બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:40 PM, 8 February 2025
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે, જેમાં AAPનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીની વિશ્વસનીયતા ખરાબ રીતે ઘટી ગઈ છે. 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર બની રહી છે. ત્યારે હવે આ પરિણામો પર રાજકીય નેતાઓના નિવેદનો સામે આવ્યા છે. ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
#WATCH | On #DelhiElection2025, AAP national convener and former Delhi CM, Arvind Kejriwal, "We accept the mandate of the people with great humility. I congratulate the BJP for this victory and I hope they will fulfil all the promises for which people have voted them. We have… pic.twitter.com/VZOwLS8OVH
— ANI (@ANI) February 8, 2025
AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, "અમે લોકોના જનાદેશને ખૂબ જ નમ્રતાથી સ્વીકારીએ છીએ. હું ભાજપને આ જીત માટે અભિનંદન આપું છું અને મને આશા છે કે તેઓ તે બધા વચનો પૂરા કરશે જેના માટે લોકોએ તેમને મત આપ્યા છે. અમે છેલ્લા 10 વર્ષમાં આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે. અમે ફક્ત રચનાત્મક વિપક્ષની ભૂમિકા જ નહીં ભજવીશું પણ લોકોની વચ્ચે રહીશું અને તેમની સેવા કરતા રહીશું..."
ADVERTISEMENT
#WATCH देहरादून: उत्तराखंड के मुख्यमंत्री पुष्कर सिंह धामी ने दिल्ली विधानसभा चुनाव के नतीजों पर कहा, "लोगों ने प्रधानमंत्री मोदी की गारंटी पर विश्वास किया है क्योंकि वह जो कहते हैं, वह करते हैं। लोग डबल इंजन वाली सरकारों को पसंद कर रहे हैं क्योंकि डबल इंजन वाली सरकारें लगातार… pic.twitter.com/ax3AtMze5I
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું, "લોકોએ વડા પ્રધાન મોદીની ગેરંટી પર વિશ્વાસ કર્યો છે કારણ કે તેઓ જે કહે છે તે કરે છે. લોકો ડબલ-એન્જિનવાળી સરકારોને પસંદ કરી રહ્યા છે કારણ કે ડબલ-એન્જિન સરકારો સતત વિકાસ કરી રહી છે... મેં પોતે જોયું કે છેલ્લા 10 વર્ષથી અરવિંદ કેજરીવાલ અને તેમની સરકાર સામે લોકોમાં કેટલો ગુસ્સો હતો. પરિવર્તનની લહેર સ્પષ્ટ હતી... હવે દિલ્હીમાં ચારેતરફ વિકાસ થશે..."
ADVERTISEMENT
#WATCH दिल्ली: केन्द्रीय मंत्री हरदीप सिंह पुरी ने दिल्ली चुनाव के नतीजों पर कहा, "ये दिल्ली के नागरिकों की जीत है। दिल्ली की जनता बहुत समझदार है। दिल्ली के मतदाताओं ने कभी भी भाजपा को छोड़ा नहीं था। लोकसभा चुनाव में लगातार भाजपा को जीत मिली थी लेकिन लोकल मुद्दों पर अरविंद… pic.twitter.com/sxfoBFGAxX
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ દિલ્હી ચૂંટણીના પરિણામો પર કહ્યું, "આ દિલ્હીના નાગરિકોની જીત છે. દિલ્હીના લોકો ખૂબ જ સમજદાર છે. દિલ્હીના મતદારોએ ક્યારેય ભાજપનો સાથ છોડ્યો ન હતો. લોકસભા ચૂંટણીમાં સતત ભ્જ્પને જીત મળી હતી પરંતુ અરવિંદ કેજરીવાલે સ્થાનિક મુદ્દાઓ પર દિલ્હીના લોકોને ગેરમાર્ગે દોર્યા હતા."
ADVERTISEMENT
#WATCH मुंबई: शिवसेना नेता संजय निरुपम ने दिल्ली विधानसभा के नतीजों पर कहा, "मैं भाजपा को उसकी ऐतिहासिक जीत के लिए बधाई देता हूं... अरविंद केजरीवाल भ्रष्टाचार विरोधी आंदोलन चलाकर सत्ता में आए और खुद केजरीवाल भ्रष्टाचार के आरोप में जेल गए... कांग्रेस की बात करें तो कांग्रेस पूरे… pic.twitter.com/imUgjZUPYw
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
દિલ્હી વિધાનસભાના પરિણામો પર શિવસેનાના નેતા સંજય નિરુપમે કહ્યું, "હું ભાજપને તેની ઐતિહાસિક જીત બદલ અભિનંદન આપું છું... અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચલાવીને સત્તામાં આવ્યા અને કેજરીવાલ પોતે ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં ગયા... કોંગ્રેસની વાત કરીએ તો, કોંગ્રેસ આખા દેશમાં વેન્ટિલેટર પર છે, તેમને હવે જનતાની કોઈ ચિંતા નથી..."
ADVERTISEMENT
#WATCH केरल: कांग्रेस सांसद प्रियंका गांधी ने दिल्ली विधानसभा चुनाव के नतीजों पर कहा, "मुझे लगता है कि दिल्ली में हमारी सभी बैठकों और जिन लोगों से मैं मिल रही थी, उन सबसे यह बहुत स्पष्ट था कि लोग बदलाव चाहते थे और वे उन चीजों से तंग आ चुके थे। उन्होंने बदलाव के लिए वोट दिया है,… pic.twitter.com/k8ZFDbbnQ8
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું, "મને લાગે છે કે દિલ્હીમાં અમારી બધી બેઠકો અને હું જે લોકોને મળી રહી હતી તેનાથી સ્પષ્ટ હતું કે લોકો પરિવર્તન ઇચ્છે છે અને તેઓ એ વસ્તુઓથી કંટાળી ગયા હતા. તેમણે પરિવર્તન માટે મતદાન કર્યું છે, જીતનારાઓને અભિનંદન. આપણે વધુ મહેનત કરવી પડશે, અમે લોકોના મુદ્દાઓ ઉઠાવતા રહીશું."
ADVERTISEMENT
#WATCH दिल्ली: AAP नेता और जंगपुरा विधानसभा क्षेत्र से उम्मीदवार मनीष सिसोदिया ने कहा, "जंगपुरा के लोगों ने बहुत प्यार दिया लेकिन लगभग 600 वोट से हम पीछे रह गए। जो उम्मीदवार जीते हैं, हम उन्हें बधाई देते हैं। हम उम्मीद करते हैं कि जंगपुरा के लोगों की समस्याओं को वे हल करेंगे।" pic.twitter.com/mRrepDTHYS
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
AAP નેતા અને જંગપુરા વિધાનસભા મતવિસ્તારથી ઉમેદવાર મનીષ સિસોદિયાએ કહ્યું, "જંગપુરાના લોકોએ ઘણો પ્રેમ આપ્યો પણ અમે લગભગ 600 મતોથી પાછળ રહી ગયા. અમે જીતેલા ઉમેદવારોને અભિનંદન આપીએ છીએ. અમને આશા છે કે તેઓ જંગપુરાના લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવશે."
#WATCH दिल्ली: केंद्रीय मंत्री गिरिराज सिंह ने दिल्ली विधानसभा चुनाव के नतीजों पर कहा, "दिल्ली की जनता नैरेटिव पर चल रही थी। झूठ का पुलिंदा खत्म हो गया है, लोगों को प्रधानमंत्री मोदी पर भरोसा है। वादे सबने किए लेकिन लोगों को सिर्फ प्रधानमंत्री मोदी पर भरोसा है। आने वाले दिनों में… pic.twitter.com/3VE5DZda20
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કહ્યું, "દિલ્હીના લોકો નેરેટિવ પર ચાલી રહ્યા હતા. જુઠ્ઠાણાઓનો ઢગલો ખતમ થઈ ગયો છે, લોકોને વડા પ્રધાન મોદી પર વિશ્વાસ છે. બધાએ વચનો આપ્યા પણ લોકોને ફક્ત વડા પ્રધાન મોદી પર વિશ્વાસ છે. આગામી દિવસોમાં દિલ્હીનો વિકાસ થશે... અરવિંદ કેજરીવાલ શબ્દયુદ્ધ લડી રહ્યા હતા..."
#WATCH दिल्ली: नई दिल्ली सीट से भाजपा उम्मीदवार प्रवेश वर्मा ने कहा, "मैं सभी दिल्ली वासियों को बधाई देता हूं, उनका धन्यवाद करता हूं... दिल्ली में बनने वाली यह सरकार प्रधानमंत्री के विजन को दिल्ली में लेकर आएगी। मैं इस जीत का श्रेय प्रधानमंत्री मोदी को देता हूं। मैं दिल्ली की… pic.twitter.com/iND5e8ZoG1
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
નવી દિલ્હી બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ કહ્યું, "હું દિલ્હીના તમામ લોકોને અભિનંદન આપું છું, તેમનો આભાર માનું છું... દિલ્હીમાં બનનારી આ સરકાર વડા પ્રધાનના વિઝનને દિલ્હીમાં લઈને આવશે. હું આ જીતનો શ્રેય વડા પ્રધાન મોદીને આપું છું. હું દિલ્હીના લોકોનો આભાર માનું છું. આ જીત વડા પ્રધાન મોદી અને દિલ્હીના લોકોની જીત છે."
#WATCH नई दिल्ली विधानसभा क्षेत्र से भाजपा प्रत्याशी प्रवेश वर्मा की बेटियों त्रिशा और सानिधि ने कहा, "हम नई दिल्ली के लोगों को उनके समर्थन के लिए धन्यवाद देते हैं। हमें स्पष्ट बहुमत से जीत मिली है... हमें पता था कि स्पष्ट जीत मिलेगी, सही समय का इंतजार था। दिल्ली वाले समझ गए कौन… pic.twitter.com/1ZDjCsPain
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
નવી દિલ્હી મતવિસ્તારના ભાજપના ઉમેદવાર પરવેશ વર્માની પુત્રીઓ ત્રિશા અને સાનિધિએ કહ્યું, "અમે નવી દિલ્હીના લોકોના સમર્થન બદલ આભાર માનીએ છીએ. અમે સ્પષ્ટ બહુમતીથી જીત્યા છીએ... અમને ખબર હતી કે સ્પષ્ટ જીત મળશે, યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા. દિલ્હીના લોકો સમજી ગયા કે કોણ તેમની મજાક ઉડાવી રહ્યું છે, કોણ તેમની લાગણીઓ સાથે રમી રહ્યું છે. આ વખતે દિલ્હીએ જૂઠાણાને જીતવા દીધું નહીં..."
#WATCH दिल्ली: आरके पुरम विधानसभा क्षेत्र से भाजपा प्रत्याशी अनिल शर्मा ने कहा, "इसका सबसे बड़ा श्रेय आरके पुरम की जनता को जाता है, उनका धन्यवाद। मैं प्रधानमंत्री मोदी को विशेष रूप से धन्यवाद देता हूं, उनके नाम पर और उनकी योजनाओं के आधार पर हम जीते हैं... कार्यकर्ताओं की मेहनत के… pic.twitter.com/vHXEIhtpYp
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
આરકે પુરમ વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર અનિલ શર્માએ કહ્યું, "આનો સૌથી મોટો શ્રેય આરકે પુરમના લોકોને જાય છે, તેમનો આભાર. હું ખાસ કરીને વડા પ્રધાન મોદીનો આભાર માનું છું, અમે તેમના નામે અને તેમની યોજનાઓના આધારે જીત્યા છીએ... કાર્યકરોની મહેનતને કારણે, અમે 14,500 મતોથી જીત્યા છીએ... આ (મુખ્યમંત્રીનો ચહેરો) ફક્ત નેતૃત્વ જ જાણે છે..."
#WATCH हरियाणा सरकार में मंत्री अनिल विज ने कहा, "दिल्ली में भाजपा की सरकार बनने जा रही है। AAP की हार के बाद झूठ, फरेब, मुफ्तबाजी की राजनीति का अंत हो रहा है...दिल्ली के समझदार लोगों ने बहुत अच्छा फैसला दिया है कि कांग्रेस अब इस देश में ज़ीरो है।" pic.twitter.com/4KKq9MAnET
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
હરિયાણાના મંત્રી અનિલ વિજે કહ્યું, "ભાજપ દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. AAPની હાર બાદ, જુઠ્ઠાણા, છેતરપિંડી અને મફતની રાજનીતિનો અંત આવી રહ્યો છે... દિલ્હીના સમજદાર લોકોએ ખૂબ જ સારો નિર્ણય આપ્યો છે કે કોંગ્રેસ હવે આ દેશમાં શૂન્ય છે."
#WATCH नागपुर (महाराष्ट्र): केन्द्रीय मंत्री नितिन गडकरी ने कहा, "दिल्ली की जनता ने भाजपा पर विश्वास जताया है, ये बहुत महत्वपूर्ण है। हम दिल्ली को प्रदूषण से मुक्त और दुनिया का सबसे सुंदर शहर बनाना चाहते हैं। मुझे विश्वास है कि प्रधानमंत्री मोदी के नेतृत्व में दिल्ली की तस्वीर… pic.twitter.com/rUtewy9POk
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું, "દિલ્હીના લોકોએ ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમે દિલ્હીને પ્રદૂષણ મુક્ત અને વિશ્વનું સૌથી સુંદર શહેર બનાવવા માંગીએ છીએ. મને વિશ્વાસ છે કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં દિલ્હીનું ચિત્ર બદલાશે. અમને અપેક્ષા કરતાં વધુ સારી જીત મળી છે."
#WATCH मुंबई: केंद्रीय मंत्री पीयूष गोयल ने दिल्ली विधानसभा चुनाव के नतीजों पर कहा, "प्रधानमंत्री मोदी ने देश को सुशासन का एक मॉडल दिया है। दिल्ली के लोगों ने पिछले 10 सालों में भ्रष्टाचार और अराजकता को देखा है। लोगों ने प्रधानमंत्री को जीत दिलाई है... अब दिल्ली के लोग विकास… pic.twitter.com/iYI9hCAJg5
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, "વડાપ્રધાન મોદીએ દેશને સુશાસનનું એક મોડેલ આપ્યું છે. દિલ્હીના લોકોએ છેલ્લા 10 વર્ષમાં ભ્રષ્ટાચાર અને અરાજકતા જોઈ છે. લોકોએ વડા પ્રધાનને વિજય અપાવ્યો છે... હવે દિલ્હીના લોકો વિકાસ ઇચ્છે છે, સુશાસન ઇચ્છે છે. ડબલ એન્જિન સરકાર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે... આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયાએ દિલ્હીના લોકો સાથે જે વિશ્વાસઘાત કર્યો હતો, તેનો જવાબ લોકોએ આપી દીધો છે."
#WATCH दिल्ली | दिल्ली चुनाव के नतीजों पर कांग्रेस नेता उदित राज ने कहा, "रुझानों से लगता हैं कि भाजपा सरकार बनाएगी और कांग्रेस का प्रदर्शन बहुत खराब रहा है। अगर हमारा वोट प्रतिशत बढ़ भी जाए तब भी ये हमारी हार है, क्योंकि कांग्रेस के वोट भाजपा में चले गए... मध्यम वर्ग अरविंद… pic.twitter.com/X7EGBgEFb7
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
દિલ્હી ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસના નેતા ઉદિત રાજે કહ્યું, "વલણોથી લાગે છે કે ભાજપ સરકાર બનાવશે અને કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. જો અમારા મતની ટકાવારી વધે તો પણ તે અમારી હાર છે, કારણ કે કોંગ્રેસના મત ભાજપને ગયા... મધ્યમ વર્ગ અરવિંદ કેજરીવાલથી ખૂબ ગુસ્સે હતો... AAP ને જે મત મળ્યા તે પણ ફક્ત લાભાર્થીઓના મત છે. AAP ને વિચારધારાનો મત મળતો નથી..."
#WATCH दिल्ली: कोंडली विधानसभा से AAP उम्मीदवार कुलदीप कुमार ने जीत दर्ज़ की। #DelhiElectionResults
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
उन्होंने कहा, "ये जीत अरविंद केजरीवाल को समर्पित है। उन्होंने दूसरी बार मुझे टिकट दिया था और मैं जीत के आया हूं। AAP दिल्ली में पूर्ण बहुमत की सरकार बनाने जा रही है और अरविंद… pic.twitter.com/NPBNnqUNon
દિલ્હીના કોંડલી વિધાનસભા મતવિસ્તારમાંથી AAP ઉમેદવાર કુલદીપ કુમારે જીત્યા બાદ કહ્યું, "આ જીત અરવિંદ કેજરીવાલને સમર્પિત છે. તેમણે મને બીજી વખત ટિકિટ આપી અને હું જીતી ગયો છું. AAP દિલ્હીમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે અને અરવિંદ કેજરીવાલ ચોથી વખત દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે."
#WATCH दिल्ली: कालकाजी विधानसभा क्षेत्र से भाजपा उम्मीदवार रमेश बिधूड़ी ने कहा, "यह रमेश बिधूड़ी नहीं, कालकाजी की जनता की बढ़त है... आतिशी ने PWD मंत्री और मुख्यमंत्री रहते हुए कुछ नहीं किया... उनकी (आम आदमी पार्टी) सोच भारत विरोधी है... पार्टी ने मुझे तीन बार विधायक बनाया, दो… pic.twitter.com/3zF29VSpJZ
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
કાલકાજી વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીએ કહ્યું, "આ રમેશ બિધુરીની નહીં, કાલકાજીના લોકોનો લીડ છે... આતિશીએ પીડબ્લ્યુડી મંત્રી અને મુખ્યમંત્રી રહીને કંઈ કર્યું નહીં... તેમની (આમ આદમી પાર્ટી) વિચારસરણી ભારત વિરોધી છે... પાર્ટીએ મને ત્રણ વાર ધારાસભ્ય અને બે વાર સાંસદ બનાવ્યો, પાર્ટી મને આનાથી મોટી જવાબદારી કઈ આપી શકે. દેશમાં 145 કરોડ લોકો છે, જેમાંથી 10 હજાર લોકો રાજકારણમાં છે, પાર્ટીએ મને તેમાંથી એક બનાવ્યો, આનાથી મોટી જવાબદારી શું હોઈ શકે."

#WATCH रालेगण सिद्धि (महाराष्ट्र): दिल्ली विधानसभा चुनाव के नतीजों पर समाज सेवक अन्ना हजारे ने कहा, "...लोगों ने नई पार्टी पर विश्वास किया था। लेकिन आगे चलकर शराब की दुकान बढ़ाने के कारण उसकी(अरविंद केजरीवाल) छवि खराब होने लगी। निस्वार्थ भाव से जनता की सेवा ही भगवान की पूजा होती… pic.twitter.com/ViZzBbHWA7
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર, સમાજસેવક અણ્ણા હજારેએ કહ્યું, "...લોકોને નવી પાર્ટીમાં વિશ્વાસ હતો. પરંતુ પાછળથી, દારૂની દુકાનોની સંખ્યામાં વધારો થવાને કારણે તેમની (અરવિંદ કેજરીવાલની) છબી ખરાબ થવા લાગી. નિઃસ્વાર્થપણે લોકોની સેવા કરવી એ ભગવાનની પૂજા છે, આ તેઓ સમજી શક્યા નહીં, જેના કારણે તેઓ ખોટા રસ્તે ચાલ્યા ગયા."
આ પણ વાંચો: 'તમે આર્યભટ્ટને માનો છો એટલે '0' લઈ આવો છો..', દિલ્હીમાં હારની હેટ્રિક બાદ કોંગ્રેસ થઈ રહી છે ટ્રોલ
#WATCH | On #DelhiElectionResults, former AAP leader & poet Kumar Vishwas says, "I congratulate the BJP for the victory and I hope that they'll work for the people of Delhi... I have no sympathy for a man who crushed the dreams of AAP party workers. Delhi is now free from him...… pic.twitter.com/RffWg98Sg3
— ANI (@ANI) February 8, 2025
કુમાર વિશ્વાસે કહ્યું- મને આશા છે કે ભાજપ દિલ્હીના મતદારોની આશાઓ અને અપેક્ષાઓ પર ખરા ઉતરશે અને તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરશે. તેમણે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મારા પર રામ અને કૃષ્ણની કૃપા હતી કે હું આ સર્કસ (આમ આદમી પાર્ટી) માંથી બહાર આવી શક્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.