બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / Deepika Padukone is a fan of this food dish of Bhutan know recipe

રેસિપિ / Deepika Padukoneને બહુ ભાવે છે આ ઈન્ટરનેશનલ ડિશ, જાણો ઘરે કેવી રીતે બનાવશો?

Dinesh

Last Updated: 11:15 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભૂટાન જેટલો ખૂબસુરત દેશ છે તેમ તેની વાનગીઓ પણ એટલી જ સ્વાદિષ્ટ હોય છે. જેમાં ભૂટાનની નેશનલ ડીશ તો દીપિકા પાદૂકોણને પણ ફેવરીટ છે.

એમા ડત્શી ભૂટાનની નેશનલ વાનગી છે, જે ચીઝનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બોલિવૂડની હિરોઈન દીપિકા પાદુકોણે પણ એમા ડત્શીને પોતાની પ્રિય વાનગી ગણાવી છે. ભૂટાનમાં ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે, પરંતુ એમા ડત્શી થોડી અલગ છે. તેના ચીઝને ટામેટા, મરચા સાથે ભેળવવામાં આવતા તે જોરદાર ટેસ્ટી બની જાય છે.

આ ટેસ્ટી વાનગી તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. આને મોટા ભાગે ભાત સાથે ખાવામાં આવે છે. જેથી આજે જાણી લો એમા ડત્શી બનાવવાની સરળ રેસિપી.

 કઈ સામગ્રી જોઈએ ?

  1 ચમચી ઓલિવ તેલ
  1 કપ ફેટા અથવા સ્વિસ ચીઝ
  1 મોટી ડુંગળી, ઝીણી કાપેલી
  3 લસણની કળી
  4-5 મોટા લીલા મરચા
  2 ટામેટાં
  મીઠું

 બનાવવાની રીત
  લીલા મરચાને સારી રીતે ધોઈને તેને ઉભા ચીરીની કાપો
  કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને વાટેલું લસણ ઉમેરો
  ડુંગળી લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ થવા દો
  પછી, કડાઈમાં સમારેલા લીલા મરચાં ઉમેરી તેને     થોડીવાર સુધી ફ્રાય કરો. મરચું વધુ નરમ ન હોય તેનું ધ્યાન રાખો
  પછી કડાઈમાં કાપેલા ટામેટાંના ટુકડા નાખી ગરમ કરો
ટામેટા નરમ થઈ ગયા બાદ ચીઝના નાના ટુકડા ઉમેરી તેને ઓગાળવા તેને ધીમે ધીમે હલાવતા રહો
  જ્યારે ચીઝની થિકનેસ બરાબર થઈ જાય ત્યારે તેમા મીઠું ઉમેરી થોડીવાર ધીમા ગેસે ગરમ થવા દો.
પછી   ગેસ પરથી ઉતારી લો અને તેમાં કોથમીર નાખો
ભાત સાથે સર્વ કરી સ્વાદિષ્ટ વાનગીનો આનંદ ઉઠાવો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ