ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / USમાં 10 દિવસમાં બીજી વખત ટેકનિકલ ખામી! ડેલ્ટા એરલાઇન્સનું સિસ્ટમ ઠપ થતાં 3,500 ફ્લાઇટ્સના સંચાલન પર અસર
Last Updated: 09:15 AM, 23 November 2026
ADVERTISEMENT
અમેરિકાની ડેલ્ટા એરલાઇન્સ(Delta Air Lines)માં આવેલી એક ટેકનિકલ ખામીને કારણે હજારો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એરલાઇન્સની એક કમ્પ્યુટર સિસ્ટમ કામ કરતી બંધ થઈ જતાં, યુનાઇટેડ સ્ટેટ્સના અનેક મુખ્ય એરપોર્ટ પર કુલ 3,500 ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો. આ સમસ્યાને કારણે, ઉડાન પહેલાંની જરરી કેલક્યુલેશન મેન્યુઅલી કરવી પડી હતી. આ ખામી એરલાઇનની તે સિસ્ટમમાં સર્જાઈ હતી જે વિમાનનું વજન અને સંતુલન નક્કી કરે છે. આ પ્રણાલી વિમાનમાં રહેલા મુસાફરો, સામાન, ઈંધણ અને અન્ય કાર્ગોના કુલ વજનની ગણતરી કરે છે, અને સાથે જ એ પણ ચકાસે છે કે આ વજન સમગ્ર વિમાનમાં યોગ્ય રીતે વહેંચાયેલું છે કે નહીં.
ADVERTISEMENT
એરલાઇન ક્ષેત્રમાં 10 દિવસની અંદર આ પ્રકારની આ બીજી વિક્ષેપની ઘટના છે. આ પહેલાં, 13 નવેમ્બરે યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ની સિસ્ટમમાં તકનીકી ખામી સર્જાઈ હતી, જેના કારણે સમગ્ર દેશમાં લગભગ પાંચ કલાક સુધી ફ્લાઇટ્સ રોકી દેવી પડી હતી. આ સમયગાળા દરમિયાન 18 હજાર થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. જોકે, ડેલ્ટા એરલાઇન્સ કે FAAની સિસ્ટમમાં આવેલી ખરાબીઓમાં સાયબર હુમલાના કોઈ સંકેત મળ્યા નથી.
અટલાંટા એરપોર્ટ પર એક કલાક સુધી ઉડાન રોકી
ADVERTISEMENT
આ તકનીકી ખરાબીને કારણે યુનાઇટેડ સ્ટેટ્સના હાર્ટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ન્યૂ યોર્કના લાગુઆર્ડિયા એરપોર્ટ સહિતના અનેક મુખ્ય એરપોર્ટ પ્રભાવિત થયા હતા. યુ.એસ. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ એટલાન્ટા જતી ફ્લાઇટ્સને લગભગ એક કલાક માટે અટકાવી દીધી હતી. આ સમયગાળા દરમિયાન, વિમાનોને એટલાન્ટાથી ઉડાન ભરવાની કે ત્યાં આગમન કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જોકે બાદમાં આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો, તેમ છતાં ફ્લાઇટ્સમાં વિલંબ ચાલુ રહ્યો હતો.
ડેલ્ટા એરલાઈન્સે જણાવ્યું હતું કે જ્યારે કમ્પ્યુટર સિસ્ટમ બંધ હતી, ત્યારે તેમના કર્મચારીઓ વજન અને સંતુલનની ગણતરી મેન્યુઅલી કરી રહ્યા હતા. કંપનીની ટેકનિકલ ટીમ સિસ્ટમને ઠીક કરવા માટે કામ કરી રહી હતી. બાદમાં, એરલાઈને જાણ કરી કે સિસ્ટમ ફરીથી કાર્યરત થઈ ગઈ છે.
ADVERTISEMENT
5 હજાર ઉડાનનો શેડ્યૂલ
ડેલ્ટા એરલાઇન્સના જણાવ્યા અનુસાર, રવિવાર માટે લગભગ 5,000 ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સંચાલન એરલાઇન પોતે અને તેની પ્રાદેશિક સેવા 'ડેલ્ટા કનેક્શન' દ્વારા કરવામાં આવતું હતું. ફ્લાઇટ-ટ્રેકિંગ વેબસાઇટ FlightAwareના ડેટા મુજબ, ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવાની ઘટનાઓમાંથી લગભગ 70 % કિસ્સાઓ આ તકનીકી ખામીને કારણે સર્જાયા હતા. બાકીની ફ્લાઇટ્સ પર ન્યૂ યોર્ક સહિત યુનાઇટેડ સ્ટેટ્સના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં પ્રતિકૂળ હવામાન અને હવાઈ ટ્રાફિકને લગતી સમસ્યાઓની અસર જોવા મળી હતી.
ADVERTISEMENT
એરલાઇને મુસાફરોની માફી માંગી. અસરગ્રસ્ત મુસાફરોને પછીની ઉપલબ્ધ ફ્લાઇટ્સમાં સમાવી લેવામાં આવ્યા. જ્યાં જરૂર હતી ત્યાં ભોજન અને હોટેલમાં રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી. જે મુસાફરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને જેઓ હવે મુસાફરી કરવા નહોતા માંગતા, તેમને તેમની ટિકિટનુ રિફંડ મેળવવાનો વિકલ્પ આપવામાં આવ્યો.
આ પણ વાંચોઃ PM મોદીએ પુતિનને ભારતની ભાષાઓ વિશે શું કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ પણ રહી ગયા દંગ?
ADVERTISEMENT
FAA એ શું કહ્યું?
FAA એ સ્પષ્ટ કર્યું કે ખામી માત્ર ડેલ્ટા એરલાઇન્સની સિસ્ટમ્સ પૂરતી જ મર્યાદિત હતી. તેનો હવાઈ ટ્રાફિકનું નિયંત્રણ કરતી સરકારી સિસ્ટમ્સ સાથે કોઈ સંબંધ નહોતો. એટલાન્ટા એરપોર્ટ દ્વારા પણ જણાવવામાં આવ્યું કે વિલંબની અસર માત્ર ડેલ્ટાની ફ્લાઇટ્સ પર જ પડી હતી; એરપોર્ટની એકંદરે કામગીરી પર તેની કોઈ અસર થઈ ન હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ