બ્રેકિંગ ન્યુઝ
પાલતુ ડોગની ઘણી ખૂની ઘટનાઓની ગંભીર નોઁધ લેતાં કેન્દ્ર સરકારે એક મોટું એક્શન લીધું છે. કેન્દ્ર સરકારે 23 જાતના ડોગ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ રાજ્ય સરકારોને આપ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને પિટબુલ ટેરિયર, અમેરિકન બુલડોગ, રોટવીલર અને માસ્ટિફ સહિત વિકરાળ કૂતરાઓની 23 જાતિઓના વેચાણ અને સંવર્ધન પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે.
ADVERTISEMENT
JUST IN | A Central government expert committee, set up by the Department of Animal Husbandry and Dairying, has recommended a ban on certain breeds of dog, reports @neutranino pic.twitter.com/bzHF9I4Vio
— The Hindu (@the_hindu) March 13, 2024
ADVERTISEMENT
આ વિદેશી જાતિના ડોગ પર પ્રતિબંધ
• પિટબુલ ટેરિયર
• તોસા ઇનુ
ADVERTISEMENT
• અમેરિકન સ્ટાફોર્ડશાયર ટેરિયર
• ફિલા બ્રાઝિલીરિયો
ADVERTISEMENT
• ડોગો આર્જેન્ટિનો
• અમેરિકન બુલડોગ
ADVERTISEMENT
• બોએસબીએ
• કનગાલ
ADVERTISEMENT
• સેન્ટ્રલ એશિયન શેફર્ડ
• કોકેશિયન શેફર્ડ
• સાઉથ રશિયન શેફર્ડ
• ટોનજૈક
• સરપ્લાનિનૈક
• જાપાનીઝ તોસા એન્ડ અકીતા
• માસ્ટિફ્સ
• રોટલવિયર
• ટેરિયર
• રોડેશિયન રિજબૈક
• વુલ્ફ ડોગ્સ
• કેનારીયો
• અકબાશ
• મોસ્કો ગાર્ડ
• કેન કાર્સો
જેની પાસે હોય તેનું શું
જેની પાસે આ જાતિના ડોગ હોય તેમણે શું કરવું? તેને લઈને પણ સરકારે એક ખાસ નિર્દેશ આપ્યો છે. સરકારે કહ્યું છે કે જેમની પાસે આ જાતિના ડોગ હોય તેમણે ડોગનું ખસીકરણ કરાવી લેવાનું રહેશે.
#FPCreatives: Centre has proposed a ban on import, breeding and sale of dangerous dog breeds. (1/3) pic.twitter.com/MKkUlwVlI1
— Firstpost (@firstpost) March 14, 2024
23 જાતિના ડોગ પર કેમ પ્રતિબંધ
કેન્દ્ર સરકારે જે 23 જાતના ડોગ પર પ્રતિબંધ મૂક્યો છે તે અતિ ખૂંખાર જાતિના છે અને તેના હુમલાનો ભોગ બનનારનું મોત પણ થાય છે. તાજેતરના સમયમાં આવી ઘણી ઘટનાઓ બની છે. કેન્દ્ર સરકારને ખૂંખાર ડોગની અનેક ફરિયાદો મળી હતી જેની ગંભીરતા જોતાં આ એક્શન લેવાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.