બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Death threats against PM Modi, UP CM Yogi Adityanath surface in Noida; case registered

મામલો ગંભીર / PM મોદી અને CM યોગી સહિત ઘણાને મળી જાનથી મારી નાખવાની ધમકી, કોણ હતું, શું લખ્યું, તપાસમાં ઘટસ્ફોટ

Hiralal

Last Updated: 06:00 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોઈડામાં એક યુવાને ખાનગી ન્યૂઝ ચેનલના હેડને ઈમેલ મોકલીને PM મોદી અને CM યોગી સહિત ઘણાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી છે.

  • PM મોદી અને CM યોગીને મળી જાનથી મારી નાખવાની ધમકી
  • નોઈડામાં એક યુવાને ખાનગી ન્યૂઝ ચેનલના હેડને મોકલ્યો ઈમેલ 
  • ઈમેલને આધારે પોલીસે કેસ દાખલ કરીને શરુ કરી તપાસ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જાણકારી સામે આવતા જ નોઈડા પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

કોણ આપી પીએમ-સીએમને હત્યાની ધમકી 
નોઇડાના સેક્ટર-20 પોલીસ સ્ટેશનમાં એક ન્યૂઝ ચેનલના વરિષ્ઠ અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની કંપનીના ચીફ ફાઇનાન્સ ઓફિસરને દેશના વડાપ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સહિત અનેક લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઇ-મેઇલ મળ્યો છે. અધિકારીની ફરિયાદને આધારે નોઈડા પોલીસે કેસ દાખલ કરીને ત્રણ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. ધમકી ભર્યો ઈ-મેલ મોકલનારા યુવકનું નામ કાર્તિક સિંહ જણાવવામાં આવી રહ્યું છે. આરોપીનું આઈડી [email protected] છે. સેક્ટર 20 પોલીસ સ્ટેશનમાં આઇટી એક્ટની કલમ 152એ (1) (બી), 505 (1) (બી), 506, 507 અને 66 ડી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

નોઈડા પોલીસને મળી મહત્વની કડીઓ 
નોઈડા પોલીસને આ કેસમાં મહત્વની કડીઓ મળી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસનો ટૂંક સમયમાં ખુલાસો થશે. કેટલાક લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રજનીશ વર્માએ જણાવ્યું હતું કે સેક્ટર 16-એ સ્થિત એક ન્યૂઝ ચેનલના મેનેજર વિજય કુમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ મુજબ તેમની કંપનીના સીએફઓ કુશાન ચક્રવર્તીને એક ઇ-મેલ મોકલવામાં આવ્યો છે, જેમાં દેશના વડાપ્રધાન સહિત ઘણા મહત્વપૂર્ણ લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.પોલીસને શંકા છે કે આ પ્રકારનો ઈ-મેઈલ માનસિક રીતે અસ્થિર વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં સાયબર ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ