બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Death of PSI due to heart attack on duty, heavy mourning in police station

દુ:ખદ / ચાલુ ફરજે હાર્ટ એટેક આવતા PSIનું મૃત્યુ, પોલીસ બેડામાં ભારે શોકનો માહોલ

Malay

Last Updated: 04:51 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack News: ગુજરાતમાં વધુ એક પોલીસકર્મીનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. PSI કલ્પેશ કલાલનું ચાલુ ફરજે હાર્ટ એટેકથી અવસાન થતાં પરિવારમાં અને પોલીસ બેડામાં શોક વ્યાપી ગયો છે.

  • વધુ એક પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત
  • અમદાવાદમાં ચાલુ ફરજ પર પીએસઆઈનું મૃત્યુ
  • PSI કલ્પેશ કલાલ વિરમગામમાં બજાવતા હતા ફરજ 

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વધુ એક હાર્ટ એટક બાદ મોતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લાના પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. અમદાવાદમાં ચાલુ ફરજે પોલીસકર્મીનું મૃત્યુ થતાં પોલીસ બેડામાં ભારે શોક છવાઈ ગયો છે.

PSI કલ્પેશ કલાલને સવારે આવ્યો હતો હાર્ટ એટેક
મળતી માહિતી અનુસાર, વિરમગામમાં PSI તરીકે ફરજ બજાવતા કલ્પેશ કલાલને આજે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. PSI કલ્પેશ કલાલના નિધનને પગલે પરિવારમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. સાથે પોલીસ બેડામાં પણ ભારે શોક વ્યાપી ગયો છે.

PSI કલ્પેશ કલાલ

15 જૂને ASI અનિલ જોશીનું થયું હતું મૃત્યુ 
ગત 15 જૂને જખૌ મરીન પોલીસ સ્ટેશનના ASI અનિલ જોશીનું પણ હાર્ટ એટકથી મૃત્યુ થયું હતું. કચ્છમાં બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ ચાલી રહ્યું હતું, તે દરમિયાન વાવાઝોડાને પગલે જખૌ મરીન પોલીસ સ્ટેશનના ASI અનિલ જોશી ફરજ પર હાજર હતા. આ સમયે મોડી રાત્રે 1 વાગ્યે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પોલીસકર્મીને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું. હાર્ટ એટેકના કારણે પોલીસકર્મીનું મૃત્યુ નિપજતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ હતી. 

ASI અનિલ જોશી

હાર્ટ એટેકમાં વધારો થવાના કારણો 
ડોક્ટરનું માનવુ છે કે,  યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. હાર્ટ એટેકના કારણે ઘણા લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે તો ઘણા હોસ્પિટલમાં લઇ ગયા બાદ મૃત્યુ પામે છે. આવો, ડોક્ટરના મતે  હાલના સમયમાં હાર્ટ એટેકમાં વધારો થવાના મુખ્ય કારણો વિશે જાણીએ...

  • સ્ટ્રેસ લેવોઃ વધુ પડતો સ્ટ્રેસ લેવુએ હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે. હાલના સમયમાં યુવાનોમાં પણ સ્ટ્રેસ (તણાવ) વધ્યો છે. આર્થિક, પારિવારિક કારણો, પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, સમયનો અભાવ કે અન્ય કારણોસર યુવાનોમાં તણાવ વધ્યો છે. જે હાર્ટ એટેકનું મોટું કારણ છે. ડોક્ટર અનુસાર તણાવના કારણે હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે.
  • પૂરતી ઊંઘ ન લેવીઃ પૂરતી ઊંઘ ન મળવાથી કે લેવાના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે. આજકાલ યુવાનોમાં મોબાઈલનો ઉપયોગ વધુ પડતા સ્ટ્રેસ કે અન્ય કારણોસર પૂરતી ઊંઘ નથી આવતી. જેના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે.
  • ખરાબ ડાયેટઃ આજના યુવાનો હેલ્ધી ડાયટ નથી લેતા. યુવાનોમાં ફાસ્ટ ફૂડનું સેવન ઝડપથી વધ્યું છે. બજારમાં તળેલી વસ્તુઓ વધુ ખાવાથી હાર્ટ એટેકના કેસ પણ વધી ગયા છે.
  • જેનેટિક કારણોઃ પરિવારમાં જો કોઈ વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તેમણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ જીનેટિક્સ છે. તેથી, જો તમારા પરિવારમાં કોઈનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તમારી જાતનું વિશેષ ધ્યાન રાખો.
  • વ્યાયામનો અતિરેકઃ તાજેતરના સમયમાં એવું જોવામાં આવ્યું છે કે જે લોકો દરરોજ કસરત કરે છે તેઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. વ્યાયામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ વધુ પડતી કસરતને કારણે હૃદય પર તણાવ રહે છે જેના કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એટલા માટે દરરોજ માત્ર માપની જ કસરત કરો.
  • જોખમી પરિબળોની હાજરી: ઘણા રોગો છે જે હાર્ટ એટેકનું કારણ બને છે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર વગેરે જેવી બીમારીઓ પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. વધુ પડતું ધૂમ્રપાન પણ હાર્ટ એટેકનું કારણ બને છે.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ