બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / david warner will again be playing in big bash

ક્રિકેટ / દીકરીઓ માટે વર્લ્ડ પોપ્યુલર ક્રિકેટરે ઠુકરાવી હતી કરોડોની ઑફર, હવે 9 વર્ષે મેદાન પર વાપસી

Khevna

Last Updated: 12:49 PM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટર ડેવિડ વોર્નર 9 વર્ષ બાદ એક વાર ફરી બિગ બેશમાં રમતા જોવા મળશે તથા આ નિર્ણય માટે તેમણે પોતાની દીકરીઓને શ્રેય આપ્યો છે.

  • 9 વર્ષ બાદ ડેવિડ વોર્નર એક વાર ફરી બિગ બેશમાં રમતા જોવા મળશે
  • આ નિર્ણય માટે દીકરીઓને આપ્યો શ્રેય 
  • બિગ બેશ લીગની 12મી સિઝન 13 ડિસેમ્બરનાં રોજ રમવામાં આવશે

ડેવિડ વોર્નર એક વાર ફરી બિગ બેશમાં રમતા જોવા મળશે

આઈપીએલની જેમ ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ રમવામાં આવે છે. આઈપીએલમાં ભારત સહિત દુનિયાભરનાં ટોપનાં ખેલાડીઓ હિસ્સો લે છે. બિગ બેશમાં પણ એકથી ચઢિયાતા એક ખેલાડી ભાગ લે છે, પરંતુ ઓસ્ટ્રેલિયાનાં ઘણા પ્રમુખ ખેલાડીઓ તેમાં નથી રમી શકતા.  તેમાંનું જ એક નામ છે ડેવિડ વોર્નર. ટી20 ક્રિકેટનાં સૌથી પ્રમુખ બેટ્સમેનમાંના એક એવા ડેવિડ વોર્નરે વર્ષ 2013 બાદ લીગની એકપણ મેચ નથી રમી. 

9 વર્ષ બાદ વાપસી 
છેલ્લી મેચ રમ્યાનાં 9 વર્ષ બાદ ડેવિડ વોર્નર એક વાર ફરી બિગ બેશમાં રમતા જોવા મળશે. સિડની થંડરે વોર્નર સાથે બે વર્ષનો કરાર કર્યો છે. આશા જતાવવામાં આવી રહી છે કે વોર્નર ટીમની 5 મેચ માટે હાજર રહેશે. ટીમ દક્ષિણ આફ્રિકા સાથે ટેસ્ટ સીરિઝ રમશે. ત્યાર બાદ ટેસ્ટ ટીમ ચાર ટેસ્ટ માટે ભારત રવાના થશે. આ બંને વચ્ચે વોર્નર થંડર માટે બીબીએલમાં રમતા જોવા મળશે. 

દીકરીઓને કારણે  લીધો નિર્ણય 
35 વર્ષનાં ડેવિડ વોર્નરે એક યૂએઇ ટૂર્નામેન્ટ આઈએલટી -20 આનએ બીબીએલમાંથી કોઈ એકને પસંદ કરવાનું હતું, કેમકે બંનેનાં મુકાબલા એક જ સમયે થવાના હતા. આઈએલટી-20માં ઘણી નવી ટીમોનો હક આઈપિએલ ફ્રેન્ચાઇઝી પાસે છે. અહીં ખેલાડીઓને સારી સેલરી પણ મળશે. રિપોર્ટ્સ અનુસાર તો ટોપ ખેલાડીઓને લીગમાં 4 કરોડ સુધીના રૂપિયા મળશે. 

વોર્નરે પોતાની દીકરીઓને ઓસ્ટ્રેલિયામાં રહેવા અને પૂર્વ ક્લબમાં પરત ફરવાનાં નિર્ણયનો શ્રેય આપ્યો. તેમણે ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂ પર કહ્યું કે મારી 'છોકરીઓ'એ માંને કહ્યું કે તેઓ માંને ઘર પર આનએ બીબીએલમાં રમતા જોવા પસંદ કરશે. એક પરિવારનાં રૂપમાં બીબીએલનો હિસ્સો બનવું આમારા માટે સારું રહેશે. આ કંઇક એવું છે, જે હું તેમની સાથે શેર કરવા માટે ઉત્સુક છું.

13 ડિસેમ્બરથી થશે શરૂઆત 
બિગ બેશ લીગની 12મી સિઝન 13 ડિસેમ્બરનાં રોજ રમવામાં આવશે. તેનો ફાઇનલ મુકાબલો 4 ફેબ્રુઆરીનાં રોજ થશે. વોર્નર ઉપરાંત, ટ્રેવિસ હેડ એડીલેટ સ્ટ્રાઇકર્સ આનએ માર્નસ લાબુશેન બ્રિસ્બેન હીટ માટે રમતા જોવા મળશે. ઓસ્ટ્રેલિયાનાં બે પ્રમુખ ફાસ્ટ બોલર કેપ્ટન પેટ કમિન્સ આનએ મિચેલ સ્ટાર્કે વર્કલોડ આનએ ફિટનેસને કારણએ લીગમાં હિસ્સો ન લેવાનો નિર્ણય કર્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ