ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કારની નંબર પ્લેટ તૂટી ગઇ છે? તો દંડથી બચવા ફોલો કરો આ સ્ટેપ્સ, ઘરે બેઠાં નવી આવી જશે
Last Updated: 06:39 PM, 30 September 2026
ADVERTISEMENT
દરેક વાહનચાલક માટે પોતાના વાહનના તમામ કાયદાકીય દસ્તાવેજો પૂર્ણ રાખવા અત્યંત જરૂરી છે, કારણ કે દસ્તાવેજોના અભાવે મોટી રકમનો ટ્રાફિક દંડ ભરવો પડી શકે છે. જોકે, મોટાભાગના વાહનચાલકો વાહનની નંબર પ્લેટની સ્થિતિ પ્રત્યે બેદરકાર રહેતા હોય છે. જો કોઈ માર્ગ અકસ્માત કે અન્ય કારણોસર તમારી કાર અથવા બાઈકની હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) તૂટી ગઈ હોય, લખાણ ભૂંસાઈ ગયું હોય કે ક્ષતિગ્રસ્ત થઈ હોય, તો તેવા વાહન સાથે રસ્તા પર નીકળવું મોટો ગુનો બને છે. ટ્રાફિક નિયમો હેઠળ આવી ભૂલ માટે રૂ. 10,000 સુધીનો ભારે દંડ થઈ શકે છે. જો તમારી નંબર પ્લેટ પણ ખરાબ થઈ ગઈ હોય, તો એજન્ટોને વધારાના નાણાં આપ્યા વિના કે RTO કચેરીના ધક્કા ખાધા વિના તમે માત્ર ૫ મિનિટમાં ઘરબેઠા નવી HSRP ઓર્ડર કરી શકો છો.
ADVERTISEMENT
સૌપ્રથમ તમારા કમ્પ્યુટર કે સ્માર્ટફોનના બ્રાઉઝરમાંથી અધિકૃત વેબસાઈટ https://bookmyhsrp.com/ પર જાઓ. હોમપેજ પર દર્શાવેલા High Security Registration Plate with Colour Sticker વિકલ્પ પર ક્લિક કરો.
ADVERTISEMENT

ADVERTISEMENT
ત્યારબાદ તમારા રાજ્યનું નામ અને વાહનનો રજિસ્ટ્રેશન નંબર (દા.ત. GJ-XX-XXXX) દાખલ કરો. આ સાથે વાહનની આરસી બુકમાં દર્શાવેલો ચેસિસ નંબર અને એન્જિન નંબર પણ સાચી રીતે દાખલ કરવાનો રહેશે.
ADVERTISEMENT
વિગતો ચકાસાયા બાદ તમને ડિલિવરી મેળવવા માટે બે વિકલ્પો મળશે. Home Delivery: જો તમે ઘરબેઠા પ્લેટ ફિટ કરાવવા માંગતા હોવ તો આ વિકલ્પ પસંદ કરો. Dealer Appointment: જો તમે તમારા ઘરની નજીકના અધિકૃત શોરૂમ/ડીલર પાસે જઈને પ્લેટ લગાડવા માંગતા હોવ તો નજીકનો શોરૂમ પસંદ કરી શકો છો.
ADVERTISEMENT
તમારું સરનામું અથવા ડીલરનું લોકેશન પસંદ કર્યા બાદ અનુકૂળ તારીખ અને સમય પસંદ કરો. ત્યારબાદ UPI, ક્રેડિટ/ડેબિટ કાર્ડ કે નેટ બેંકિંગ દ્વારા નિર્ધારિત ફીની ઓનલાઈન ચુકવણી કરો. 'Submit' પર ક્લિક કરતા જ તમારો ઓર્ડર કન્ફર્મ થઈ જશે અને રસીદ જનરેટ થશે. નિયત કરેલી તારીખે ઓથોરાઈઝ્ડ પર્સન તમારા ઘરે આવીને અથવા તમે પસંદ કરેલા શોરૂમ પર જઈને તમારા વાહનમાં નવી HSRP પ્લેટ ફિટ કરી આપવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ