બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / DCGI panel discusses emergency use of Covaxin, Corbevax vaccines for 5-11 age group

મહામારી / BIG NEWS : 5 થી 11 વર્ષના બાળકોને લાગશે કોર્બેવેક્સ વેક્સિન, કમિટીએ સરકારને કરી ભલામણ

Hiralal

Last Updated: 09:51 PM, 21 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે 5 થી 11 વર્ષના બાળકો માટેની કોરોના વેક્સિનનો માર્ગ મોકળો થયો છે. સરકારી કમિટીએ 5-11 વર્ષના બાળક માટે કોર્બેવેક્સની મંજૂરીની ભલામણ કરી છે.

  •   5થી 11વર્ષના બાળકોની કોરોના વેક્સિનનો માર્ગ મોકળો
  • સરકારી પેનલે પેનલે આપી કોર્બેવેક્સને મંજૂરી
  • ફાઈનલ મંજૂરી માટે ડીસીજીઆઈને કરી ભલામણ
  • ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

દેશમાં વધી રહેલા કોરોના કેસોમાંથી બાળકોને સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. હવે 5થી 11 વર્ષના બાળકોની વેક્સિનની દિશામાં સરકાર સક્રિય થઈ છે.  DCGIની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની આજે એક મોટી બેઠક મળી હતી અને તેમાં 5થી 11 વર્ષના બાળકો માટે  બાયોલોજિકલ ઈની કોર્બેવેક્સ આપવાના મુદ્દ ચર્ચા કરવામાં આવી હતી. કમિટીએ તેની બેઠકમાં 5થી 11 વર્ષના બાળકો માટે કોર્બેવેક્સની મંજૂરી આપી દીધી છે. બેઠકમાં મંજૂરી બાદ સરકારી કમિટીએ ડીસીજીઆઈને કોર્બાવેક્સિની ભલામણ કરી દીધી છે. કમિટીની ભલામણ પર ડીસીજીઆઈ ટૂંક સમયમાં નિર્ણય લેશે. 

એક્સપર્ટ કમિટીએ DCGIને મોકલી ભલામણ 

વધી રહેલા કેસોની વચ્ચે બાળકોને સુરક્ષિત રાખવા મોડો પડકાર

હાલમાં દેશમાં કોરોનાના કેસ દિનપ્રતિદિન વધી રહ્યાં છે અને આવી સ્થિતિમાં બાળકોને સુરક્ષિત રાખવા એક મોટો પડકાર છે અને તેમાંય નાના બાળકો જો વેક્સિન દ્વારા સુરક્ષિત થઈ જાય તો વધારે સારુ. આથી સરકાર ટૂંક સમયમાં 5થી 11 વર્ષના બાળકોની વેક્સિનને મંજૂરી આપશે. 

ટૂંક સમયમાં મળશે મંજૂરી
5થી 11 વર્ષના બાળકો માટે કોર્બેવેક્સ વેક્સિનને ટૂંક સમયમાં મંજૂરી મળશે તે નક્કી છે. બાયોલોજિકલ ઈ લિમિટેડની કોર્બેવેક્સ વેક્સિન ભારતની ત્રીજી સ્વદેશી નિર્મિત વેક્સિન છે. આ પહેલા 28 ડિસેમ્બરે ડીસીજીઆઈએ પુખ્તવયના લોકો માટે કોર્બેવેક્સને મંજૂરી આપી હતી. 

12થી 14 વર્ષના બાળકોને કોર્બેવેક્સ અપાઈ રહી છે 

ચાલુ વર્ષે 16  માર્ચથી 12થી 14 વર્ષના બાળકોને કોર્બેવેક્સ આપવામાં આવી રહી છે. હાલમાં દેશમાં 12થી વર્ષથી વધુ વયના બાળકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. કોરોના કેસમાં વધારાને ધ્યાનમાં લેતા સરકાર વેક્સિનેશન અભિયાનમાં ઝડપ લાવવાનો પ્રયાસ કરી રહી છે. 

દેશમાં વધી રહ્યાં છે કોરોના કેસ

છેલ્લા થોડાક દિવસથી કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. જેના કારણે ફરી એક વાર કોરોનાનો ડર સતાવી રહ્યો છે. કોરોનાના કેસો દિલ્હીની સ્કૂલોમાં પણ આવવા લાગ્યા છે. વધતા કેસોને જોઈને ડીડીએમએની બેઠક થઈ હતી. જેમાં દિલ્હીની સ્કૂલોને લઈને કહેવામા આવ્યું છે કે, સ્કૂલો ફરીથી બંધ કરવામાં નહીં આવે, સ્કૂલો માટે એક્સપર્ટ સાથે વાત કરીને SOP જાહેર થશે. સ્કૂલોને ચાલુ કરવા માટે વિસ્તૃત ગાઈડલાઈન ટૂંક સમયમાં જ જાહેર કરવામા આવશે. એટલે કે સ્કૂલો હવે સમગ્રપણે બંધ કરવામાં નહીં આવે. દિલ્હી સરકાર તેના પર ટૂંક સમયમાં ગાઈડલાઈન જાહેર કરશે. આ બેઠકમાં બીજા પણ અન્ય નિર્ણયો કરવામાં આવ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

corona india corona vaccine covaxin india corona ઈન્ડીયા કોરોના કોરોના ઈન્ડીયા કોરોના વેક્સિન કોવેક્સિન corona vaccine for 5-12 year old
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ