બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : 'પાપા, મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, પુત્રીએ ડરતાં ડરતાં કરી વાત', પિતાનો જબરજસ્ત જવાબ

વાયરલ / VIDEO : 'પાપા, મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, પુત્રીએ ડરતાં ડરતાં કરી વાત', પિતાનો જબરજસ્ત જવાબ

Nirav Kumar

Last Updated: 09:26 PM, 17 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ઈમોશનલ વીડિયો જોઈને લોકો પણ ભાવુક થઈ રહ્યા છે.

કોઈપણ છોકરી માટે તેના માતાપિતાને તેના લવ કે તેના બોયફ્રેન્ડ વિશે વાત કરવી મુશ્કેલ હોય છે. કેમ કે, આપણો સમાજ હજુ પણ તેને સ્વીકારવા તૈયાર નથી. એવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ તહી રહ્યો છે. જેમાં એક યુવતી તેના પિતાને તેના બોયફ્રેન્ડ વિષે જણાવે છે. જે લોકોને ખુબ પસદ આવી રહ્યો છે.

  • શું છે વાયરલ વીડિયોમાં?
    ઇન્સ્ટાગ્રામમાં એક વીડિયો વાયરલ છે. જેમાં એક યુવતી તેના પિતાનો હાથ પકડીને જોવા મળે છે. તેના ચહેરા પર ડર સ્પષ્ટપણે જોવા મળે છે. તેના પિતા તેની બેચેની સમજી જાય છે અને શાંતિથી કહે છે, "જે કહેવા માંગે છે તે કહો, ડરવાની જરૂર નથી. જેના પર તેમની દીકરી ગભરાઈને કહે છે, "પપ્પા... મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે." થોડી હિંમત ભેગી કરીને તે દીકરી કંપાતા અવાજમાં કહે છે, "પપ્પા, હું તમને ઘણા વર્ષોથી આ કહેવા માંગતી હતી. મારો એક બોયફ્રેન્ડ છે.11 વર્ષથી."

જેમાં પિતાના જવબે બધાના દિલ જીતી લીધા હતા. કોઈ ગુસ્સો, ઝટકો અને નારાજગી નથી જોવા મળતી. જેમાં પિતા હસીને કહે છે, "બધાને હોય છે, એમાં ઘભરાવાની કોઈ વાત વાત નથી. આ સાંભળીને પુત્રી રડી પડે છે. આ આંસુ ડરના નથી હોતા પરંતુ વર્ષોથી ઉઠાવેલા બોજમાંથી મુક્તિ મળવાના હોય છે. હિંમત ભેગી કરીને પુત્રી તેના બોયફ્રેન્ડનું નામ વિવેક પણ જણાવે છે. પિતા હસીને કહે છે કે મને આ બધું પહેલાથી ખબર હતી.

vtv app promotion

પિતા આગળ જે જણાવે છે તે બધાને ભાવુક કરી દે છે. તે સમજાવે છે કે પુત્રી અને તેનો જીવનસાથી બંને સ્વતંત્ર, કામ કરે છે અને પોતાના નિર્ણયો લેવા સક્ષમ છે. તેમના માટે લગ્નનો અર્થ એ છે કે તમારું આખું જીવન કોઈની સાથે વિતાવવું આથી સૌથી જરૂરી બાબત એ છે કે વ્યક્તિ સારો હોય, સમજદાર હોય અને પ્રેમ કરવાવાળો હોય. જાતિ, ધર્મ કે પૈસા કરતાં માનવતાનું વધુ મહત્વ છે.

વધુ વાંચો: VIDEO : નેહા કક્કડના અશ્લીલ ડાન્સ સ્ટેપ પર મચી બબાલ, યૂઝરે કહ્યું- 'એવી શું મજબૂરી હતી'?

  • સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ
    આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. જેમાં લોકો કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું, હતું કે, તેમની દરેક વાત સાચી છે. "ઉમ્મીદ છે કે તમને બેને જલ્દી જ સાથે દેખીશુ". તો બીજા એક યુઝરે લખ્યું કે, "આ જોઈને હું ખુબ ઈમોશનલ થઇ ગઈ હતી, તારા માટે ખુબ ખુશ છું". તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, "નસીબવાળો છોકરો હશે એ".

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Viral Video Emotional Video
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ