે પડાપડી

Published By: Jaydeep Shah

Last Updated: 04:41 PM, 21 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં મોટાપાયે નૂરજહાં કેરીનું એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે, જે એક કેરીની કિંમત લગભગ એક હજાર રૂપિયા કરતા પણ વધારે છે.

ADVERTISEMENT

  • એક હજાર કરતા પણ વધારે રૂપિયામાં મળે છે એક કેરી 
  • કેરીનું નામ નૂરજહાં કેરી છે 
  • ગુજરાતમાં મોટેપાયે થઇ રહ્યું છે એડવાન્સ બુકિંગ 

શું તમે ક્યારેય એક હજારથી વધારે રૂપિયાની એક કેરી ખરીદી છે? આવી કેરી તમે કદાચ જ જોઈ હશે. આજકાલ આવી કેરીનું ખૂબ જ બુકિંગ થઇ રહ્યું છે. આ કેરી ગયા વર્ષે 700 રૂપિયામાં વહેંચાઇ રહી હતી, પરંતુ આ વર્ષે કિંમત વધીને બમણા જેટલી થઇ ગઈ છે. આ કેરી માર્કેટમાં જુલાઈ સુધીમાં આવી જશે. ગુજરાતમાં લોકો મોટાપાયે આ કેરીનું એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. દેશ વિદેશના અમીર ઘરાનાનાં લોકોને કેરી ખૂબ જ પસંદ પડે છે. સામાન્ય રીતે દિલ્હીમાં અનેક પ્રકારની કેરીઓ 50-60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે, પરંતુ માત્ર એક કેરી 'નૂરજહાં' એક હજાર રૂપિયાથી વધુમાં વહેંચાઇ રહી છે.

નૂરજહાંને કેરીઓની રાણી કહેવામાં આવે છે 
નૂરજહાં કેરી સૌથી પહેલા અફઘાનિસ્તાનમાં થઇ હતી. નૂરજહાં મુગલકાળની એક શક્તિશાળી રાણી હતી. તેમના નામથી જ આ કેરીને ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે કેરીની રાણી. ભારતમાં આ કેરી મધ્યપ્રદેશમાં ઇન્દોર સીટીથી લગભગ 250 કિલોમીટર દૂર કટ્ઠીવાડામાં ઉગાડવામાં આવે છે. કટ્ઠીવાડા અલીરાજપુરા જીલ્લામાં પડે છે, જે ગુજરાતથી પણ નજીક છે. કટ્ઠીવાડાની ખેતીની ભૂમિ પર ઘણા બધા બગીચાઓ છે. જ્યાં લોકો કેરીના બગીચામાં નૂરજહાંના ઝાડ સાથે તસવીરો પડાવવા પણ આવતા રહે છે.

3 કિલોથી પણ વધારે હોય છે આ કેરીનું વજન 
નૂરજહાંનું સરેરાશ વજન 2.75 કિલો હોય છે. ઘણી વાર 4 કિલો સુધીની કેરી પણ માર્કેટમાં જોવામાં આવી છે. આ કેરી એક ફૂટ સુધી લાંબી હોય છે, જેનાં વૃક્ષો પર જાન્યુઆરીથી જૂન સુધીમાં ફળ પાકીને તૈયાર થઇ જાય છે. આ કેરીની ગોઠલીનું વજન પણ સોથી બસો ગ્રામ સુધી હોય છે. આ બીજી કેરીઓનાં મુકાબલામાં મોટી હોય છે અને દેખાવમાં પણ અલગ લાગે છે. એટલા માટે, અમીર પરિવાર આ કેરી માટે મોટી કિંમત ચૂકવવા માટે તૈયાર રહે છે. 

હજાર રૂપિયાથી પણ મોંઘી કેરી 
ગુજરાતમાં નૂરજહાંને ખાનાર ઘણા શોખિન છે. અહી માર્કેટમાં આ વર્ષે આ કેરીના રેટ વધીને એક હજાર રૂપિયાથી વધારે થઇ ગયા છે. આ કિંમત માત્ર એક કેરીની છે. એક સ્થાનિક વેપારીએ જણાવ્યું કે ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાં ગયા વર્ષે આ કેરી 700 રૂપિયામાં વહેંચાઇ રહી હતી. જૂનનાં અંત સુધી આ ફળ માર્કેટમાં મળવા લાગશે. નૂરજહાંને મલિકાનાં નામથી પણ ઓળખવામાં આવે છે. જોકે રાજ્યમાં બીજા પ્રકારની કેરીઓ સસ્તી થઇ ગઈ છે, જેનું કારણ છે કે ઘણા ખેડૂતોએ ઈઝરાયલી ટેકનીકનાં માધ્યમથી ખેતી કરી છે, જેથી ઉત્પાદન ઘણું વધી ગયું છે. 

આ શહેરોમાં થઇ રહ્યું છે સર્વાધિક બુકિંગ 
અમદાવાદ, વાપી, નવસારી અને વડોદરા જેવા શહેરોમાં નૂરજહાં કેરીનું મોટાપાયે એડવાન્સ બુકિંગ થયું છે. આ પરથી અનુમાન લગાવી શકાય છે કે ગુજરાતમાં લોકો કેરીનાં કેટલા શોખિન છે. જોવામાં આવ્યું છે કે હવે નૂરજહાં કેરીઓ ઝાડ પર લટકી રહી છે. તેમની માંગ વધી રહી છે, જ્યારે તેઓ પાક્યા પછી બજારમાં આવે છે, ત્યારે ભાવમાં વધુ વધારો થવાની ધારણા છે. એક વિક્રેતાએ કહ્યું કે અમારી પાસે નૂરજહાં કેરીની માંગ કરવામાં આવી રહી છે. આ કેરીના દરમાં થયેલો વધારો ઘણા પરિવારો માટે ગર્વનો વિષય બની ગયો છે, તેથી ઉત્સુક ગ્રાહકો 1,200 રૂપિયા સુધી ચૂકવવા પણ તૈયાર છે.

સૌથી વધારે કેરીનું ઉત્પાદન ઇઝરાયલમાં 
નૂરજહાં તો દેશમાં સૌથી મોંઘી કેરી કહેવામાં આવે છે, પણ ઇઝરાયલી કેરીનો દબદબો વૈશ્વિક બજારમાં વધારે છે. ઇઝરાયલમાં દર વર્ષે 50 હાજર ટન કેરીનું ઉત્પાદન થાય છે, જ્યાં વૃક્ષ પર ઘણા પ્રકારની કેરી ઉગાડવામાં આવે છે. ત્યાં કેરીની 5 જાતોની પેટન્ટ છે અને તે અન્ય દેશોમાં ઉગાડી શકાતી નથી. ત્યાં કેરીની ખેતી 1920માં શરૂ થઈ હતી. હવે ત્યાંની જેમ ભારતમાં પણ લોકો કેરીની લણણી કરે છે.

ભારતમાં કેરીનું ઉત્પાદન 15,026 ટન 
ઇઝરાયલમાં કુલ 50 હજાર ટનમાંથી 20 હજાર ટન કેરી યુરોપ, ફ્રાંસ, નીધરલેન્ડ, રશિયા જેવા દેશોમાં મોકલવામાં આવે છે, જ્યારે 30 હજાર ટન સ્થાનિક બજારોમાં વહેંચવામાં આવે છે. ભારતમાં ઇઝરાયલની સરખામણીમાં ઘણું ઓછું ઉત્પાદન થાય છે. દેશમાં 15,026 ટન કેરીનું જ ઉત્પાદન થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News noorjahan mango નૂરજહાં કેરી Noorjahan' mangoes

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ