બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / dalchini ke fayde cinnamon helps in reducing diseases like cancer

હેલ્થ ટિપ્સ / સ્વાદ તો વધારશે જ, સાથે કેન્સર જેવી બીમારીઓથી પણ રક્ષણ આપશે આ મસાલો, જાણો અન્ય ફાયદા

Premal

Last Updated: 07:16 PM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તજનું સેવન ટાઈપ ટુ ડાયાબિટિસ માટે ફાયદાકારક હોવાનું સામે આવ્યું છે. તે બ્લડ સુગરમાં ઇન્સ્યુલિનને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તેનાથી ડાયાબિટીસનો ખતરો ઓછો જાય છે.

  • તજ બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનથી બચાવવામાં ઘણી મદદ કરે છે
  • તજનું વધુ પડતું સેવન કરવાથી પેટ, લીવર, કિડનીને લગતી સમસ્યાઓ થઈ શકે
  • તજનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે મજબૂત થાય છે

મસાલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઘર પર ખાવાનુ બને અથવા તો કોઈ ફંક્શનમાં કોઈ રસોઈયા દ્વારા જમવાનું બનાવવામાં આવે. મસાલાનો ઉપયોગ શાકના સ્વાદને વધારવા માટે કરવામાં આવે છે. તમામ મસાલાના પોતપોતાના ગુણો હોય છે. આવો જ એક મસાલો છે તજ. આ મસાલામાં અનેક ગુણો હોવાનું માનવામાં આવે છે. દરેક ઘરમાં તજનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. ઘણા લોકો તેને શાકભાજીમાં નાખવા માટે ખાસ બજારમાંથી ખરીદી કરીને લાવે છે. આજે આપણે તેના ગુણ વિશે વાત કરીશું. કઈ રીતે તજ સ્વાસ્થ્યને ફિટ રાખવામાં મદદ કરે છે.

કેટલા તજ ખાવા જોઈએ

તજને પસંદ કરતા લોકો દુનિયાના દરેક દેશમાં છે. નાના હોય કે મોટા દરેક લોકો તજનો ઉપયોગ કરી શકે છે. પરંતુ તેની માત્રા શાકમાં સ્વાદ અનુસાર નાખવામાં આવે છે. અડધી ચમચી અથવા એક ચમચી તજનો પ્રયોગ કરવામાં આવે છે. જો કે વિશેષજ્ઞોનું કહે છે કે દરરોજ તજનું વધુ પડતું સેવન કરવાથી પેટ, લીવર, કિડનીને લગતી સમસ્યાઓ થઈ શકે છે. એટલે તેના ફાયદા માટે ચોક્કસપણે તેને મધ્યમ માત્રામાં ખાઓ.

ક્યાંથી આવે છે તજ 

તજની સુગંધ ખૂબ જ શાનદાર હોય છે. આ શાકભાજી સાથે કેટલીક કેક બનાવવામાં પણ પ્રયોગ કરવામાં આવે છે. તજનું ઝાડ હોય છે. ઝાડના થડની ચામડી કાઢી તેને સૂકવવામાં આવે છે. તેને રોલ કરી એક લાકડી જેવો આકાર આપવામાં આવે છે. ઘણા લોકો તેને દળીને પણ ઉપયોગમાં લેતા હોય છે. હવે તેના ફાયદા પણ જાણવું જરૂરી છે.

એન્ટી ફંગલ, એન્ટી ઓક્સિડન્ટ હોય છે તજ

મસાલામાં પોલિફેનાલ્સ નામના છોડના કંપાઉન્ડ મળી આવે છે. તે એક એન્ટીઓકિસડન્ટનું કામ કરે છે. તજમાં પણ તે જોવા મળે છે. આ મસાલા એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ હોય છે. તેનો ઉપયોગ ચાઈનીઝ હર્બલ દવાઓમાં કરવામાં આવે છે. તે બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનથી બચાવવામાં ઘણી મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે 

દર વર્ષે તમે અથવા તમારા પડોશ, પરિવારમાં કોઈને કોઈ વ્યક્તિ તાવ, ઉધરસ, શરદીની ચપેટામાં આવે છે. આ દિવસોમાં હવામાં ફેલાતા વાયરસ અથવા બેક્ટેરિયાની અસર હોય છે. તજમાં આવા વાયરસ સામે લડવાના ગુણ હોય છે. નિયમિત યોગ્ય માત્રામાં સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે મજબૂત થાય છે અને આવા વાયરસ નજીક નથી આવતા. 

કેન્સર થવાનું જોખમ ઘટી જાય છે

રિસર્ચમાં સામે આવ્યું છે કે તજની અસર કેન્સરના વિકસિત થવા પર પણ જોવા મળે છે. આ મસાલો કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે. જો રક્તવાહિનીઓમાં કેન્સર સંબંધિત તત્વોનુ નિર્માણ થઈ રહ્યું છે તો તે તેને ખત્મ કરે છે. તેનાથી કેન્સર થવાનું જોખમ ઘટી જાય છે. ઓછું થઈ જાય છે.

ડાયાબિટીસ, હૃદય રોગનું જોખમ ઓછું થાય છે

તજનું સેવન ટાઈપ ટુ ડાયાબિટિસ માટે ફાયદાકારક હોવાનું સામે આવ્યું છે. તે બ્લડ સુગરમાં ઇન્સ્યુલિનને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તેનાથી ડાયાબિટીસનો ખતરો ઓછો જાય છે. તજનો ઉપયોગ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે થાય છે. કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે. બ્લડ પ્રેશર મેનેજ થવા અને કોલેસ્ટ્રોલ ઓછુ થવાના કારણે હાર્ટ સંબંધિત રોગનું જોખમ ઓછું થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ