બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / DDO in action regarding missing records of Jamnagar Zilla Panchayat

કાર્યવાહી / જામનગર જિલ્લા પંચાયતના રેકોર્ડ ગુમ થવા મામલે DDO એક્શનમાં, આપ્યા તપાસના આદેશ

Malay

Last Updated: 01:38 PM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jamnagar News: જામનગર જિલ્લા પંચાયતની ઈલેક્ટ્રીક શાખાની ઓફિસમાંથી રેકોર્ડ ગુમ થવા મામલે DDO વિકલ્પ ભારદ્વાજે તપાસના આદેશ આપ્યા છે.

 

  • જિલ્લા પંચાયતના રેકોર્ડ ગુમ થવા મામલે કાર્યવાહી
  • DDO વિકલ્પ ભારદ્વાજે આપ્યા તપાસના આદેશ
  • ઈલેક્ટ્રીક શાખાની ઓફિસમાં રેકોર્ડ થયા હતા ગુમ

જામનગર જિલ્લા પંચાયતના રેકોર્ડ ગુમ થવા મામલે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. DDO વિકલ્પ ભારદ્વાજે ઈલેક્ટ્રીક શાખાની ઓફિસમાંથી રેકોર્ડ ગુમ થવા મામલે તપાસના આદેશ આપ્યા છે. મહત્વનું છે કે, જિલ્લા પંચાયતની ઓફિસથી આરોપી ટ્રેક્ટરની ટ્રોલી ભીરને 1 હજાર 582 ફાઈલ અને 220 રજિસ્ટર લઈ ગયા હતા. 

ટ્રેક્ટર ભરીને કોઈ ઉપાડી ગયું હતું અગત્યની ફાઈલો
જામનગરમાં જિલ્લા પંચાયતની કચેરી સીસીટીવી ઉપરાંત સિક્યોરિટીથી સુસજ્જ છે, છતાં રાત્રીના સમયે ટ્રેક્ટર ભરી અગત્યના દસ્તાવેજો કોઈક ઉપાડી ગયા હતા, સરકારી કચેરીમાં આ રીતે રેકર્ડ ગુમ થવાથી સિક્યોરિટી, અધિકારીઓ સહિતની મોટી બેદરકારી સામે આવી હતી. આજથી બે મહિના પહેલાં ટ્રેક્ટરમાં કોઇ શખ્સ ઇલેક્ટ્રીક વિભાગના રેકોર્ડ રૂમમાંથી સંખ્યાબંધ ફાઈલો ઉઠાવી ગયો હોવાનું સામે આવ્યું હતું. 

ફાઈલ મંગાવતા સમગ્ર ઘટના આવી હતી સામે
જિલ્લા પંચાયતમાં બાંધકામ વિભાગ હેઠળના ઈલેક્ટ્રીક વિભાગની રેકર્ડની ફાઈલ માટે એક અલગ રેકર્ડ રૂમ આવેલો છે, જેમાં વર્ષોથી તમામ સાહિત્ય અકબંધ રાખવામાં આવ્યું છે. જે રેકર્ડ રૂમમાંથી કોઈ પ્રકરણમાં નાયબ કાર્યપાલક ઇજનરે તાજેતરમાં કેટલીક ફાઈલો મંગાવી હતી, જે દરમિયાન રેકર્ડ રૂમમાં સંખ્યાબંધ ફાઈલો ગુમ થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી સમગ્ર મામલો જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લઈ જવામાં આવ્યો હતો. આ વાત સાંભળી જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ પણ ચોંકી ગયા હતા અને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા અને આ મામલે સી.ટી.એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની પણ સૂચના આપી હતી.

નાયબ કાર્યપાલક ઈજનેરે નોંધાવી હતી ફરિયાદ
રેકોર્ડ ગુમ થયા બાદ સિટી એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. નાયબ કાર્યપાલક ઈજનેર જયવીરસિંહ દ્વારા ઈલેક્ટ્રીક શાખાના ઈન્ચાર્જ નાયબ કાર્યપાલ હરિસિંહ ગોહિલ સામે ફરિયાદ નોંધાઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ