બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / delhi iit report on corona third wave

ખતરો / ત્રીજી લહેરમાં દરરોજ આવી શકે છે આટલા બધા નવા કેસ, IIT દિલ્હીનો આ રિપોર્ટ છે ચોંકાવનારો

Arohi

Last Updated: 06:27 PM, 29 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત કોરોનાની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. એવામાં કોરોના પર IIT દિલ્હીના રિપોર્ટે કેજરીવાલ અને કેન્દ્ર સરકારની ચિંતા વધારી છે.

 

  • IIT દિલ્હીનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
  • IIT દિલ્હીના રિપોર્ટે કેજરીવાલ અને કેન્દ્ર સરકારની ચિંતા વધારી
  • દિલ્હીમાં દરરોજે આવી શકે છે 45000થી વધુ કેસ 

ભારત કોરોનાની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. એવામાં કોરોના પર IIT દિલ્હીના રિપોર્ટે કેજરીવાલ અને કેન્દ્ર સરકારની ચિંતા વધારી છે. આ રિપોર્ટ અનુસાર દિલ્હીમાં ત્રીજી લહેર વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. આટલું જ નહીં અહીં દરરોજ 45 હજાર નવા કેસ સામે આવી શકે છે. આ ઉપરાંત દરરોજ 9000 લોકોને એડમિટ કરવા પડી શકે છે. 

IIT દિલ્હી રિવ્યૂ એન્ડ રિકમેન્ડેશન ફોર મેનેજમેન્ટ ઓફ ઓક્સિજન ડ્યૂરિંગ કોવિડ ક્રાઈસિસ ફોર GNCTD એ ત્રણ સ્થિતિઓનો ઉલ્લેખ કરતા પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. પહેલી સ્થિતિમાં બીજી લહેર જેવી પરિસ્થિતિઓ રહેવા પર દર્દીઓની સંખ્યા, હોસ્પિટલોમાં દાખલ થનાર લોકોની સંખ્યા અને ઓક્સિજનની જરૂરીયાતનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ત્યાં જ બીજી સ્થિતિ સંક્રમિતોના આંકડામાં 30% વૃદ્ધિ બાદની જરૂરિયાકો પર આધારિત છે. જ્યારે ત્રીજી સ્થિતિ નવા મામલાના 60% વધવાની છે. આ સ્થિતિમાં દરરોજ 45000 સુધી નવા કેસ મળવાનું અનુમાન છે.

944 મેટ્રિક ટન સુધી હશે ઓક્સિજનની જરૂરિયાત 
એક રિપોર્ટ અનુસાર દિલ્હી હાઈકોર્ટમાં દાખલ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના સામેની જંગમાં રોજ 944 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડે છે. દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકાર પાસે ચાર અઠવાડિયાની અંદર આઈઆઈટી દિલ્હીની તરફથી દાખલ કરેલા રિપોર્ટ પર જવાબ માંગ્યો છે. 

ત્યાં જ હાઈકોર્ટે કહ્યું છે કે આપણે સદીમાં એક વખત આવતી મહામારીનો સામનો કરી રહ્યા છીએ. જો પુરાવાઓને જોઈએ તો છેલ્લી વખત 1920નાં આવી મહામારી આવી હતી. ઓક્સિજન મેન્યુફેક્ચરિંગ પ્લાન બનાવીને અમે લાંબી લડાઈની તૈયારીઓ કરી શકીએ છીએ. આવા સમયે IIT- દિલ્હીના પ્રોફેસર સંજય ધીરે કોર્ટને જણાવ્યું કે ત્રીજી લહેરની આશંકાને જોતા સ્ટોરેજ ક્ષમતામાં વધારો, બહારથી સપ્લાયમાં સુધાર, પ્રેશર સ્વિંગ એડસોર્પશન પ્લાન્ટ અને ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કરોની કમીને દૂર કરવી જરૂરી છે. 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ