બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / David Warner: Delhi Capitals captain David Warner was fined 12 lakhs by the IPL management after the match against Sunrisers Hyderabad

IPL 2023 / જીતની ખુશી બાદ પડ્યો ઝટકો, ડેવિડ વોર્નરને ફટકારાયો 12 લાખનો દંડ, આ સિઝનમાં પહેલી વખત બન્યું આવું, જાણો કેમ

Pravin Joshi

Last Updated: 06:09 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેવિડ વોર્નરઃ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ બાદ IPL મેનેજમેન્ટે 12 લાખનો દંડ ફટકાર્યો હતો.

  • દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરને ફટકારાયો દંડ
  • ધીમી ઓવર રેટ માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો
  • દિલ્હી કેપિટલ્સે બીજા દાવમાં ઘણો સમય વેડફ્યો હતો
  • IPL મેનેજમેન્ટે તેના પર 12 લાખનો દંડ લગાવ્યો 

દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ડેવિડ વોર્નર સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની બહુપ્રતીક્ષિત જીત બાદ ભારે ઉત્સાહમાં જોવા મળ્યો હતો. SRH ને તેમના હોમ ગ્રાઉન્ડ પર હરાવવાનો આનંદ હતો, જે એક સમયે તેમની ફ્રેન્ચાઇઝી હતી. SRH ટોચના મેનેજમેન્ટ અને વોર્નર વચ્ચેના ઝઘડાને પગલે તેને IPL 2021 દરમિયાન ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં જ્યારે વોર્નરે સોમવારે રાત્રે SRH સામે જીત મેળવી તો તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. જો કે, આ ખુશી પછી તેને દંડનો આંચકો પણ લાગ્યો. IPLએ તેના પર 12 લાખનો દંડ ફટકાર્યો હતો.

 

12 લાખનો દંડ લગાવ્યો 

ડેવિડ વોર્નર દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ મેચ દરમિયાન ધીમી ઓવર રેટ માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સે બીજા દાવમાં ઘણો સમય વેડફ્યો હતો. જેના કારણે ન્યૂનતમ ઓવરોનો ક્વોટા નિર્ધારિત સમયમાં પૂરો થઈ શક્યો નહોતો. આ કારણોસર, IPL મેનેજમેન્ટે તેના પર 12 લાખનો દંડ લગાવ્યો છે. IPL દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી કેપિટલ્સને રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન તેમની ટીમ દ્વારા ધીમી બોલિંગને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. કેપ્ટન ડેવિડ વોર્નરને દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિઝનમાં ન્યૂનતમ ઓવર-રેટના નિયમના ઉલ્લંઘનનો આ તેમની ટીમનો પ્રથમ કેસ હતો. વોર્નર પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

 

દિલ્હી કેપિટલ્સને સિઝનની બીજી જીત મળી 

આ મેચમાં દિલ્હી કેપિટલ્સ પ્રથમ બેટિંગ કરતા માત્ર 144 રન જ બનાવી શકી હતી. પરંતુ ટીમના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને આ સ્કોરનો બચાવ કર્યો હતો. દિલ્હીના બોલરોએ સનરાઇઝર્સ હૈદરાબાદને માત્ર 137 રનમાં રોકી દીધું હતું. દિલ્હીને છેલ્લી ઓવરમાં આ જીત મળી હતી. આ સિઝનમાં દિલ્હીની આ માત્ર બીજી જીત છે. તે તેની પ્રથમ પાંચ મેચ હારી ગયો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ