બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Assembly Election 2024 / ચૂંટણી પહેલા પૂજારીઓ અને ગ્રંથીઓ માટે કેજરીવાલની મોટી જાહેરાત, સરકાર બનશે તો આપશે 18000 રૂપિયા

દિલ્હી / ચૂંટણી પહેલા પૂજારીઓ અને ગ્રંથીઓ માટે કેજરીવાલની મોટી જાહેરાત, સરકાર બનશે તો આપશે 18000 રૂપિયા

Last Updated: 12:33 PM, 30 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pujari Granthi Samman Yojana : દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે કરી પૂજારી અને ગ્રંથી સન્માન યોજના (Pujari Granthi Samman Yojana) ની જાહેરાત

Pujari Granthi Samman Yojana : દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને નવી યોજનાની જાહેરાત કરી છે. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા પૂજારી અને ગ્રંથી સન્માન યોજના (Pujari Granthi Samman Yojana) ની જાહેરાત કરી છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપ નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ પૂજારી અને ગ્રંથી સન્માન યોજના (Pujari Granthi Samman Yojana) હેઠળ દર મહિને પૂજારીઓને 18,000 રૂપિયાની રકમ આપવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, દેશમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે. આ યોજના માટે આવતીકાલથી રજીસ્ટ્રેશન શરૂ થશે.

કેજરીવાલે કહ્યું કે, આ યોજના આવતીકાલે કનોટ પ્લેસથી શરૂ થશે. કનોટ પ્લેસમાં હનુમાન મંદિરની મુલાકાત લઈને રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે,જો ભાજપે આ યોજનાને રોકવાનો પ્રયાસ કર્યો તો તે પાપ ગણાશે.

વધુ વાંચો : દુલ્હનની આવી એન્ટ્રી ક્યારેય નહીં જોઇ હોય! બલૂનની અંદર બેસીને પહોંચી મંડપ, યુઝર્સે આપ્યા ગજબ રિએક્શન

કેજરીવાલે કહ્યું કે પૂજારી અને ગ્રંથીઓ સમાજની સેવા કરતા આવ્યા છે. આજ સુધી તેની તરફ કોઈએ ધ્યાન આપ્યું નથી. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમે પૂજારીઓ અને ગ્રંથીઓને 18,000 રૂપિયા માસિક પગાર આપીશું. તેમણે કહ્યું કે, હું કાલે કનોટ પ્લેસમાં આવેલા હનુમાન મંદિરમાં જઈશ અને પૂજારીઓની નોંધણી કરાવીશ. હું ભાજપને વિનંતી કરું છું કે, પૂજારીઓ અનેગ્રંથીઓની નોંધણીમાં અવરોધો ન ઉભો કરે. આ નોંધણી પ્રક્રિયા બંધ કરશો નહીં. જો ભાજપ આ યોજનાને રોકવાનો પ્રયાસ કરશે તો તેઓને પાપ લાગશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Assembly Elections Pujari Granthi Samman Yojana Arvind Kejriwal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ