બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Delhi reports 4,099 new Covid cases, 1 death in last 24 hours

મહામારી / આ રાજ્યમાં લોકડાઉનની સંભાવના વધી, આજે 4100 લોકોને કોરોના થયો, સતત 10મા દિવસે કેસમાં ઉછાળો

Hiralal

Last Updated: 06:30 PM, 3 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજધાની દિલ્હીમાં પહેલી વાર કોરોનાના 4000થી વધુ કેસ આવતા હવે લોકડાઉનની નોબત આવી છે.

  • દિલ્હીમાં કોરોના વિસ્ફોટ
  • એક દિવસમાં નોંધાયા 4100 કેસ
  • લોકડાઉનની ચર્ચાએ જોર પકડ્યું
  • દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકોમાં દહેશતનો માહોલ

દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકોમાં દહેશતનો માહોલ છે. સોમવારે પહેલી વાર કોરોનાના 4000થી વધારે નવા કેસ આવ્યાં બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 14.58 લાખને પાર પહોંચી છે. તેની સાથે ફરી એક વાર પોઝિટિવીટી રેટ વધીને 6.46 ટકા થઈ ગયો છે. કોરોના સંક્રમણને કારણે આજે 1 દર્દીનું મોત થયું છે.

દિલ્હીમાં લોકડાઉનની ચર્ચાએ જોર પકડ્યું 

સંક્રમણ દર વધતા હવે દિલ્હીમાં લોકડાઉન લગાડવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દિલ્હીમાં સતત 10મા દિવસે કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.

દિલ્હીના આરોગ્ય પ્રધાન સતૈન્દ્ર જૈને આપી આ માહિતી 

દિલ્હીના આરોગ્ય પ્રધાન સતૈન્દ્ર જૈને જણાવ્યું હતું કે  છેલ્લા 2 દિવસ દરમિયાન દિલ્હી આઇએલબીએસ, એલએનજેપી અને એનસીડીસીની ત્રણ લેબમાંથી 84 ટકા જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ્સ ઓમિક્રોનના હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહો. ૨ વર્ષનો અનુભવ સૂચવે છે કે માસ્ક પહેરવાથી તે અટકાવી શકાય છે. ટૂંક સમયમાં દિલ્હીની પ્રજા પણ ઓમિકોનને એક સાથે હરાવી દેશે. અત્યાર સુધી પરિસ્થિતિ ખૂબ જ નિયંત્રણમાં છે. ત્યારે સંખ્યા વધી રહી છે, પરંતુ લોકો તેની તુલનામાં ગંભીર રીતે બીમાર થઈ રહ્યા નથી. આરોગ્ય મંત્રીએ કહ્યું કે નિષ્ણાંતોનું કહેવું છે કે જો ઓમિક્રોન જ રહ્યો તો ટૂંક સમયમાં તેમાંથી છૂટકારો મળી શકે છે જેટલા પણ દેશમાં આવ્યો છે, સાઉથ આફ્રિકામાં પણ ઓમિક્રોન ઝડપથી ઉપર ગયો અને પછી ડાઉન થઈ ગયો. 

દિલ્હીમાં પહેલી વાર બની આ ઘટના
દિલ્હીમાં પહેલી વાર એવું બન્યું છે કે 100માંથી 84 દર્દીઓ ઓમિક્રોન વેરિયન્ટના આવી રહ્યાં છે સાથે કોરોનાના કેસ પણ ખતરનાક ગતિએ વધી રહ્યાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Corona pandemic DELHI CORONA india corona કોરોના મહામારી કોરોના વાયરસ દિલ્હી કોરોના વાયરસ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ